________________
૬૦૨ વિષય સંબંધી નિરપેક્ષતા-અપેક્ષામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનપાલિત-જિનરક્ષિતની કથા મસ્તકોને ગ્રહણ કરીશ. દેવીએ આવાં નિષ્ફર વચનો કહ્યા છતાં તે બે ભયભીત બન્યા વિના આગળ જાય છે. તેથી દેવીએ શૃંગારથી સારભૂત એવાં અનુકૂલ વચનોથી આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું. હે હે નિષ્ફ હૃદયવાળાઓ! હું તમારા પ્રત્યે અનુરાગવાળી હોવા છતાં, સદ્ભાવવાળી હોવા છતાં, સ્નેહવાળી હોવા છતાં, સરળ મનવાળી હોવા છતાં, ભક્તિવાળી હોવા છતાં, એકાંતહિતમાં તત્પર હોવા છતાં, મને આ રીતે કેમ છોડી દીધી? પૂર્વે આપણે પરસ્પર બોલતા હતા, હસતા હતા, મનોહર રમતો રમતા હતા, મનોહર રતિસુખોને અનુભવતા હતા, આ બધું તમે આટલામાં કેમ ભૂલી ગયા? તેથી કૃપા કરીને કામદેવરૂપ અગ્નિથી પ્રજવલિત બનેલી મને સ્વસંગમ રૂપ પાણીથી શાંત કરો. આવું કહેવા છતાં તે બે તેના તરફ દૃષ્ટિ પણ કોઈપણ રીતે નાખતા નથી. પછી તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે જિનરક્ષિત ક્ષોભ પામશે.
તેથી તેણે કહ્યું. જિનરક્ષિત! તું મને સદાય પ્રિય હતો. મને તારી જ સાથે સદ્ભાવથી રતિસુખ થતું હતું. મૂર્ખ જિનપાલ ઉપર તે મને સદા હૈષ હતો. તેની સાથે વાત પણ હું દિલ વિના કરતી હતી. તેથી પાપી તે મને ઉત્તર નથી આપતો, તો ભલે ન આપે. પણ સદાય મારા ઉપર કૃપા કરનાર તને આ (ઉત્તર ન આપવો એ) યોગ્ય નથી. જો તારા જેવા પણ સ્વીકારેલાનું પાલન કરવામાં પ્રયત્ન ન કરે તો ખરેખર! આખુંય જગત મર્યાદા રહિત થયું. હે કૃપારહિત! તારા વિરહમાં મારું હૃદય જાણે ફૂટી રહ્યું છે! જાણે તૂટી રહ્યું છે! જાણે છેદાઈ રહ્યું છે! જાણે સુકાઈ રહ્યું છે. તેથી તારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. આ પ્રમાણે બોલતી તે આકાશમાં તેમની ઉપર રહીને તેમની ઉપર સુગંધી ચૂર્ણોથી મિશ્રિત તથા નેત્ર-મનનું હરણ કરનારી પુષ્પવૃષ્ટિ કરે છે. દેવીએ કેડમાં કંદોરો પહેર્યો હતો. એ કંદોરો મણિથી વિભૂષિત હતો. કંદોરામાં રહેલી ઘુઘરીઓના ધ્વનિથી તે દેવી શ્રવણના પરમસુખને ઉત્પન્ન કરતી હતી. આવી તે દેવી અતિશય સંભ્રમથી નિસાસા નાખીને સ્કૂલના પામતી વાણીથી કહે છે. હે નાથ! હે સુખદાતા! હે સુંદર જિનરક્ષિત! હે હૃદયવલ્લભ! હે લજ્જાનુ! 'નિષ્ફર અને નિર્દયતાના કારણે જતા એવા મારા જીવનનું રક્ષણ કર. આ જન(=દેવી) નિત્ય આજ્ઞાનું પાલન કરનાર તારો દાસ છે. અશરણ, દુઃખી અને દીન તે દાસને છોડીને ન જ. જો આ પ્રમાણે પણ મારો તિરસ્કાર કરીને તું જશે તો તે નિર્દય! હું કોઇપણ રીતે તારી આગળ જ સમુદ્રમાં પડીને મરી જઇશ. તેથી એકવાર કૃપા કરીને તું પાછો ફર. મેં જે કોઈ અપરાધ કર્યો હોય તે મારા અપરાધની પણ
૧. નિષ્ફર અને નિર્દય એ બે વિશેષણો જિનપાલિતના હોય એમ સંભવે છે. જિનપાલિત નિષ્ફર અને નિર્દય
હોવાના કારણે મારું જીવન જઈ રહ્યું છે. આથી તું જતા એવા મારા જીવનનું રક્ષણ કર.