Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 334
________________ પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ-૭૦૭ ( કપડા છાપવાનું કામ કરનારા), અંત્યજ, પ્રચંડ બાળકોની શાળા વગેરે નજીકમાં ન હોય, જ્યાં રાજમાર્ગ અને પ્રસિદ્ધિને પામેલ યક્ષ-મંદિર વગેરે નજીકમાં ન હોય, ત્યાં અનશનવિધિ કરાવવો. જ્યાં ઉદ્યાન અને પાણી વગેરે નજીકમાં હોય તે સ્થાનનો ત્યાગ કરવો. કારણ કે ત્યાં ધ્યાનમાં વ્યાઘાત, જુગુપ્સા અને શુદ્રઉપદ્રવ વગેરે દોષોનો સંભવ છે. ૧૪. પ્રશસ્તવસતિ– એવા સ્થાનમાં પણ ઉદ્ગમાદિ દોષોથી રહિત, અને પ્રશસ્ત ચતુઃશાલ કે ત્રિશાલ એવી મોટી બે વસતિ ગ્રહણ કરવી. તેમાં એક વસતિમાં અનશનીને રાખવો અને બીજીમાં સાધુઓ ભોજનાદિની ક્રિયા કરે. જો અનશની અને સાધુઓનું ભોજન એક જ વસતિમાં હોય તો ભોજનની ગંધ આદિથી અનશનીને ભોજનની ઇચ્છા થાય, અનશનીની સમાધિ માટે અનશનીને અપાતા ભોજનને અપરિણત વગેરે સાધુઓ જુએ, ઈત્યાદિ ઘણા દોષોનો સંભવ છે. ૧૫. નિર્યાપક– પાસસ્થાપણું અને અવસપણે ઈત્યાદિ દોષોથી દુષ્ટ અને અગીતાર્થ નિર્યાપકો ન કરવા, કિંતુ તે કાળે જેમ ઉચિત હોય તેમ ગીતાર્થપણું વગેરે ગુણોથી યુક્ત ગીતાર્થો કરવા. અડતાલીશ નિર્યાપકો કરવા. તે આ પ્રમાણે- અનશનીનું ઉદ્વર્તન (Rપડખું ફેરવવું વગેરે) કરનારા ૪, અંદરના દ્વાર પાસે બેસનારા ૪, સંથારો કરનારા ૪, અનશની વસ્તુ સ્વરૂપનો જાણકાર હોવા છતાં તે અનશનીને જ ધર્મકથા કહેનારા ૪, વાદીઓ ૪, આગળના (=બહારના) દ્વારની પાસે રહેનારા ૪, અનશનીને પ્રાયોગ્ય ભોજન લાવવાની યોગ્યતાવાળા ૪, પાણી લાવનારા ૪, ચંડિલ પરઠવનારા ૪, માત્રુ પરઠવનારા ૪, બહાર ધર્મકથા કહેનારા ૪, શુદ્ર ઉપદ્રવોનું નિવારણ કરવા માટે ચારેય દિશામાં પ્રત્યેક દિશામાં એક એક સહસ્રોધી મહામલ્લ ૪, આમ બાર સ્થાનોમાં પ્રત્યેક સ્થાનમાં ચાર એમ બધા મળીને અડતાલીશ થાય. બીજાઓ તો અંડિલ-માત્રુ પરઠવનારા ભેગા ચાર કહે છે અને દિશાઓમાં પ્રત્યેક દિશાઓમાં બે બે એમ આઠ મહાયોધાઓ માને છે, એમ કુલ અડતાલીસ નિર્યાપકો જણાવે છે. હવે જો આટલા નિર્યાપકો ન મળે તો એક એક ઓછો કરતાં છેલ્લે બે નિર્યાપકો અવશ્ય કરવા. તેમાં એક આહાર-પાણી લાવવા માટે ફરે. બીજો અનશનીની જ પાસે રહે. આ પ્રમાણે નિર્યાપક દ્વાર પૂર્ણ થયું. ૧૬. દ્રવ્યદાયણા- મરણ કાળે (=અનશન સ્વીકારવાના સમયે) અનશનીને (ઉત્કૃષ્ટ) દ્રવ્યો બતાવે. મરણકાળે મરવાની ઇચ્છાવાળાને પ્રાય: ભોજનની ઈચ્છા ઉછળે છેઃ વધે છે. આથી તેને સમાધિ ઉત્પન્ન કરવા માટે દહીં, દૂધ, ઘી, પક્વાન્ન, ભાત, દાળ અને શાક વગેરે બધાંય દ્રવ્યો પ્રત્યેક થોડાં થોડાં બતાવે. તેને જે દ્રવ્યો ગમે તે દ્રવ્યો વિશેષથી બતાવે. જો તે દ્રવ્યો નિર્દોષ ન મળે તો પંચકપરિહાનિ દ્વારા દોષિત દ્રવ્યો પણ બતાવે. - શય ૧. જેમાં સામસામે ચાર મકાન (ઓરડા) હોય તે ચતુઃશાલ, અને ત્રણ મકાન હોય તે ત્રિશાલ વસતિ કહેવાય છે. ૨. મુદ્રિત પ્રતમાં પ્રેસદોષ આદિના કારણે પાણી લાવનાર ચારનો ઉલ્લેખ રહી ગયો છે.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354