________________
પ૩૬-ગુરુકુલવાસ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સારણાદિ ન દેખાય તો શું કરવું? જાય છે ત્યારે તેણે રાજપુરુષોને કહ્યું: તમે પ્રસન્ન થઈને એકવાર મારી માતા સાથે મારો મેળાપ કરી આપો. રાજપુરુષોએ તેની માગણીનો સ્વીકાર કર્યો. માતાને તેની પાસે લઈ આવ્યા. માતા જ્યારે નજીક આવી ત્યારે તેણે જલદી છૂરીથી માતાના સ્તનોને છેદી નાખ્યા. હાહારવથી મુખર બનેલો સઘળો લોક તેને આમ કરવાનું કારણ પૂછે છે. તે કહે છે કે આટલા બધા અનર્થોનું કારણ આ મારી માતા છે. જો તેણે મને બાળપણમાં નાની ચોરીઓથી અટકાવ્યો હોત તો હું આ પ્રમાણે મોટી ચોરીઓમાં પ્રવૃત્તિ ન કરત. લોકોના મનમાં આ આ પ્રમાણે જ છે એમ ઠસી ગયું.
એ પ્રમાણે સદા શિષ્યોના-અકાર્યના પ્રસંગને નહિ રોકતો ગુરુ પણ પોતાનો અને શિષ્યોનો નાશ કરે છે. [૩૩૩-૩૩૪]
તો જે ગચ્છમાં સારણા વગેરે ન દેખાય તે ગચ્છમાં મુમુક્ષુએ શું કરવું જોઈએ તે કહે છે–
जहिं नत्थि सारण वारणा व चोयण पडिचोयणा व गच्छंमि । सो अ अगच्छो गच्छो, संजमकामीहिं मोत्तव्वो ॥ ३३५॥
જે ગચ્છમાં સારણા-વારણા-ચોયણા-પડિચોયણા નથી તે ગચ્છ (પરમાર્થથી) ગચ્છ નથી. સંયમના અર્થીઓએ તે ગચ્છનો ત્યાગ કરવો જોઇએ.
વિશેષાર્થ- સારણા ભૂલાયેલા કાર્યને યાદ કરાવવું. વારણા=અકાર્યમાં પ્રવૃત્ત શિષ્યને નિષેધ કરવો=અકાર્યથી રોકવો. ચોયણા=જે કાર્ય જે રીતે કરવું જોઇએ તે કાર્ય તે રીતે ન કરતાં બીજી રીતે કરતા શિષ્યને તે કાર્યમાં સમ્યક્ પ્રવર્તાવવો, અર્થાત્ તે કાર્ય જે રીતે કરવું જોઈએ તે રીતે કરવામાં પ્રવર્તાવવો. પડિચોયણા=અશુભ કાર્યથી રોકવા છતાં ફરી ફરી તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરતા શિષ્યને નિષ્ફરવચનો કહીને (અશુભ કાર્યથી નિવૃત્ત થવાની) પ્રેરણા કરવી.
- જે ગચ્છમાં આ સારણા વગેરે ન હોય તે ગચ્છ ગચ્છનું કાર્ય ન કરવાથી પરમાર્થથી ગચ્છ જ નથી. તેથી સંયમના અભિલાષીએ તે ગચ્છનો ત્યાગ કરવો, અને જ્યાં સારણા વગેરે હોય તે જ ગચ્છનો આશ્રય કરવો. [૩૩૫.
આ પ્રમાણે હોવાથી શું કરવું જોઇએ તે કહે છેअणभियोगेण तम्हा, अभियोगेणं विणीय इयरे य । जच्चियरतुरंगा इव, वारेयव्वा अकजेसु ॥ ३३६॥