________________
પરંપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરતીર્થિકોનું કથન-૬૭૫ ચિંતા કર. કારણ કે આત્મા હજીપણ ભવદુઃખોને વશ બનેલો છે. તેથી આ ભવદુઃખોથી મારો આત્મા કેવી રીતે છૂટશે એની જ ચિંતા કર. પરની ચિંતાથી શું? [૪૫૪]
પરદોષને ગ્રહણ કરવામાં ધનની પ્રાપ્તિનો અભાવ અને અનર્થનો લાભ એ બે દોષોને જ બતાવતા ગ્રંથકાર કહે છે
परदोसे जंपतो, न लहइ अत्थं जसं न पावेइ । सुयणंपि कुणइ सत्तुं, बंधइ कम्मं महाघोरं ॥ ४५५॥
પરદોષોને બોલતો જીવ ધનને અને યશને પ્રાપ્ત કરતો નથી, સજ્જનને પણ શત્રુ કરે છે, મહાભયંકર કર્મ બાંધે છે. [૪૫૫]
ગુણસંપન્નના જ દોષોને ગ્રહણ ન કરવા, પણ ગુણરહિતના દોષો ગ્રહણ કરવામાં શો દોષ છે? કારણ કે તેમાં સાચે જ દોષો રહેલા છે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
समयम्मि निग्गुणेसुवि भणिया मज्झत्थभावया चेव । परदोसग्गहणं पुण, भणियं अन्नेहिवि विरुद्धं ॥ ४५६॥
શાસ્ત્રમાં ગુણરહિત જીવોમાં પણ મધ્યસ્થભાવના જ કહી છે. પરદોષોના ગ્રહણને (=પરદોષોને જોવા-સાંભળવા-બોલવા વગેરેને) પરતીર્થિકોએ પણ વિરુદ્ધ કહ્યું છે.
વિશેષાર્થ– શાસ્ત્રમાં ગુણરહિત જીવોમાં પણ મધ્યસ્થભાવના જ કહી છે. કારણ કે-“સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યચ્ય (=ઉપેક્ષા)ભાવ રાખવો જોઇએ.” (તત્ત્વાર્થ. ૭-૬) આવું વચન છે.
પરદોષોના ગ્રહણને તો કેવળ શાસ્ત્રમાં જ નહિ, કિંતુ પરતીર્થિકોએ પણ વિરુદ્ધ જ કહ્યું છે. [૪૫૬]
પરતીર્થિકોએ જે કહ્યું છે તેને જ કહે છે लोओ परस्स दोसे, हत्थाहत्थिं गुणे य गिण्हंतो । अप्पाणमप्पणच्चिय, कुणइ सदोसं च सगुणं च ॥ ४५७॥
પોતાની મેળે જ પરના દોષોને અને પરના ગુણોને ગ્રહણ કરતો લોક પોતાને પોતાનાથી જ દોષયુક્ત અને ગુણયુક્ત કરે છે.