Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 349
________________ ૭૨૨-ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રકરણનું નામ અને પઠન ફળ હેમ(=સુવર્ણ), મણિ, ચંદ્ર દર્પણ, સૂરિ અને રિસિ(==ઋષિ) એ શબ્દોના પ્રથમ વર્ણના નામવાળા (=હેમચંદ્રસૂરિ) શ્રીઅભયદેવસૂરિના શિષ્ય આ પ્રકરણની રચના કરી છે. [૪૯૫] આ પ્રકરણનું નામ શું છે અને ફલ શું છે તે કહે છે– उवएसमालनामं, पूरियकामं सया पढंताणं । कल्लाणरिद्धिसंसिद्धिकारणं सुद्धहिययाणं ॥ ४९६॥ આ પ્રકરણનું ‘ઉપદેશમાલા' નામ છે. શુદ્ધહૃદયવાળા જે જીવો આ પ્રકરણને સદા ભણે છે તે જીવોને આ પ્રકરણ કલ્યાણકારી ઋદ્ધિ-સિદ્ધિનું કારણ છે અને તેમની કામનાઓને પૂરનારું છે. [૪૯૬] હવે અધિકારસંખ્યા અને ગ્રંથસંખ્યાને કહે છે— एत्थं वीसऽहिगारा, जीवदयाईहिं विविहअत्थेहिं । गाहाणं पंचसया, पणुत्तरा हुंति संखाए ॥ ४९७॥ આ પ્રકરણમાં વિવિધ અર્થવાળા જીવદયા વગેરે વિષયોથી વીસ અધિકારો છે. ગાથાઓ સંખ્યાથી પાંચસો ને પાંચ છે. વિશેષાર્થ વીસ અધિકારો આ પ્રમાણે છે– ત્રણ પ્રકારનું દાન, શીલ, તપ, અને ભાવનાદ્વાર સંબંધી સમ્યક્ત્વ, ચારિત્રશુદ્ધિ વગેરે ચૌદ અધિકારો એમ બધાય મળીને ઓગણીસ અધિકારો છે. વીસમો અધિકાર તો પ્રકરણ સંબંધી ઉપસંહાર દ્વાર છે. [૪૯૭] જો કે અન્યના પુણ્યથી અન્યને ઉપકાર ન થાય એમ શાસ્ત્રમર્યાદા છે, તો પણ ઉદાર આશયની પ્રધાનતાવાળું વચન કર્મના વિયોગ માટે થાય છે એવો વૃદ્ધવાદ છે. તેથી ગ્રંથકાર અહીં કહે છે उवएसमालपयरणे, जं पुन्नं अज्जियं मए तेण । जीवाणं हुज्ज सया, जिणोवएसम्मि पडिवत्ती ॥ ४९८ ॥ ઉપદેશમાલા પ્રકરણમાં (=ઉપદેશમાલા પ્રકરણની રચના કરવામાં) મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું તેનાથી જીવોને જિનોપદેશ ઉપર સદા આદર થાઓ. [૪૯૮] હવે શ્રુત પ્રત્યે બહુમાન પ્રગટ કરવા માટે અને શિષ્ય-પ્રશિષ્યની પરંપરાથી પ્રકરણની સ્થિરતા માટે અંતિમ મંગલ કહે છે ૧. જે પ્રતના આધારે ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવ્યો છે તે પ્રતમાં ૪૯૯ ગાથાઓ છે. આથી છ ગાથાઓ કોઇપણ કારણથી લુપ્ત થઇ ગયેલી જણાય છે.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354