Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 341
________________ ૭૧૪-એકાદશ્રવણથી મોક્ષ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમરરાજાનું દેણંત સમરરાજાનું દૃષ્ટાંત માનંદી નામની નગરી છે. તેમાં શ્વેત મહેલોમાંથી શ્વેતપ્રભા ફેલાઈ રહી છે. તે નગરી જાણે કે સદા આકાશતલને શાશ્વત શ્વેત સુવર્ણથી યુક્ત કરે છે. ત્યાં અભિચંદ્રરાજા શૂર (પરાક્રમી) હોવા છતાં સદા સૌમ્ય દેખાય છે. તે જિનશાસનરૂપ નગરમાં રહેલો હોવા છતાં મોક્ષમાર્ગમાં પ્રવર્તેલો છે. તે પુરુષાર્થમાં ધર્મપુરુષાર્થને જ અધિક માને છે. અથવા વિબુધપુરુષ અબુધપુરુષો વડે કાચના ટુકડાઓમાં ફેંકાયેલા રત્નને જ લે છે. પરમાણુ અને સુવર્ણ એ બંને લોકમાં કોઇપણ રીતે પદાર્થરૂપે સમાન પ્રસિદ્ધ હોવા છતાં પરમાણુ સુવર્ણના આંશિક પણ પ્રભાવને પામતો નથી. ન્યાય અને પરાક્રમથી રાજ્યનું પાલન કરતો અને ઘણાં ધર્મકાર્યોને કરનાર તે સુખથી દિવસો પસાર કરે છે. પછી એકવાર તે અશ્વોને ખેલાવવા ( ચલાવવા) માટે બહાર ગયો. ઘણા અશ્વોને ખેલાવીને થાકેલો તે આરામ કરવા માટે મનોગંદન ઉદ્યાન તરફ ચાલ્યો. જેટલામાં એકક્ષણવાર આગળ વધે છે તેટલામાં તે સહસા જ સુગંધી અને શીતલ પવન વડે પ્રસન્ન કરાયો, ઉપર જતા અને નીચે ઉતરતા દેવસમૂહના દર્શનથી આનંદિત કરાયો, તેમની સ્તુતિના ધ્વનિના શ્રવણથી ખુશ કરાયો, સતત પ્રવૃત્ત થયેલી ધર્મકથાના ધ્વનિથી કાન ભરાઈ જવાના કારણે તૃપ્ત થયો. તેથી હર્ષ પામેલા તેણે આ વિષે પૂછ્યું ક્યાંકથી જાણ્યું કે સુપ્રભ નામના કેવલી ભગવાન અહીં સમવસર્યા છે. તેથી નવા મેઘના દર્શનથી વનના મોરની જેમ તેનું હૃદય પ્રમુદિત બન્યું. જેટલામાં કેવળીના નજીકના પ્રદેશમાં આવે છે તેટલામાં કાત્તિથી સુવર્ણપ્રભાનો તિરસ્કાર કરતા, મુખવડે ચંદ્રમંડલને હલકો કરતા, રૂપ-લાવણ્યરૂપ લક્ષ્મીથી કામદેવનો ઉપહાસ કરતા, સર્વ અંગોમાં ઉપશમરૂપ લક્ષ્મીથી આલિંગન કરાયેલા, જાણે પ્રત્યક્ષ મૂર્ત સંયમ હોય તેવા, જાણે પ્રત્યક્ષ મૂર્ત તપોરાશિ હોય તેવા, જાણે પ્રત્યક્ષ સમ્યજ્ઞાનનો વિસ્તાર હોય તેવા, સૂર્યમંડલ તરફ જેમણે દૃષ્ટિ કરી છે તેવા, જેમણે બે બાહુ ઊંચા કર્યા છે તેવા, ક્યાંક (Fકોઈક) પરમાત્મામાં લીન, આંખો સારી હોવા છતાં કોઇને ન જોનારા, કાન પટુ હોવા છતાં શબ્દને નહિ સાંભળનારા, જાણે (દર્શન કરનારાઓની) આંખોમાં અમૃતવૃષ્ટિ કરતા હોય તેવા, ઉત્કૃષ્ટધ્યાનમાં રહેલા કોઈક પરમમુનિને જોયા. પછી તેમના દર્શનથી પોતાને અતિશય કૃતાર્થ માનતા તેણે ઘોડા ઉપરથી ઉતરીને બે જાન, બે કરતલ (હાથ) અને મસ્તક એ પાંચ અંગોને પૃથ્વીતલમાં ભેગા કરીને વંદન કર્યું. તે મુનિએ ઉત્કૃષ્ટ ધ્યાનના કારણે વંદન કરતા પણ રાજાને ન જાણ્યો. પછી તે મુનિના ગુણોથી આકર્ષાયેલો રાજા કેવળીની પાસે ગયો. પછી વિધિપૂર્વક વંદન કરીને યોગ્ય સ્થાનમાં બેઠો. પછી કેવળીની ભવનો નાશ કરનારી દેશના સાંભળી. પછી અવસરે

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354