________________
વૈયાવૃજ્ય દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [નિમંત્રણથી નિર્જરા-૬૪૧ વગેરે લાવીને સાધુને નિમંત્રણ કરે, આમ છતાં સાધુ તેના નિમંત્રણને ન ઇચ્છ=ન સ્વીકારે તો શું? આ પ્રશ્નનો ગ્રંથકાર ઉત્તર કહે છે
इच्छेज न इच्छेज्ज व, तहवि हु पयओ निमंतए साहुं । परिणामविसुद्धीए, उ निज्जरा होअगहिएऽवि ॥४२०॥
સાધુ ઇચ્છે કે ન ઇચ્છે તો પણ આદરપૂર્વક સાધુને નિમંત્રણ કરે. સાધુ ન લે તો પણ પરિણામવિશુદ્ધિથી નિર્જરા થાય.
વિશેષાર્થ– જે સાધુને નિમંત્રણ કરવામાં આવે તે સાધુ નિમંત્રણને ઇચ્છે કે ન ઇચ્છ, તો પણ વેયાવચ્ચ કરનાર સાધુ, માત્ર વચનની શોભાથી નહિ, કિંતુ આદરપૂર્વક, ભક્તપાન આદિ લાવીને નિમંત્રણ કરે. જો તે સાધુ કોઇપણ રીતે ભક્ત-પાન ન લે તો આ પ્રયત્ન નિષ્ફળ જ થાય એવું નથી. કારણ કે તે સાધુ આહાર વગેરે ન લે તો પણ, માયા વિના હું આની વેયાવચ્ચ કરું એવી પરિણામવિશુદ્ધિથી વેયાવચ્ચ કરનારને કર્મનિકરા થાય જ. કારણ કે બંધ અને નિર્જરાની વિચારણામાં મુખ્યતયા પરિણામની શુદ્ધિ અને અશુદ્ધિ જ ઉપયોગી બને છે. કેમ કે બાહ્ય વસ્તુ તો માત્ર સહકારી કારણ છે. [૪૨]
દરરોજ પ્રયત્નપૂર્વક ભક્ત-પાન અને ઔષધ વગેરેથી મુનિવરોની કેવળ વેયાવચ્ચે જ કરો. જગતમાં જન્મ, મરણ અને રોગોથી વિનાશશીલ આ શરીરથી (વૈયાવચ્ચથી) બીજું કંઈ સાધ્ય નથી. (૧)
આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાળાના વિવરણમાં
ભાવનાધારમાં વૈયાવૃત્યરૂપ પ્રતિકાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાધારમાં વૈયાવૃત્યરૂપ પ્રતિદ્વારનો
રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
१. अशभपरिणाम एव हि प्रधानं बन्धकारणम्, तदङ्गतया तु बाह्यम् । तदङ्गतया तु-अशुभपरिणामकारणतया, વાદાં-:પુર (ધર્મબિંદુ અ.૭ સૂ.૩૦ વગેરે) एवं परिणाम एव शुभो मोक्षकारणमपि । एवं यथा अशुभबन्धे, परिणाम एव शुभः सम्यग्दर्शनादिः मोक्षकारणमपि मुक्तिहेतुरपि किं पुनर्बन्धस्येति अपि शब्दार्थः ॥३४॥