Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 339
________________ ૭૧૨-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગ્રંથનો ઉપસંહાર - જરા, વિયોગ, દરિદ્રતા, રોગ, શોક અને રાગ વગેરે દુઃખરૂપ છે. તે દુઃખ સિદ્ધોને નથી. તેથી સિદ્ધો જ સુખી છે, રાગાંધ જીવો નહિ. વિશેષાર્થ- જરા (=વૃદ્ધાવસ્થા)વગેરે દુઃખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી જરા વગેરે દુઃખરૂપ છે. આવા પ્રકારનું દુઃખ સિદ્ધોને નથી. તેથી સિદ્ધો જ સુખી છે, રાગાંધ દેવ વગેરે સુખી નથી. આ અર્થ ચરણદ્વારની અંતર્ગત વિવિરાગ આદિ દ્વારોમાં લગભગ વિચાર્યો છે. [૪૮૬] આ પ્રમાણે હોવાથી શું? એમ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છેनित्थिन्नसव्वदुक्खा, जाइजरामरणबन्धणविमुक्का । अव्वाबाहं सुक्खं, अणुहुंती सासयं सिद्धा ॥ ४८७॥ સર્વ દુઃખોના પારને પામેલા તથા જન્મ-જરા-મરણ અને બંધનથી મુક્ત થયેલા સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે. [૪૮૭] આ અનાદિ સંસારમાં અનેકવાર પણ મૃત્યુ પામેલા જીવોએ જેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે તે પંડિતમરણને પ્રાપ્ત કર્યું નથી. આને પણ મનમાં વિચારીને અને જિનેન્દ્રના ચરણોને પામીને મરણરૂપ વેલડીને કાપનારા પંડિતમરણને આરાધો. આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં ભાવનાદ્વારમાં પરિજ્ઞાન રૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં પરિજ્ઞાનરૂપ પ્રતિકારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. %%%

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354