________________
અનેષણીયના ત્યાગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મરુચિ મુનિનું દૃષ્ણત-૩૯૧ ગયા. પછી બધાય મુનિઓને ભૂખ-તરસથી પીડાયેલા જાણીને દેવ સઘળા માર્ગમાં અતિ મોટાં વૃક્ષો અને પવન વિદુર્વે છે, તથા ઠેકઠેકાણે ગોકુલોને વિદુર્વે છે. આને નહિ જાણતા મુનિઓ પણ ગોકુળોમાંથી છાશ વગેરે લે છે. મુનિઓ સુખપૂર્વક જંગલને ઓળંગીને દેશમાં (=વસતિવાળા પ્રદેશમાં) આવ્યા ત્યારે તે દેવ હું દેવ થયો છું ઇત્યાદિ જણાવવા માટે નજીકના ગોકુળમાં એક સંથારાનો વિંટિયો (=વિંટેલું) ભૂલાવી દીધો. તેથી એક સાધુ ત્યાં ગયો તો એક વિંટિયાને જુએ છે, (રપ) પણ ગોકુલ ન જોયું. આથી સાધુઓએ જાણ્યું કે દેવસાંનિધ્ય હતું. સાધુએ મિચ્છા મિ દુક્કડે કર્યું ત્યારે દેવ પ્રગટ થઈને એક પિતામુનિને છોડીને અન્ય સાધુઓને ભક્તિથી વંદન કરે છે. તૃષાથી પીડાયેલા બાલમુનિના મરણનો વૃત્તાંત કહ્યો. તેથી સાધુઓએ પૂછ્યું: જો એમ છે તો પિતા-મુનિને કેમ વંદન કરતો નથી. દેવે કહ્યું અહિતકર ઉપદેશ આપતા તેમણે મને સંસારમાં નાખ્યો. પણ ભવિતવ્યતાથી હું કોઈ પણ રીતે છૂટી ગયો. પણ જો હું પાણી પીત તો મને આવી ઋદ્ધિ કેવી રીતે હોત? તેના પિતાએ કહ્યું: હે મહાયશસ્વી! સારું કહ્યું. પણ સ્નેહથી મૂઢ હૃદયવાળા મેં આ ઉપદેશ આપ્યો તેની મને ક્ષમા કર. દેવે કહ્યું: જીવોની અકાર્યોમાં પ્રવૃત્તિ અનાદિકાળથી નિર્મિત જ છે. તેથી પરમાર્થને જાણનારાઓ કાર્યનો જ ઉપદેશ આપે છે. આ પ્રમાણે જણાવવા માટે મેં આપને વંદન ન કર્યું. તેથી હે પિતાજી! મને ક્ષમા કરો. આ પ્રમાણે કહીને નમીને દેવ ગયો. આ પ્રમાણે આપત્તિમાં પણ બીજા સાધુએ સાધુજીવનમાં અપ્રાસુક ન ગ્રહણ કરવું જોઈએ.
આ પ્રમાણે ધનશર્મનું કથાનક પૂર્ણ થયું. હવે અષણીયના ત્યાગમાં ધર્મરુચિ મુનિનું દૃષ્ટાંત કહેવાય છે
ધર્મરુચિ મુનિનું દૃષ્ટાંત કોઈ ગચ્છમાં તપથી કાયાને સુકવી નાખનારા, ગુણરૂપરત્નોના સમુદ્ર, નામથી અને ગુણથી પણ ધર્મરુચિ અણગાર હતા. તે સતત અઠ્ઠમ તપમાં અભિગ્રહ લઈને ઉનાળામાં આતાપના લે છે. ક્યારેક ઘોર ઉપસર્ગોને સહન કરે છે. હવે એક દિવસ અન્યગામમાં જવા માટે ચાલ્યા. અરણ્યમાં ભૂખ-તરસથી અતિશય દુઃખી થયા, યાવત્ કંઠે પ્રાણ આવી ગયા. તેથી નજીકમાં રહેલા દેવે કોંકણ દેશના મનુષ્યના જેવી આકૃતિવાળા બે મનુષ્યો વિકુળં. અને તેઓ વૃક્ષની પાસે રહે છે. એક માણસના હાથમાં સુગંધી અને શીતલ કાંજીથી ભરેલું તુંબડું છે. તે બીજા માણસને કહે છે. આ કાંજી પી. તે કહે છે: હું તરસ્યો નથી થયો. તેથી તુંબડાવાળો મનુષ્ય કહે છે. આને કોણ લેશે? જો ગ્રહણ કરે તો આ મુનિને આપું. બીજો કહે છેઃ તને જે રુચે તે કર. સાધુને આપ અથવા ફેંકી દે. પછી તુંબડાવાળો મનુષ્ય મુનિને કહે છે કે જો તમને રુચે છે તો ગ્રહણ કરો નહિ તો ઉ. ૨ ભા.૨
=