________________
ક્રમથી આવેલને ન છોડવામાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) લોહભા૨ને ઉપાડનાર પુરુષની કથા-૫૯૧
તેથી જેવી રીતે અનુચિત ચેષ્ટા વગેરેથી દેવદત્ત આદિના શરીરમાં ભૂત વગેરેનો વળગાડ જણાય છે, ધજાનું હાલવું આદિથી પવન જણાય છે, તેમ દોડવા-કૂદવાની ક્રિયા વગેરે ચિહ્નથી અને સ્વસંવેદનથી (=સ્વાનુભવથી) આત્મા પણ છે એમ સિદ્ધ થાય છે.
ઇત્યાદિ અતિશય નિપુણ આચાર્યભગવંતની વચનપંક્તિઓ રૂપ પ્રબલપાકથી પ્રદેશી રાજાની મહામોહની ગાંઠ બળી ગઇ. એથી એના આત્મામાંથી અતિશય આનંદના બિંદુઓ ઝરવા લાગ્યા. તેના મનરૂપ પર્વત ઉપર જિનવચનરુચિરૂપ સૂર્યનો સમ્યગ્ ઉદય થયો. એ સૂર્યના પ્રચંડ કિરણોથી સર્વ કુવિકલ્પરૂપ અંધકારનો નાશ થયો. એનું શરીર સદ્ગુરુવચનની કુશળતાથી થયેલ પ્રકૃષ્ટ હર્ષથી ફેલાતા રોમાંચોથી યુક્ત બન્યું. આવા પ્રદેશી રાજાએ પ્રણામ કરીને કહ્યુંઃ હે ભગવન્! આ આપ જે રીતે ઉપદેશ કરો છો તે તે પ્રમાણે જ છે. પણ નાસ્તિકવાદ (પૂર્વજોના) ક્રમથી આવેલો છે. એથી એને અમે કેવી રીતે છોડીએ? પછી ગુરુએ કહ્યું: હે રાજન! આ અલ્પ (=સામાન્ય) જ છે. કારણ કે ક્રમથી આવેલા પણ રોગ અને દરિદ્રતા વગેરે અશુભ પદાર્થો છોડાય જ છે. જો ન છોડવામાં આવે તો લોઢાના ભારને વહન કરનાર પુરુષની જેમ કેવળ હૃદયને બાળનાર પશ્ચાત્તાપ જ થાય છે. રાજાએ પૂછ્યું: હે ભગવન્! લોઢાના ભારને વહન કરનાર આ પુરુષ કોણ છે? આચાર્ય ભગવંતે કહ્યુંઃ તે કહીએ છીએ. લોઢાનો ભારને વહન કરનાર પુરુષ
ચાર પુરુષો ધન મેળવવાને માટે દેશાંતર ગયા. ગરીબ તેમણે ક્યાંક લોઢાની મોટી ખાણ જોઇ. તેથી પોતાના શરીરથી જેટલું લોઢું ઉપાડી શકાય તેટલું લોઢું લઇને આગળ ચાલ્યા. પછી તેમણે ક્યાંક ચાંદીની ખાણ જોઇ. ત્રણ પુરુષોએ લોઢાને છોડીને ચાંદી લીધી. પણ એક તે લોઢાને કોઇપણ રીતે છોડતો નથી. બીજાઓએ લોઢું છોડીને ચાંદી લેવાની પ્રેરણા કરી. તેણે કહ્યું: અહો! તમે અસ્થિર છો. હું તો લાંબા કાળથી ઉપાડેલા આ લોઢાને નહિ છોડું. પછી આગળ ગયા એટલે સોનાની ખાણ મળી. ત્રણ પુરુષોએ ચાંદીને પણ છોડીને સોનું લીધું. ચોથા પુરુષે તેમનો ઉપહાસ (=મજાક) કરતા કહ્યું: અરે! તમે અસ્થિર ચિત્તવાળા છો, સ્વીકારેલું નિશ્ચે મૂકી દેનારા છો. જેથી બીજું બીજું લો છો. હું તો એને છોડતો જ નથી. આગળ ગયેલા તેમને કોઇપણ રીતે રત્નોની ખાણ મળી. (૨૫) તેથી ત્રણ પુરુષોએ સોનું છોડીને ઘણાં રત્નો લીધાં. તે ત્રણેય પુરુષોએ લોઢું ઉપાડનારને કહ્યું: તું અમારું કહેલું કરતો નથી. આટલું ગયું છતાં હજી પણ રત્નોને લે. અન્યથા દરિદ્રતાથી આક્રમણ કરાયેલ તું આગળ ઘણા ખેદને પામીશ. આ પ્રમાણે હિતકર કહેવા છતાં તે બીજાઓનો ઉપહાસ જ કરે છે. પછી ચારેય ત્યાંથી પાછા વળીને પોતાના દેશમાં ગયા. પછી ત્રણ પુરુષોએ કેટલાંક રત્નોને વેચીને મહેલો કરાવ્યા, સુંદર રૂપવતી કન્યાઓને પરણ્યા,