________________
૪૪૬-ઇંદ્રિયજય દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[ઇંદ્રિયના પ્રકારો કરણજયદ્વાર હવે “કરણજયરૂપ પ્રતિકારને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પૂર્વદ્વારની સાથે સંબંધવાળી ગાથાને કહે છે
अजिइंदिएहिं चरणं, कटुं व घुणेहिं कीरइ असारं । तो चरणत्थीहिं दढं, जइयव्वं इंदियजयम्मि ॥ २५६॥
જેવી રીતે ધુણ કીડાઓ કાષ્ઠને અસાર કરે છે, તેવી રીતે ઈદ્રિયજયથી રહિત સાધુઓ ચારિત્રને અસાર કરે છે. માટે ચારિત્રના અર્થીઓએ ઇંદ્રિયજય કરવામાં દૃઢ પ્રયત્ન કરવો જોઈએ.
વિશેષાર્થ– જેવી રીતે કાષ્ઠમાં સારભૂતનું ભક્ષણ કરતા ઘુણ કીડાથી કાષ્ઠ અસાર થાય છે, તે રીતે ઇદ્રિયજયથી રહિત સાધુ પણ કષ્ટ અનુષ્ઠાન કરતો હોય તો પણ રસનેન્દ્રિય આદિની લોલુપતા નિવૃત્ત ન થવાના કારણે મધુર આહાર આદિ સારવસ્તુના ઉપભોગમાં તત્પર રહે, એથી તેનું ચારિત્ર અસાર અંદરથી તત્ત્વશૂન્ય થાય છે. તેથી ચારિત્રના અર્થીઓએ સાર એવા ઇદ્રિયજયમાં અતિશય પ્રયત્ન કરવો જોઈએ. [૨૫૬]
હવે પ્રસ્તુત દ્વારમાં જે અર્થો કહેવાશે તે અર્થોની સંગ્રહ ગાથાને કહે છેभेओ सामित्तं चिय, संठाण पमाण तह य विसओ य । इंदियगिद्धाण तहा, होइ विवागो य भणियव्वो ॥ २५७॥
ભેદ, સ્વામિત્વ, સંસ્થાન, પ્રમાણ, વિષય, અને ઇંદ્રિયગૃદ્ધ જીવોનો વિપાક કહેવો, અર્થાત્ આટલા વિષયો પ્રસ્તુત દ્વારમાં કહેવા. વિશેષાર્થ
ભેદ– ઇંદ્રિયોનો યથાસંભવ ભેદ કહેવો. સ્વામિત્વ- કયા જીવોને કેટલી ઇંદ્રિયો હોય છે એવા સ્વરૂપવાળું સ્વામિત્વ કહેવું. સંસ્થાન- કદંબપુષ્પ-ગોલક વગેરે આકાર કહેવો. પ્રમાણ- ઇંદ્રિયોનું અંગુલનો અસંખ્યાતમો ભાગ વગેરે પ્રમાણ કહેવું. વિષય- બારયોજન વગેરે વિષય કહેવો.
વિપાક- ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા જીવોનો આ લોકમાં દુઃખ વગેરે વિપાક કહેવો. [૨૫૭]
તેમાં પાંચ પ્રકારરૂપ ભેદને કહે છેपंचेव इंदियाई, लोयपसिद्धाइं सोयमाईणि । दव्विंदियभाविंदियभेयविभिन्नं पुणेक्केकं ॥ २५८॥