________________
નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ત્રિદંડી-શિવકુમારુનું દૃષ્ટાંત-૬૪૭ તેને ઘણું કહ્યું. તો પણ તે ધર્મને સ્વીકારતો નથી. હવે એકવાર પિતાએ તેને કહ્યું: હે વત્સ! આ મંત્ર મહાપ્રભાવવંત છે. તેથી તું ગ્રહણ કર, હું આપું છું. આ મંત્ર સ્મરણ કરવા માત્રથી ભયસ્થાનોને દૂર કરે છે. લોભથી તેણે પિતાની પાસેથી નમસ્કાર ( નવકાર) મંત્ર લીધો. ત્યારબાદ ક્રમે કરીને પિતાનું મૃત્યુ થતાં તે તે જ પ્રમાણે ભટકે છે. વ્યસનથી હણાયેલો તે ધનસમૂહ પણ કોઇપણ રીતે પૂરું કરી શકતો નથી. તેના ઘરની પાસે એક પરિવ્રાજક રહેલો છે. તેથી પરિવ્રાજકે શ્રાવકપુત્રને કહ્યું કે, જ્યાંથી અનાથ અને અખંડ મૃતકને શોધીને મને કહે. જેથી હું તને ખૂટે નહિ તેટલું ધન ક=આપું. શોધ કરતો લોભી તે શ્મશાનમાં લટકાવેલા ચોરને (=ચોરના મડદાને) જુએ છે. પછી તેણે ત્રિદંડીને કહ્યું. રાતે (મડદાને લઈને) ત્રિદંડીની સાથે ક્યાંક ગયો. તે મૃતકને ભૂમિમાં મૂકીને તેના હાથમાં તલવાર મૂકી. શ્રાવકપુત્રને શબના પગના તળિયામાં તેલ ઘસવાનું કામ સોંપીને ત્રિદંડી મંડલમાં બેસીને પોતાની વિદ્યાનો જાપ જપે છે. શ્રાવકપુત્ર ભય પામીને નવકારનું ચિંતન કરવા લાગ્યો. વિદ્યાનો જાપ પૂર્ણ થતાં શબ તલવાર લઈને ઊભું થાય છે. નવકારના પ્રભાવથી શબ શ્રાવકપુત્રનું કંઈપણ અનિષ્ટ કરવા સમર્થ બનતું નથી. શબ પાછું નીચે પડી ગયું. પછી ત્રિદંડી ફરીથી પૂર્વથી અધિક વિદ્યાનો જાપ જપે છે. ભય પામેલો શ્રાવકપુત્ર આદરથી નમસ્કારનું ચિંતન કરે છે. શબ બીજીવાર પણ ઊઠીને નીચે પડી ગયું. શંકિત બનેલા ત્રિદંડીએ શ્રાવકપુત્રને પૂછ્યું: શું તું પણ વિદ્યા-મંત્ર વગેરે કંઇપણ જાણે છે. શ્રાવકપુત્રે કહ્યું: હું કંઇપણ જાણતો નથી. શ્રાવકપુત્રે આમ કહ્યું એટલે ત્રિદંડીએ અધિક જાપ શરૂ કર્યો. મડદું ત્રીજીવાર ઊઠે છે. નવકારના પ્રભાવથી વેતાલ શ્રાવકપુત્રનું કંઈપણ અનિષ્ટ કરવા સમર્થ બનતો નથી. આથી કુપિત થયેલા તેણે તલવારથી ત્રિદંડીના બે ટુકડા કરી નાખ્યા. વેતાલનું તે શરીર જલદી સુવર્ણમય બની ગયું. હર્ષ પામેલો શ્રાવકપુત્ર સુવર્ણમય શરીરને ઘરે લઈ ગયો. ત્યારથી શ્રાવકપુત્ર સુવર્ણમય શરીરની પ્રાપ્તિ થવાના કારણે અતિશય મહાન ધનવાન થઇ ગયો. નવકારના પ્રભાવથી પોતે મહા આપત્તિને ઓળંગી ગયો અને વૈભવની પ્રાપ્તિ થઈ એમ જાણીને ત્યારથી તેના મનમાં જિનેન્દ્ર કહેલો ધર્મ ભાવથી પરિણમ્યો. હવે તે જિનપૂજા કરે છે અને મુનિગણને વિવિધ દાનો આપે છે. સદાય ભાવથી વિધિપૂર્વક નમસ્કારની આરાધના કરે છે. આ પ્રમાણે જિને કહેલો નમસ્કાર આ લોકમાં પણ મહા આપત્તિઓનું પણ નિવારણ કરે છે, તથા વાંછિત સુખોનું કારણ બને છે.
આ પ્રમાણે ત્રિદંડ(શિવકુમાર)નું દષ્ટાંત પૂર્ણ થયું. મૂળગાથામાં રહેલા સä શબ્દનો દેવતાનું સાંનિધ્ય એવો અર્થ છે. નવકારના પ્રભાવથી દેવતાનું સાંનિધ્ય પણ થાય છે. તે આ પ્રમાણે ઉ. ૧૮ ભા.૨