________________
૭૦૬-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અનશનનો વિધિ પરીક્ષા કરવી જોઇએ કે આ સ્વપ્રતિજ્ઞાના નિર્વાહનું કારણ એવા ઇંદ્રિયજય આદિ ગુણોથી યુક્ત છે કે નહિ? આગંતુકે પણ તે સાધુઓની પરીક્ષા કરવી જોઈએ કે આ સાધુઓને જિનવચન પરિણમ્યું છે કે નહિ? તે આ પ્રમાણે
અનશન કરવાની ઇચ્છાવાળો સાધુ આવીને તુરત જ તેમને કહે કે, કલમી ડાંગરનો ભાત અને દૂધ વગેરે અમુક અમુક વસ્તુ મારા ભોજન માટે તમે લઈ આવો. તેથી અહો! જિતેન્દ્રિય આ સાધુ અનશન માટે આવેલો છે ઇત્યાદિ ઉલ્લંઠ વચનો કહીને જો તે સાધુઓ હસે કે ગુસ્સે થાય તો, આ સાધુઓને જિનવચન પરિણમ્યું નથી, એથી મને સમાધિ ઉત્પન્ન કરનારા નહિ થાય એમ જાણીને તેમનો ત્યાગ કરવો. હવે જો “અમે ઈચ્છીએ છીએ” એમ કહીને તેનો સ્વીકાર કરે તો જિનવચન પરિણમ્યું હોવાથી તેમનો સ્વીકાર કરવો.
કલમી ચોખાના ભાત વગેરે લઈ આવે ત્યારે “અહો! આ સુંદર છે, હું ભોજન કરું” આ પ્રમાણે આસક્તિપૂર્વક ભોજન કરવાનું શરૂ કરે તો “તું જ્યારે આહારમાં આસક્તિનો ત્યાગ કરીશ ત્યારે અનશનને યોગ્ય થઇશ” ઇત્યાદિ કહીને સાધુઓએ પણ જિતેન્દ્રિય ન હોવાથી આગંતુકનો ત્યાગ કરવો. હવે જો તે “પૂર્વે ગ્રહણ કરેલા આહારોથી હું તુપ્ત થયો નથી, તો હમણાં આ તુચ્છ આહારમાત્રથી શું તૃપ્તિને પામીશ? તેથી જો કે મેં કોઇપણ રીતે આ આહાર મંગાવ્યો છે તો પણ નહિ વાપરું” ઇત્યાદિ કહે તો યોગ્ય હોવાથી તેનો સ્વીકાર કરવો.
આચાર્યે પણ આગંતુક “શરીરને કૃશ કર્યું છે' એમ પ્રત્યક્ષ દેખાતો હોવા છતાં પરીક્ષા માટે આ પ્રમાણે તેને કહેવું- “હે દેવાનુપ્રિય! તેં સંખના સમ્યક્ કરી છે કે નહિ?” તેથી જો ગુસ્સાથી આંગળીને વાળીને કહે કે, “હે આચાર્ય! જુઓ, હમણાં આ શરીરમાં માંસ-લોહી વગેરે કંઈક = બહુ જ અલ્પ દેખાય છે. અંત! આવા શરીરવાળા પણ મને મેં સંખના કરી છે એમ જાણતા નથી? જેથી આ પ્રમાણે પૂછો છો? તેથી આચાર્ય તેને કહે કે, બીજાથી શું? ભાવસંલેખના જ કરવી જોઈએ. તે સંલેખના તે હજી પણ કરી નથી. કેમ કે પરમશત્રુ એવા ક્રોધની આ પ્રમાણે સંલેખના કરી નથી. ઇત્યાદિ કહેવાયેલો તે જો દોષના સ્વીકારપૂર્વક સમ્યક્ મિચ્છા મિ દુક્કડે આપીને ખમાવે તો તેનો સ્વીકાર કરવો. બીજાઓએ પરીક્ષા કરવી એ દ્વાર પૂર્ણ થયું.
૧૨. આલોચના અનશન સ્વીકારવાના સમયે દીક્ષા ગ્રહણથી આરંભી અહીં સુધીની આલોચના વિશેષથી સમ્યક્ કરવી જોઈએ. આલોચના કર્યો છતે જે ગુણો થાય, આલોચના ન કરવામાં જે દોષો થાય, આલોચના લેવાનો વિધિ વગેરે બધું પૂર્વે આલોચના દ્વારમાં કહેલું જાણવું.
૧૩. પ્રશસ્ત સ્થાન– પ્રશસ્ત સ્થાનમાં અનશનનો વિધિ કરાવવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જ્યાં નજીકમાં ગીત-નૃત્ય વગેરે ન થતાં હોય, જ્યાં કલાલ, ઘાંચી, ધોબી, ઝિંપક