________________
એકાદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દૃષ્ટાંત-૭૧૯ ભવિતવ્યતાની પાસે ગયા. તે હર્ષથી ઊભી થઈ. તેણે યથાયોગ્ય બધાનું સન્માન કર્યું. તેમણે પોતાનો અભિપ્રાય જણાવ્યો એટલે આ મોટા પુરુષો મારા બંધુઓ છે અને મારા ઘરે આવ્યા છે. તેથી માન આપવા લાયક જ છે. ઇત્યાદિ વિચારીને તેમના દબાણથી ભવિતવ્યતાએ તે બધું સ્વીકાર્યું. પછી તેણે કહ્યું: તમે નિશ્ચિંત રહો. આ વૃત્તાંતમાં હું બધું સંભાળી લઈશ. ફક્ત હું બોલાવું ત્યારે અવસરે તમારે સદ્ગોધ મંત્રીને મોકલવો. આ પ્રમાણે કહીને તેણે બધાને રજા આપી. ભવિતવ્યતા સ્વયં તે જ ક્ષણે રાત્રિ પૂર્ણ થયે છતે દાવેદનાથી ઘેરાયેલા અને ક્ષણવાર પણ નિદ્રાને ન પામતા સમરરાજાના શ્વેતગૃહની નજીક ગઈ. એક પુરુષની પાસે એક ગાથા બોલાવી. તે આ પ્રમાણે
पुरिसाण पवित्तीओ, सुहाहिलासीण ताव सव्वाओ । धम्मं विणा य न सुहं, धम्मो य न संगमूढाणं ॥ १॥
આ ગાથા રાજાના કાનરૂપ બખોલમાં પડી. તેણે “ધર્મ વિના સુખ નથી” એ એક પદનું અવધારણ કર્યું. ચિત્ત વેદનાથી વિહ્વલ બનેલું હોવાથી બીજાનું અવધારણ ન કર્યું. આ દરમિયાન ભવિતવ્યતા વડે બોલાવાયેલો સબોધમંત્રી એક ક્ષણવારમાં જ આવ્યો. રાજાની પાસે રહ્યો. પછી ભવિતવ્યતાએ કરેલા જ ઉપાયને જાણીને અતિશય ભય પામેલા મોહરાજા વગેરે સંતાઇ ગયા. તેથી રાજાએ વિચાર્યું અહો! કોઈ આ ગાથા બોલ્યો, પણ વેદનાથી થયેલી વિહલતાના કારણે મેં એક જ પદનું અવધારણ કર્યું, અન્યનું નહિ. અથવા જે કાર્ય છે તે અહીં પણ છે જ. જેમ કે “ધર્મ વિના કોઈને ય સુખ થતું નથી.” આ મને અનુભવથી સિદ્ધ જ છે. કારણ કે બાલ્યકાળથી આરંભી પિતા આદિના વચનથી પણ ધર્મની વાત પણ મેં ક્યારેય પૂછી નથી. તેથી આ પ્રમાણે દુઃખનું ભાજન બન્યો છું. તેથી હમણાં પણ મારે ધર્મ કરવો યોગ્ય છે. આ પ્રમાણે તેનામાં વિશુદ્ધ પરિણામ પ્રગટ થયા. હવે તે દ્વારપાળોને મોકલીને ગાથા બોલનાર પુરુષને બોલાવે છે. દ્વારપાળો તેને શોધીને લઈ આવ્યા. રાજાએ તેની પાસે ફરી પણ તે ગાથા બોલાવી. તે ગાથા બોલ્યો. પછી સધ્ધોધમંત્રીના સાંનિધ્યના પ્રભાવથી જ રાજાએ વિચાર્યું અહો! આ ગાળામાં સારું કહ્યું છે. તે આ પ્રમાણે- “જેમણે વ્રતો લીધાં છે અને જેમણે વ્રતો લીધાં નથી તે સઘળાય સુખાર્થી જ જીવોની ક્રિયાઓમાં સઘળીય પ્રવૃત્તિઓ થાય છે, અર્થાત્ સઘળા ય જીવો સઘળી પ્રવૃત્તિ સુખ માટે જ કરે છે. સુખ ધર્મ વિના મળતું નથી. અન્યથા (=જો ધર્મ વિના પણ સુખ મળતું હોય તો) બધાયને સુખની પ્રાપ્તિ થાય. સંગથી (=પરિગ્રહથી) મૂઢ બનેલાઓને ધર્મ ન હોય, કિંતુ પરિગ્રહ રહિત જ જીવોને ધર્મ હોય, અર્થાત્ વ્રત ગ્રહણ કરનારાઓને જ ધર્મ હોય.”
તેથી અહીં બહુ કહેવાથી શું? જો કોઇપણ રીતે આ રોગ દૂર થાય તો પ્રભાતે