________________
આલોચના દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાંચ પ્રકારનો વ્યવહાર-૫૫૩ कहेहि सव्वं जो वुत्तो, जाणमाणो विगूहइ । न तस्स दिति पच्छित्तं, बिंति अन्नत्थ सोहय ॥ ३५३॥ न संभरइ जो दोसे, सब्भावा न य मायओ । पच्चक्खी साहए ते उ, माइणो उ न साहई ॥ ३५४॥
સઘળા દોષને કહે એમ કેવલજ્ઞાનીથી કહેવાયેલો જે શિષ્ય પોતાના દોષોને જાણવા છતાં માયાવી હોવાના કારણે છુપાવે છે તે માયાવી શિષ્યને કેવલજ્ઞાનીઓ પ્રાયશ્ચિત્ત ન આપે, કિંતુ બીજે ક્યાંક આત્માની શુદ્ધિ કર એમ કહે. જેને માયાથી નહિ, કિંતુ સદ્ભાવથી જ કોઈ દોષો યાદ ન આવે તેને કેવલજ્ઞાની તે દોષોને કહે, માયાવીને તો ન કહે. [૩૫૩-૩૫૪].
આ પ્રમાણે પ્રાસંગિક વર્ણનથી સર્યું. હવે પ્રસ્તુત કહેવાય છે. તેમાં પ્રસ્તુત શ્રુત વગેરે વ્યવહારનું નિરૂપણ કરવા માટે કહે છે__ आयारपगप्पाई, सेसं सव्वं सुयं विणिद्दिटुं ।
देसंतरट्ठियाणं, गूढपयालोयणा आणा ॥ ३५५॥
શેષ નિશીથ વગેરે સઘળાય શ્રતને શ્રુતવ્યવહાર કહેલ છે. જુદા જુદા સ્થાને રહેલાઓની ગૂઢપદોથી થતી આલોચના આજ્ઞા વ્યવહાર છે.
વિશેષાર્થ– નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કન્ધ વગેરે સઘળું ય શ્રત શ્રુતવ્યવહાર છે. ચૌદપૂર્વો વગેરે પણ શ્રત હોવા છતાં અતીન્દ્રિય પદાર્થોમાં વિશિષ્ટજ્ઞાનના હેતુ છે, અર્થાત્ ચૌદપૂર્વો વગેરેથી અતીન્દ્રિય પદાર્થો વિશેષથી જાણી શકાય છે. આથી ચૌદપૂર્વો વગેરે અતિશયવાળા હોવાથી કેવલજ્ઞાન વગેરેની જેમ ચૌદપૂર્વો વગેરેને આગમ તરીકે જ કહેલ છે.
આશાવ્યવહાર- કોઈ શિષ્યને નજીકમાં આલોચનાચાર્યનો યોગ ન થયો. આલોચનાચાર્ય દૂર રહેલા છે. તથા કોઈ કારણથી સ્વયં ત્યાં જવા માટે સમર્થ નથી. કોઇ અગીતાર્થ ત્યાં જાય તેમ છે. તેથી શિષ્ય અપરાધ પદોને આગમભાષાથી ગૂઢ-(=સાંકેતિક) ભાષામાં લખીને અગીતાર્થ દ્વારા આલોચના મોકલે અને ગુરુ પણ તે જ રીતે ગૂઢપદોથી પ્રાયશ્ચિત્ત લખીને મોકલે ત્યારે આ આજ્ઞારૂપ ત્રીજો વ્યવહાર જાણવો. [૩૫૫]
ધારણા વ્યવહારને કહે છે– गीयत्थेणं दिनं, सुद्धिं अवधारिऊण तह चेव । दितस्स धारणा सा, उद्धियपयधरणरूवा वा ॥३५६॥