________________
એકપદશ્રવણથી મોક્ષ વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમરરાજાનું દૃષ્ટાંત-૭૧૫ રાજાએ પૂછ્યું: હે ભગવન્! અહીં આવતા મેં ત્રણ ભુવનને પ્રમોદ આપવામાં કુશળ એવી અવસ્થાને પામેલા જે મહર્ષિને વંદન કર્યું તે મહાત્મા કોણ છે? અને કેવી રીતે પ્રતિબોધ પામ્યા? તે કૃપા કરીને જણાવો. તેથી કેવળીએ કહ્યું: હે રાજન! આ કથા મોટી છે. આમ છતાં જો તમને કૌતુક છે તો સંક્ષેપથી પણ તે કથાને કહીએ છીએ. તમે સાવધાન થઇને સાંભળો. તે આ પ્રમાણે
આ અસંવ્યવહાર નગરમાં સંસારીજીવ નામનો કુટુંબનો વિડેલ હતો. પછી એકવાર કર્મપરિણામ રાજાના નાટકમાંથી ચારિત્રધર્મરાજાના સૈનિકોએ કોઇ નટનું અપહરણ કરીને મોક્ષપુરીમાં નાખ્યુ છતે તે નાટકને તે જ પ્રમાણે પૂર્ણ કરવાને ઇચ્છતી (=તેટલી જ સંખ્યાવાળા ક૨વાને ઇચ્છતી) ભવિતવ્યતા નામની સ્વપત્ની એ જીવને અસંવ્યવહાર નગરમાંથી ખેંચીને વ્યાવહારિક એકાક્ષનગરમાં લઇ આવી. ત્યાં પણ કર્મપરિણામ રાજાનું ઇચ્છિત કંઇપણ કરતી તેણે જ તેને પૃથ્વીકાય આદિ પાડાઓમાં ભમાવ્યો. તે પાડાઓમાં પણ તેને પ્રત્યેક પાડામાં અસંખ્યકાળ સુધી રાખ્યો. વનસ્પતિ પાડામાં તો તેને અનંતકાળ સુધી રાખ્યો. પછી ભવિતવ્યતા જ કર્મપરિણામ રાજાની સંમતિથી જ તેને ત્યાંથી ચલાવીને વિકલાક્ષ નગરમાં લઇ આવી. ત્યાં પણ દ્વીન્દ્રિય આદિ પાડાઓમાં તેને ભમાવ્યો. ત્યાં પણ પ્રત્યેક પાડામાં સંખ્યાતકાળ સુધી તેને રાખ્યો. પછી ભવિતવ્યતા જ તેને કોઇપણ રીતે પંચાક્ષપશુ નગરમાં લઇ ગઇ. ત્યાં પણ જલચર, સ્થલચર અને ખેચરની અનેક ભેદોથી ભિન્ન-ભિન્ન અનેક જાતિઓમાં તેને ભમાવ્યો. આ જાતિઓમાં પણ પ્રત્યેક જાતિમાં ઘણા કાળ સુધી તેને રાખ્યો.
ઘણા કાળ પછી તેના અકામ કષ્ટ સહન આદિ કોઇક આચરણથી જ પ્રસન્ન થયેલી સ્વપત્નીએ જ કર્મ પરિણામ રાજાની સાથે વિચારણા કરીને તેને પુણ્યોદય નામનો સહાયક આપ્યો, અને મનુષ્ય નગરીમાં મોકલ્યો. ત્યાં પુણ્યોદયથી તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યાં ગયેલો તે મોહરાજાના ઉત્કટ ક્રોધ વગેરે સૈનિકોને મળ્યો. ત્યાં તેણે તે સૈનિકોને પોતાના ગાઢ મિત્રો તરીકે રાખ્યા. તેથી તે સૈનિકોના વચનથી તેણે અનેક અનુચિત આચરણો કર્યા. એ અનુચિત આચરણોથી કર્મપરિણામ રાજા (તેના ઉપર) ગુસ્સે થયો. પોતાનું બિભત્સસ્વરૂપ પ્રગટ કર્યું. આ જોઇને ભવિતવ્યતાએ વિચાર્યું: અહો! હું સદાય ચિત્તના જ્ઞાનમાત્રથી જ કર્મપરિણામ રાજાનું ઇચ્છિત કરું છું. કર્મપરિણામ રાજા પણ મારા પ્રત્યે આ પ્રમાણે જ કે આનાથી પણ અધિક અનુકૂલ વર્તન કરે છે. હમણાં તે મારા પતિ ઉપર ગુસ્સે થયેલો દેખાય છે. એના અનુચિત આચરણોથી હું પણ તેના ઉપર ગુસ્સે થઇ છું. તેથી તેને નરકપુરમાં લઇ જઉં. આમ વિચારીને તેણે તે પ્રમાણે જ કર્યું. ત્યાં સંસારીજીવ વિવિધ યાતનાઓથી પરેશાન કરાયો. ઘણા કાળ પછી તેને આયુષ્યસમાપ્તિ નામની ગોળી આપીને ફરી પણ પંચાક્ષપશુ નગરમાં લઇ