________________
પ્રેમના વિપાકમાં]
તેમાં ચૂલની કથા આ પ્રમાણે છે—
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચૂલનીની કથા-૫૭૯
ફૂલનીની કથા
સાકેતપુરમાં ચંદ્રાવતંસકરાજાના પુત્ર મુનિચંદ્રે દીક્ષા લીધી. પછી તેમણે અટવીમાં ગોવાળના ચાર બાળકોને પ્રતિબોધીને દીક્ષા આપી. તે ચારમાં બે સાધુઓ જિનધર્મની જુગુપ્સાથી ચારિત્રની વિરાધના કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને દશાર્ણપુરમાં દાસ થયા. સર્પથી દંશાયેલા તે બંને ત્યાંથી મરીને કાલિંજરપર્વતમાં હરણ થયા. ત્યારબાદ ગંગાના કિનારે હંસ થયા. ત્યારબાદ વાણારસીમાં ચિત્ર અને સંભૂત નામના ચંડાલપુત્ર થયા. ત્યાં ચારિત્ર લીધું.) તેમાં સંભૂત મુનિએ નિયાણું કર્યું. ચિત્રમુનિએ નિરતિચાર ચારિત્ર પાળ્યું. બંનેય સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ચિત્રનો જીવ પુરિમતાલ નગરમાં શ્રેષ્ઠિપુત્ર તરીકે ઉત્પન્ન થયો. સંભૂતનો જીવ પંચાલદેશમાં કાંપિલ્યનગરમાં બ્રહ્મરાજાની રાણી ચૂલનીનો બ્રહ્મદત્ત નામનો પુત્ર થયો. બ્રહ્મદત્ત હજી બાળક હતો ત્યારે મૃત્યુ પામતા એવા બ્રહ્મરાજાએ કાશીદેશનો રાજા કાક, ગજપુરનો રાજા કણેરુદત્ત, કોશલા નગરીનો રાજા દીર્ઘ અને ચંપાપુરીનો અધિપતિ પુષ્પસૂલ એ ચાર સ્વમિત્રોને તમારે જ આ બાળક પાસે રાજ્ય કરાવવું એમ કહીને બ્રહ્મદત્તનું સમર્પણ કર્યું. તેમાં દીર્ઘરાજાની સાથે ચૂલની અતિશય આસક્ત બની. દીર્ઘરાજાની પ્રત્યે થયેલા અનુરાગના કારણે ફૂલનીનું મન મૂઢ બની ગયું. આથી નવા પરણેલા પોતાના પુત્ર બ્રહ્મદત્તને પત્ની સહિત લાક્ષાના ઘરમાં રાખીને ચારેબાજુથી અગ્નિ સળગાવ્યો. પણ મંત્રી ધનુએ યોજેલા ઉપાયથી બ્રહ્મદત્ત વરધનુની સાથે નિકળીને દેશાંતરોમાં ભમવા લાગ્યો. તે દેશોમાં તે બ્રાહ્મણ, વણિક, રાજા અને વિદ્યાધરની ઘણી પુત્રીઓને ઘણા ઉપાયપૂર્વક પરણ્યો.
ક્રમે કરીને શત્રુ એવા દીર્ઘરાજાને હણીને અને ભરતક્ષેત્રને સાધીને ચક્રવર્તિપદ પ્રાપ્ત કર્યું. પૂર્વભવના ભાઇ ચિત્રે દીક્ષા લઇને વિવિધ વચનો કહેવા વડે પ્રતિબોધ પમાડવાનો પ્રયત્ન કરવા છતાં તે કોઇપણ રીતે પ્રતિબોધ ન પામ્યો. અંતસમયે તેના પુણ્યોદયનો ક્ષય થયો. અતિશય ગુસ્સે થયેલા માત્ર એક બ્રાહ્મણે પશુપાલને બ્રહ્મદત્તચક્રવર્તીના નેત્રોને ખેંચવાની (ફોડી નાખવાની) પ્રેરણા કરી. આથી પશુપાલે (કાંકરા ફેંકીને) બ્રહ્મદત્તના નેત્રોને ખેંચી લીધાં. (=ફોડી નાખ્યાં.) રૌદ્રધ્યાનને પામેલો તે મરીને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ના૨ક થયો. આ બધું (વિસ્તારથી) ચિત્રભૂતીય અધ્યયનની ટીકા વગેરેમાંથી જાણી લેવું. અહીં તો અતિપ્રસિદ્ધ હોવાથી વિસ્તારથી લખ્યું નથી.
આ પ્રમાણે ફૂલનીની કથા પૂર્ણ થઈ.