________________
૪૬૨- ચક્ષુઇદ્રિયના અનિગ્રહમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[લોલાક્ષનું દૃષ્ટાંત ત્રણ લોકને વશ કરવા માટે એક એક પણ સમર્થ છે. તો પછી બધા માટે શું કહેવું? તેથી એમને આ કાર્યમાં (eત્રણ લોકને વશ કરવામાં) આદેશ આપીએ. આ પ્રમાણે નિર્ણય કરીને એમને ત્રણ લોકમાં વિજય મેળવવા માટે રજા આપવામાં આવી. એમના ઉપર (=ઈદ્રિયો ઉપ૨) ભાર મૂકીને તે =મોહરાજા વગેરે) હમણાં સુખમાં રહે છે. કારણ કે એકવડિયો પણ જે ક્રોડો સુભટોના સંઘર્ષમાં જયશ્રી મેળવે છે, તેના પણ માહાભ્યને એકપણ ઇંદ્રિય ક્ષણવારમાં હણી નાખે છે. ઇંદ્ર, નાગેન્દ્ર, ચક્રવર્તી, વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા પણ ઇદ્રિયો વડે રમતથી દાસપણાને કરાવાયા છે. હે રાજન! સર્વ શાસ્ત્રોના પારગામી થઈને જેમણે (સર્વ) વસ્તુઓના પરમાર્થને જાણ્યો છે તેઓ પણ બાળકની જેમ ઇદ્રિયોને વશ થઇને રહે છે. વિશેષ કહેવાથી શું? લોકમાં વિશિષ્ટ લોકથી નિંદાયેલાં સઘળાંય કાર્યોને જે કોઇ કરે છે તે ઇંદ્રિયવશથી જાણ, અર્થાત્ ઇંદ્રિયોને વશ થઈને કરે છે એમ જાણ.
હે રાજન! તમે જે પુરુષ વિષે પૂછો છો તે સ્વયં વિશુદ્ધ આત્મા છે. પણ નિષ્કારણ શત્રુ એવી ચક્ષુઇન્દ્રિયથી પ્રેરાયેલો તે પ્રત્યક્ષવિરુદ્ધ તે અકાર્યમાં તે રીતે પ્રવૃત્ત થયો. (૧૭૫) કેવલી આ પ્રમાણે જેટલામાં કહી રહ્યા છે તેટલામાં સુરસુંદરી તરફ દોડતા લોલાક્ષને સુભટોએ બાંધ્યો. એ કલકલ અવાજથી સંભ્રાન્ત થયેલા રાજાએ લોલાક્ષને જોયો એટલે ઓળખ્યો. ભગવાનની પાસે નિગ્રહ કરવો યોગ્ય નથી એમ વિચારીને રાજાએ તેને છોડાવી દીધો. પછી રાજાએ કેવલીને પૂછ્યું: હે ત્રિભુવનગુરુ! આ શું? આને તેવી રીતે મારી નાખ્યો હોવા છતાં આ કેવી રીતે જીવે છે? અને આપની પાસે પણ આવું અકાર્ય કેમ આચરે છે? કેવલીએ કહ્યું: હે રાજેન્દ્ર! આયુષ્ય નિરુપક્રમ હોય તો ઇદ્ર પણ મારવા સમર્થ ન થાય, બીજું પણ કંઈ મારવા સમર્થ ન થાય. તેથી હે રાજન! તમોએ તેને માર્યો છતાં તે મર્યો નહિ. પછી કેવલીએ રાજાને તેનું બંધન કેવી રીતે તૂટી ગયું વગેરે વૃત્તાંત કહ્યોઃ ચક્ષુઇન્દ્રિયની આધીનતાથી પરવશ થઈને સુરસુંદરીને જોતો તે મારી પાસે પણ આ અકાર્ય આચરે છે, ત્યાં સુધીનું બધું કહ્યું.
- રાજાએ પૂછ્યું: શું તેણે તમારું પણ ધર્મવચન નથી સાંભળ્યું ? ભુવનગુરુએ હા એમ કહ્યું. એટલે રાજાએ પૂછ્યું: શું બહેરાપણાથી નથી સાંભળ્યું? કેવલીએ કહ્યું: હે રાજેન્દ્ર! તેણે બહેરાપણાથી નથી સાંભળ્યું એવું નથી. પણ એનું પાપ ચિકણું અને નિરુપક્રમ છે. હે રાજન! અમારા જેવાના વચન વગેરે કારણોથી સોપક્રમ કર્મો તૂટે છે. તેથી મારા કહેવા છતાં ધર્મ એના કાનમાં પણ ગયો નથી. ચક્ષુઇન્દ્રિયરૂપ ચોર વડે તેનું મન હરણ કરાવે છતે તેણે એ પણ ન જાણ્યું કે અહીં કોણ છે? હું કોણ છું? આમાં શો દોષ છે? ફરી રાજાએ પૂછ્યું : હે મુનિનાથ! ચક્ષુનો વ્યાપાર તો વિશિષ્ટ જોવા લાયકમાં છે. તો પછી આ સુરસુંદરીના સ્પર્શમાં લુબ્ધ થઈને કેમ દોડે છે? કેવલીએ કહ્યું: હે રાજન્! આ પાપી ઇન્દ્રિયો પરસ્પર મળેલી છે. જેથી એક ઇંદ્રિય જે વસ્તુમાં હઠ કરે, પછી મનરૂપ વાનરબાળકની સાથે સંબંધવાળી પ્રાયઃ