________________
ઉપદેશમાલા (પુષ્પમાલા)
૭૧૬-એકપદશ્રવણથી મોક્ષ વિષે] [સમરરાજાનું દૃષ્ટાંત આવી. ત્યાંથી પણ ફરી નરકપુરમાં લઇ ગઇ. ફરી તે જ પ્રમાણે પંચાક્ષ પશુ નગ૨માં તેને લઇ આવી. આ પ્રમાણે ઘણીવાર ગમનાગમન પછી ફરી પણ તેને એકાક્ષનગરમાં લઇ ગઇ. ત્યાં પૂર્વોક્ત ક્રમથી તેને ભમાવ્યો. એ પ્રમાણે વિકલાક્ષ પુરમાં અને પંચાક્ષપશુ પુરમાં પણ ભમાવ્યો. પછી ફરી પણ ક્યારેક નરકપુર આદિમાં તેને ભમાવ્યો.
આ પ્રમાણે ભમાવતી તે એના જ કોઇક તેવા પ્રકારના સચરણોથી ખુશ થઇને તેને પુણ્યોદય સહાયક આપ્યો. ક્યાંક રાજ્ય પ્રાપ્ત કરાવ્યું. ક્યાંક સામંતપદ પ્રાપ્ત કરાવ્યું. ક્યાંક માંડલિક રાજાની વિભૂતિ પ્રાપ્ત કરાવી. ક્યાંક મંત્રીપદ, ક્યાંક પુરોહિતપદ, ક્યારેક શ્રેષ્ઠિપદ, ક્યાંક સામાન્યથી શ્રીમંતપણું, ક્યારેક ચક્રવર્તીપણું પ્રાપ્ત કરાવ્યું. ચક્રવર્તીપણામાં પણ ક્યારેક ઉત્કૃષ્ટ રૂપ, સંપત્તિ, ક્યારેક લાવણ્યરૂપ લક્ષ્મી, ક્યાંક સૌભાગ્યલક્ષ્મી, ક્યાંક ઉત્કૃષ્ટ આદેયવાક્યપણું, ક્યાંક અદ્ભુત પાંડિત્ય, ક્યાંક વિવિધ પાખંડનો (=અસત્ય ધર્મનો) સ્વીકા૨ ક૨વા વડે સર્વનું પૂજ્યપણું, ક્યાંક આકાશગમન આદિ અનેક લબ્ધિઓ, ઇત્યાદિ પ્રાપ્ત કરાવ્યું. મોહરાજાના સૈનિકોના ઉપદેશથી તેણે કરેલા તે તે તેવા પ્રકારના અસ ્ આચરણોથી કુપિત થયેલી સ્વપત્નીએ એને જ ક્યાંક ચંડાલનો ભવ, ક્યાંક ચમારનો ભવ, ક્યાંક માચ્છીમારનો ભવ, ક્યાંક ધોબીનો ભવ, ક્યાંક લુહારનો ભવ, ક્યાંક દરિદ્રતા, ચાંક દીનતા, ક્યાંક દાસપણું, ક્યાંક સેવકપણું પ્રાપ્ત કરાવ્યું. તેમાં પણ ક્યાંક અતિશય કુરૂપ, ક્યાંક દૌર્ભાગ્ય, ક્યાંક અનાદેયપણું, ક્યાંક રોગ, ક્યાંક ક્ષીણતા, ક્યાંક સર્વસામર્થ્ય પમાડ્યું. આ પ્રમાણે વિવિધ સ્વરૂપોથી નચાવતી ભવિતવ્યતાએ તેને અનંતકાલ સુધી ભમાવ્યો.
અનંતકાળ પછી હમણાં કોઇપણ રીતે તેના જ કોઇક બલવાન સચરણોથી પ્રસન્ન થયેલી ભવિતવ્યતા અતિશય પુષ્ટ પુણ્યોદયને સહાયક તરીકે આપીને તેને સાકેતપુર નગરમાં લઇ આવી. ત્યાં વિશ્વભર રાજાની પત્નીની કુક્ષિમાં તેને નાખ્યો. જન્મ થયા પછી મોટો થતાં તેણે સર્વકલાસમૂહનો અભ્યાસ કર્યો. પણ ધર્મકાર્યોમાં પ્રવર્તાવવા છતાં કોઇપણ રીતે પ્રવર્તતો નથી. ધર્મના નામને પણ સહન કરતો નથી. તેથી શ્રમણોપાસક વિથંભર રાજા ખિન્ન થઇને વિચારે છે કે, અહો! બહોંતેર કળાઓમાં પંડિત બનેલા પણ જે પુરુષો સર્વકળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જાણતા નથી તે અપંડિત જ છે. મારો પુત્ર ધર્મકળાના અંશને પણ જાણતો નથી. તેથી અહીં અમે શું કરીએ? રાજા આ પ્રમાણે ચિંતાસમૂહથી વ્યાકુલ બન્યો ત્યારે ત્યાં સુપ્રભ નામના કેવળી પધાર્યા. વિધિપૂર્વક હર્ષથી કેવળીને વંદન કરીને વિશ્વભર રાજાએ અવસરે સ્વપુત્રનો વૃત્તાંત પૂછ્યો. તે આ પ્રમાણે–
હે ભગવન્! મારો પુત્ર ધર્મ સ્વીકારશે કે નહિ? અમને આ મોટી ચિંતા છે. તેથી જ્ઞાનીએ કહ્યું: હે મહારાજ! કોઇપણ કાર્યમાં અલ્પ પણ ચિંતા કરવી એ વિવેકીઓ માટે યોગ્ય નથી. તો પછી મોટી ચિંતા માટે શું કહેવું? કારણ કે નિપુણમતિવાળા પણ