________________
૬૫૬-સ્ત્રી સંગમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અત્રકમુનિનું દેણંત જો ઉક્ત યુક્તિસમૂહથી આ સ્ત્રીઓ અનાયતન છે તો અહીં શું કરવું જોઈએ તે કહે છે–
परिहरसु तओ तासिं, दिढेि दिट्ठीविसस्स व अहिस्स । जं रमणिनयणबाणा, चरित्तपाणा विणासंति ॥ ४४२॥
તેથી દૃષ્ટિવિષ સર્ષની જેમ સ્ત્રીઓની દૃષ્ટિનો ત્યાગ કરસ્ત્રીઓની સામે જોવાનો ત્યાગ કર. કારણ કે સ્ત્રીઓનાં નેત્રોરૂપી બાણો ચારિત્રરૂપ પ્રાણોનો નાશ કરે છે. [૪૪૨]
જેમણે સંગોનો ત્યાગ કર્યો છે તેમને સ્ત્રીઓ શું કરશે એમ ન કહેવું. કારણ કે કહ્યું છે કે
जइवि परिचत्तसंगो, तवतणुयंगो तहावि परिवडइ । महिलासंसग्गीए, पवसियभवणूसियमुणिव्व ॥ ४४३॥
જો કે સંગનો ત્યાગ કર્યો હોય, તપથી શરીરને કૃશ કરી નાખ્યું હોય, તો પણ સ્ત્રીના સંગથી પરદેશ ગયેલા શ્રીમંત વણિકના ઘરની પાસે વિશ્રામ માટે રહેલા (અહંક) મુનિની જેમ પતિત થાય છે. વિશેષાર્થ– આ સાધુ કોણ છે? તે કહેવામાં આવે છે
અત્રકમુનિનું દૃષ્ટાંત તગરા નામની નગરી છે. તે નગરીમાં કોડો ધજાઓની છાયાઓમાં ચાલતો લોક ઉનાળામાં પણ સંતાપને અનુભવતો નથી. આ તરફ અઈમિત્ર આચાર્યની પાસે દેવદત્ત નામના વણિકે અન્નક નામના પુત્રની અને ભક્તિવાળી પત્નીની સાથે દીક્ષા લીધી. પછી અપ્રમત્તપણે દીક્ષાને પાળે છે. પણ તેનો પુત્ર સુખશીલ છે. એથી તે ગોચરી માટે જતો નથી. બેસી રહે છે. તેથી સ્નેહના કારણે પિતા તેને અતિશય સ્નિગ્ધ અને મધુર આહાર આપે છે. અનેકવાર પણ ખવડાવે છે. ઈષ્ટ પાણી વગેરે આપે છે. તેથી બીજા ઉત્તમમુનિઓ દેવદત્ત સાધુને કહે છે કે, હે મહાનુભાવ! આને આ પ્રમાણે નિરર્થક કેમ પોષો છો? વળી– આ સમર્થ હોવા છતાં ગોચરી માટે કેમ જતો નથી? આ મારો છે એવી બુદ્ધિથી એના ઉપર તમે જે સ્નેહ કરો છો તે સ્નેહ પરિણામે તેના સર્વ અનર્થોના ફળવાળો જાણવો, અર્થાત્ તે સ્નેહ પરિણામે તેના સર્વ અનર્થોનું કારણ બનશે એમ તમારે સમજી લેવું. તેથી જો તમે હજી પણ સ્વ-પરના હિતને જાણો છો તો આને જિનેન્દ્રોએ કહેલા અને પારમાર્થિક સુખને લાવનારા માર્ગમાં સમ્યક-પ્રેરણા કરો. આ