Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 340
________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) ઉપસંહારદ્વાર [ગ્રંથનો ઉપસંહાર-૭૧૩ હવે પ્રકરણના ઉપસંહારનો અધિકાર કહેવાય છે. તેમાં હમણાં જ કહેલા અર્થને આશ્રયીને કહે છે— संतेऽवि सिद्धिसुक्खे, पुव्वुत्ते दंसियम्मि य उवाए । लद्धम्मि माणुसत्ते, पत्तेऽवि जिणिंदवरधम्मे ॥ ४८८ ॥ जं अज्जवि जीवाणं, विसएस दुहासवेसु पडिबंध । तं नज्जइ गरुयाणवि, अलंघणिज्जो महामोहो ॥ ४८९ ॥ સિદ્ધિનું સુખ વિદ્યમાન હોવા છતાં, સિદ્ધિસુખની પ્રાપ્તિનો ઉપાય બતાવેલો હોવા છતાં, મનુષ્યભવ પ્રાપ્ત થયો હોવા છતાં, પૂર્વે પ્રાપ્ત નહિ થયેલ એવો જૈનધર્મ પ્રાપ્ત થવા છતાં હજી પણ જીવોને દુ:ખનું મુખ્ય કારણ એવા વિષયોમાં જે રાગ દેખાય છે તેથી જણાય છે કે મોટાઓ પણ મહામોહને ઓળંગવા પ્રાયઃ સમર્થ થતા નથી. [૪૮૮-૪૮૯] મોહનીય વગેરે કર્મોથી હણાયેલા જીવો વિષયરાગને છોડીને ગુણોને સ્વીકારતા નથી, એટલું જ નહિ બલ્કે, કેટલાક જીવો પ્રાપ્ત થયેલા પણ વિશુદ્ધગુણોને છોડીને વિષયોમાં રમે છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે नाऊण सुयवलेणं, करयलमुत्ताहलं व भुवणयलं । केऽवि निवडंति तहविहु, पिच्छसु कम्माण बलियत्तं ॥ ४९० ॥ શ્રુતના બલથી હથેળીમાં રહેલા મોતીની જેમ વિશ્વના સ્વરૂપને જાણે છે તો પણ કેટલાકો પડે છે. કર્મોના બળને જુઓ. [૪૦] વળી બીજાઓ શું કરે છે તે કહે છે— एक्कंपि पयं सोउं, अन्ने सिज्झति समरनिवइ व्व । संजायकम्मविवरा, जीवाण गई अहो विसमा ॥ ४९९ ॥ જેમને કર્મની લઘુતા થઇ છે તેવા બીજા જીવો એક પણ પદને સાંભળીને સમરરાજાની જેમ સિદ્ધ થાય છે. અહો! જીવોની ગતિ વિષમ છે. વિશેષાર્થ– સમરરાજાનું દૃષ્ટાંત કહેવાય છે—

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354