________________
એકપદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત-૭૧૭ જીવો કાર્યોને બીજી જ રીતે વિચારે છે, પણ ત્રણ ભુવનમાં બલવાન ભાગ્ય તે કાર્યોને બીજી જ રીતે કરે છે. પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ જ જીવોની સંપત્તિ-વિપત્તિને વિચારે છે. પણ જીવોએ કરેલી ચિંતા નિષ્ફળ અને દુઃખરૂપ ફલને આપનારી થાય છે. જ્યારે જ્યાં જે થશે અને અનંત કેવળીઓએ જે તે પ્રમાણે જોયું છે. તેને અન્યથા કરવા માટે ઇદ્રપણ પ્રયત્ન કરવા છતાં સમર્થ બનતો નથી. જ્યારે જ્યાં જે નહિ થાય અને અનંત કેવળીઓએ જે તે પ્રમાણે જોયું છે, તેને કરવા માટે દેવોનો પણ પ્રયત્ન નિષ્ફલ છે. તેથી જે જે પ્રમાણે થશે કે નહિ? તે પ્રમાણે જ સમ્યક પ્રવર્તતી સામગ્રીને (=કારણસમૂહને) રોકવા ત્રણ ભુવન પણ સમર્થ નથી. કારણ કે તે બુદ્ધિ, અને તે મતિ પ્રાપ્ત થાય છે, તે ભાવના થાય છે, સહાયકો તેવા જ પ્રાપ્ત થાય છે, કે જેવી ભવિતવ્યતા હોય. ઇત્યાદિ.
પછી વિશ્વભર રાજાએ કહ્યું હે ભગવન્! જો એમ છે તો આપ પૂજ્યપાદ પ્રસન્ન થાઓ. આ વિષે પણ કંઇક પૂછીએ છીએ. આપ પૂજ્યના અભિપ્રાયથી તો રોગી ચિકિત્સા નહિ કરાવે, ભૂખ્યો થયેલો ભોજન માટે ઉદ્યમ નહિ કરે, આજીવિકાથી પીડાયેલો આજીવિકા માટે પ્રયત્ન નહિ કરે, મોક્ષનો અર્થી મોક્ષ માટે અનુષ્ઠાન નહિ કરે. તેથી કેવળીએ કહ્યું : ભલે ન કરે. રોકનાર કોણ છે? ફક્ત જે સમયે તેમના તે ઇચ્છિતની સિદ્ધિ થવાની જ છે એમ કેવળીઓ જુએ છે ત્યારે તે વિષે તેમની ઇચ્છા ન હોય તો પણ તેમની તે ઉપાયમાં બળાત્કારથી કોઇપણ રીતે પ્રવૃત્તિ થશે જ. તે આ પ્રમાણે- કોઈ સાધુઓએ કેવળીને પૂછ્યું કે અમે આ ભવમાં સિદ્ધ થઇશું કે નહિ? જ્ઞાનીએ કહ્યું: તમે સિદ્ધ થશો. તેથી તેઓએ વિચાર્યું. અહો! કેવળીનું વચન અન્યથા ન થાય. આથી આપણે કોઇપણ રીતે સિદ્ધ થઇશું. આ કષ્ટકારી ક્રિયાથી સર્યું! શા માટે ભોગોથી આત્માને છેતરીએ? આ પ્રમાણે વિચારીને તેમણે વ્રતનો ત્યાગ કર્યો અને ગૃહવાસનો સ્વીકાર કર્યો. શંકા વિના ભોગોને ભોગવે છે. સમય જતાં એકવાર તેમણે વિચાર્યું કે, આપણે સારું ન કર્યું! કારણ કે મોક્ષની પ્રાપ્તિ થાય કે ન થાય આવી ચિંતાથી શું? પુરુષે પોતાના અહિતનો ત્યાગ કરવો જોઇએ. ગૃહવાસ અહિત છે (=અહિતકર છે.) કારણ કે ગૃહવાસ આ લોકમાં પણ આજીવિકાની તકલીફ અને ચિંતા વગેરેથી ઉત્પન્ન કરાયેલા દુઃખસૂમનું કારણ છે. જિનવચન પ્રમાણે કરેલું અનુષ્ઠાન હિત છે=હિતકર છે. કારણ કે આ લોકમાં પણ નિશ્ચિતપણું અને વિશ્વવંદનીયપણું વગેરે ગુણોની પરંપરાનું કારણે છે. ઇત્યાદિ વિચારીને ફરી પણ વ્રત લીધું. અધિક ઉગ્ર અનુષ્ઠાન (આચરણ) કર્યું. તેથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને બધાય મોક્ષમાં ગયા.
१. नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखम्, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव ।
ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरसः प्रेत्यनाकाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तिदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥