________________
૫૦૮-લોભપિંડનું વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આષાઢાભૂતિનું દૃષ્ઠત કરે. તેથી નિપુણ ચિંતન કરીને હજીપણ આત્માનું હિત કર. (લડાઇમાંથી) નાસી ગયેલો પણ સુભટ જ પાછો ફરીને પરસૈન્યને જીતે છે. | ઇત્યાદિ ભાવના ભાવીને વિરાગી બનેલા અને ઘરમાંથી જલદી નીકળતા આષાઢાભૂતિને નટે કોઈપણ રીતે જોયો. હોશિયાર નટે તુરત તેના અભિપ્રાયને જાણી લીધો. પછી આશંકાવાળો તે તુરત જેટલામાં વાસભવનમાં જાય છે તેટલામાં પુત્રીઓને તેવી અવસ્થાવાળી જુએ છે. તેથી વિશેષથી કહ્યું: હે પાપિણીઓ! તમે આ શું કર્યું? વૈરાગ્યને પામેલો તમારો પતિ આ જાય છે. આ વિગત સાંભળીને દારૂનો નશો ઉતરી જવાથી તે પુત્રીઓ તરત પિતાને પૂછે છે કે હે પિતાજી! હૃદયવલ્લભ તે ક્યાં છે? પિતાએ કહ્યું. તેનાથી શું? હું તેને ઓળખું છું કે હવે તે યુગાન્તરમાં પણ પાછો ન ફરે. આમ છતાં તેના ચરણોને પકડીને કહો કે, હે નાથ! જો કે તમે અમારાથી વિરક્ત છો, તો પણ અમારા નિર્વાહનો વિચાર કરીને અમારો ત્યાગ કરો. પછી તે બંને દોડીને આષાઢાભૂતિના ચરણોને વળગીને કહે છે કે, હે નાથ! અનાથ અમને છોડીને ક્યાં જાઓ છો? હે સ્વામી! અમારા આ એક જ અપરાધની ક્ષમા કરો. કારણ કે સ્વામીઓ દોષોની ખાણ પણ લોક પ્રત્યે ક્ષમા કરવામાં તત્પર હોય છે. તેથી હે હૃદયવલ્લભ! આ એકવાર પાછા ફરો. પછી આષાઢાભૂતિએ કહ્યું: પ્રાણનો નાશ થાય તો પણ હવે પાછો ન ફરું. કારણ કે કોઈ હાથીનું બચ્ચે કોઇપણ રીતે જેમાં રસાળ સલ્લકીનાં પાંદડાં છે તેવા વિંધ્ય પર્વતને છોડીને ગરીબના ઘરે જાય. ત્યાં તેને અપૂર્ણ અને જુનું ઘાસ ખાવા મળે. તેથી હાથી શું તેમાં જ રાગને બાંધે? વિંધ્ય પર્વતને યાદ કરીને ચાલેલો તે ઘણી પ્રાર્થનાઓથી પણ શું પાછો ફરે? આ પ્રમાણે તેનો આગ્રહ જાણીને પુત્રીઓએ તેને પિતાએ શીખવેલું કહ્યું. તેણે પણ તેનો સ્વીકાર કર્યો.
પાછા ફરીને સાત દિવસોમાં ભરત ચક્રવર્તીના જીવનસંબંધી શ્રેષ્ઠ નાટક રચ્યું. પછી સસરાએ સિંહરથ રાજાને નાટક નિર્માણની વાત કરી. તેથી રાજાએ કહ્યું: તમે અહીં મારી સમક્ષ જલદી નાટક કરો. નટે કહ્યું: હે રાજન! આ નાટક કરવામાં ઘણી સામગ્રીની જરૂર પડે. રાજાએ કહ્યું: તમે જે કંઈપણ કહો તે હું કરું છું. તેથી નટે રાજાને કહ્યું: આ નાટક પાંચસો પાત્રોથી કરવાનું છે. તેથી શ્રેષ્ઠ પાંચસો રાજપુત્રો અને તેમને અલંકૃત કરવા માટે વસ્ત્રો અને આભૂષણો આપો. રાજાએ તે બધું આપ્યું. બીજું પણ જે કંઈ માગ્યું તે આપ્યું. પછી પાંચસો પાત્રોથી યુક્ત આષાઢાભૂતિએ શ્રીભરતરાજાના વેશથી નાટક શરૂ કર્યું. ભરતચક્રીએ જેવી રીતે માગધ, વરદામ અને પ્રભાસ તીર્થોને સાધ્યાં, સિંધુનદીની અધિષ્ઠાયક દેવીને જેવી રીતે સિદ્ધ કરી, જેવી રીતે સેનાપતિ ૧. સલ્લકી એ હાથીને પ્રિય વૃક્ષવિશેષ છે.