Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 347
________________ ૭૨૦-એકપદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત જ વ્રત લઇને નિ:સંગ બનું. આ પ્રમાણે સદ્બોધ મંત્રીની સાથે વિચારણા કરીને રાજા ક્ષણવાર સૂઇ ગયો. ક્ષણવારમાં રાજા જાગી ગયો. પછી વેદના કંઇક ઓછી થયેલી જણાઇ. આ દરમિયાન છૂપાયેલા પણ મોહરાજાએ ધીમે ધીમે રાગકેશરી વગેરેને તેની પાસે બતાવ્યા, અને કાનમાં જાપ આપ્યો. તેથી રાજાએ વિચાર્યુંઃ મેં વ્રત લેવાની પ્રતિજ્ઞા કરી. તો પણ હજી પુત્ર બાળ છે, સ્ત્રીવર્ગ તરુણ છે, પ્રજા અનાથ છે. તેથી કેટલાક દિવસો પછી મારે વ્રત લેવું એ યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તેણે પોતાનો અભિપ્રાય સદ્બોધમંત્રીને જણાવ્યો. સોધમંત્રીએ વિચાર્યું: મોહરાજાને વશ બનેલા તેનું મન દુષ્ટ બન્યું છે. આ બધો ય મોહરાજાનો વિલાસ છે. અન્યથા શરીર અસાર છે, યૌવન વિનાશ પામી રહ્યું છે, રોગો વિલાસ કરી રહ્યા છે, વૃદ્ધાવસ્થા સમર્થ થઇ રહી છે, મૃત્યુનું સૈન્ય નજીકમાં રહ્યું છે, જીવલોક માયાઇંદ્રજાળ સમાન છે, આવી પરિસ્થિતિમાં શું દેવ પણ ક્યારેક આ પ્રમાણે વિચારે? પછી સદ્બોધમંત્રીએ રાજાએ કહ્યું: હે દેવ! એક પણ મુહૂર્ત (=૪૮ મિનિટ) વિઘ્ન છે ઇત્યાદિ વિચારીને અને મોહરાજાના દુષ્ટસૈન્યની ચેષ્ટા એકાંતે અહિતકર છે એમ નિશ્ચય કરીને પ્રસ્તુત ધર્મના કાર્યમાં વિલંબની બુદ્ધિનો ત્યાગ કરો. ઇત્યાદિ વચનોથી રાજાને ઉત્સાહિત કરીને સોધમંત્રીએ ભવિતવ્યતાને બોલાવી. તેને પ્રસ્તુત સઘળોય વૃત્તાંત કહ્યો. તેથી મોહરાજાના સૈન્ય ઉપ૨ ગુસ્સે થયેલી તેણે સંસારીજીવના હાથમાં જીવવીર્યરૂપ તલવાર આપી. રાજાએ તેનાથી મોહરાજાના સઘળાય મનુષ્યોને માર્યા. પછી સવારે ધર્મબુદ્ધિના પ્રભાવથી સર્વ દાવેદનાથી મુક્ત થયેલ સમરરાજાએ રાજ્ય ઉપર પુત્રને સ્થાપિત કરીને પિતાને દેશના કરનાર જ કેવળીની પાસે વિધિથી દીક્ષા લીધી. પછી ચારિત્રધર્મ રાજાના સાંનિધ્યનો સ્વીકાર કર્યો. પછી થોડા જ કાળમાં સૂત્ર અને અર્થ ભણીને ગીતાર્થ થયા. ગુરુની સાથે વિહાર કરતા તે જ સમરરાજ મહર્ષિ અહીં આવ્યા અને મોટા રાજમાર્ગથી આવતા તારા વડે વંદન કરાયા. તે હું તેમનો ગુરુ કેવળી છું. પછી અભિચંદ્રરાજાએ વિચાર્યું: અહો! વિથંભર રાજાની દેશના કરવાના બહાનાથી આ જ ભગવાને અમારા સંદેહને દૂર કર્યો. એથી બધી રીતે અમારા આ જ ઉપકારી છે. આ દરમિયાન રાજાએ સમ૨૨ાજમહર્ષિની પાસે આવતા દેવસમૂહને જોયો. તેથી કૌતુકથી કેવળીને પૂછ્યું. કેવળીએ કહ્યું કે, સ્વપત્ની ભવિતવ્યતાની સહાયથી મોહરાજાના સઘળાય સૈન્યને હણીને, કેવલજ્ઞાનને પામીને, અને અંતકૃત કેવલી થઇને સમ૨૨ાજમહર્ષિ મોક્ષપુરીમાં ગયા. પતિને નહિ જોતી, વારંવાર ઊંચે જોતી, દીનમુખવાળી અને બિચારી ભવિતવ્યતા મોટા મોટા શબ્દથી રડે છે, પ્રલાપ કરે છે. તે આ પ્રમાણે જે નિત્યને છોડીને અનિત્યને સેવે છે, તેના નિત્યો નાશ પામે છે, અને અનિત્ય તો ગયેલું જ છે. નારીઓને પ્રતિપક્ષ નિત્ય છે. બંધુપક્ષ અનિત્ય છે. તેથી મેં અનિત્ય બંધુઓના વચનથી

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354