Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 348
________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્વ નામ નિર્દેશ-૭૨૧ સ્વપતિની ઉપેક્ષા કરી, અને જાતે વિધવાપણાનો સ્વીકાર કર્યો. હમણાં તે બંધુઓથી શું રક્ષણ થશે? તેથી જ સ્ત્રીઓ શાસ્ત્રમાં પણ પાશ્ચાત્ય બુદ્ધિવાળી કહેવાય છે. આ પ્રમાણે કેવળીએ અંતરંગ પ્રકારોથી સમરરાજાનું સંવેગને કરનારું ચરિત્ર કહ્યું. એટલે અભિચંદ્રરાજા પણ ત્યાં દીક્ષા લઈને, ઉગ્ર તપશ્ચર્યા કરીને, કેવલજ્ઞાન પામીને, સત્તામાં રહેલાં કર્મોને દૂર કરીને મોક્ષમાં ગયા. [૪૯૧] આ પ્રમાણે સમરરાજાનું દૃષ્ટાંત પૂર્ણ થયું. तम्हा सकम्मविवरे, कजं साहंति पाणिणो सव्वे । तो तह जएज सम्मं, जह कम्मं खिज्जइ असेसं ॥ ४९२॥ તેથી બધા જીવો સ્વકર્મોનો ક્ષય થયે છતે કાર્યને સાધે છે. માટે તે રીતે સમ્યમ્ પ્રયત્ન કરવો કે જેથી સર્વકર્મોનો ક્ષય થાય. [૪૯] વળી કયા ઉપાયથી કર્મક્ષય થાય તે કહે છેकम्मक्खए उवाओ, सुयाणुसारेण पगरणे एत्थ । लेसेण मए भणिओ, अणुट्ठियव्वो सुबुद्धीहिं ॥ ४९३॥ કર્મક્ષયનો ઉપાય મેં આ પ્રકરણમાં શ્રુતાનુસારે સંક્ષેપથી કહ્યો છે. સબુદ્ધિવાળાઓએ તે ઉપાય કરવો જોઈએ. [૪૯૩] . વળી પરિણામ પામતું આ પ્રકરણ કોના ઉપકાર માટે થાય તે કહે છેपायं धम्मत्थीणं, मज्झत्थाणं सुनिउणबुद्धीणं । परिणमइ पगरणमिणं, न संकिलिट्ठाण जंतूणं ॥ ४९४॥ આ પ્રકરણ પ્રાયઃ કરીને ધર્માર્થી, મધ્યસ્થ, સુનિપુણ બુદ્ધિવાળા જીવોને પરિણમે છે, સંક્લિષ્ટ જીવોને પરિણમતું નથી. [૪૯૪]. હવે ગ્રંથકાર જ અન્ય પ્રકારથી પોતાના નામનો નિર્દેશ કરે છે– हेममणिचंददप्पणसूरिरिसिप्पढमवन्ननामेहिं । सिरिअभयसूरिसीसेहिं, विरइयं पगरणं इणमो ॥ ४९५॥ ૧. અનર્થ થઈ ગયા પછી જેને સાચી બુદ્ધિ સૂઝે તે પાશ્ચાત્યબુદ્ધિ કહેવાય. અનર્થ થયા પહેલાં જેને સાચી બુદ્ધિ સૂઝે તે અગમબુદ્ધિ કહેવાય. લોકમાં કહેવત છે કે “અગમબુદ્ધિ વાણિયો, પચ્છમબુદ્ધિ બ્રાહ્મણ.”

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354