________________
પરિજ્ઞાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાના પ્રકારો-૭૦૫
રિષ્ટ (અમંગલ) જમણા હાથથી મજબૂત દબાવેલી ડાબા હાથની આંગળીઓનાં પર્વો જેના લાલ ન દેખાય તેનું મરણ જલદી જાણ. મુખ, શરીર કે વ્રણ (શત) વગેરેમાં જેને વિના કારણે અતિ ઈષ્ટ કે અતિ અનિષ્ટ ગંધ ઉછળે તે પણ જલદી મરશે. ગરમ પણ શરીરમાં જેને નિમિત્ત વિના સહસા જ ઠંડીનો અનુભવ થાય, ઘૂંક પાણીમાં ડૂબી જાય, વાણીનો નાશ થાય(=બોલી ન શકે), (૫૦) કાદવવાળા પાણી આદિ વસ્તુઓમાં વનખંડના કમળોના મસ્તકોને ન જુએ, દિવસે પણ સૂર્ય વગેરેને ન જુએ અને તારાઓને જુએ, સંભાવના ન હોય ત્યારે પણ ઇન્દ્રધનુષ્ય અને વિજળીને જુએ, ગર્જારવ સાંભળે, દેવવિમાનો વગેરેને જુએ, વાજિંત્રોના અવાજને સાંભળે, શરીરમાં ઘણી માખીઓ વળગે, પીઠની પાછળ ઘણી માખીઓ ભમે, સતત વૈદ્યના ઔષધ ઉપર દ્વેષ થાય. ભાજન ભાંગે. બે હાથોથી (હાથોના અંગૂઠાથી) કાનનાં છિદ્રોને ઢાંક્યાં પછી પોતાના કાનમાં (અંદરના) અવાજને ન સાંભળે, ઇત્યાદિ રિષ્ટોથી મૃત્યુ નજીક છે એમ સુબુદ્ધિમાનોએ જાણવું.
એ પ્રમાણે બીજા પણ પ્રકારોથી અનશન સંબંધી વિચારણા કરવી. હવે અતીન્દ્રિય અર્થનું તેવા પ્રકારનું કંઈ જ્ઞાન નથી તો એને વર્ષાઋતુમાં અનશન કરાવવું. તે વખતે રાજાઓ સ્વસ્થાને રહેલા હોય છે. તેથી પ્રાયઃ વિરુદ્ધરાજ્યનો(=લડાઈ વગેરેનો) સંભવ ન હોવાથી નગર વગેરે સ્વસ્થ હોય છે. આ પ્રમાણે આભોગન દ્વાર કહ્યું.
૯. અન્ય- અનશન સ્વીકારવા માટે બીજો સાધુ આવે ત્યારે એ અંગે જે વિધિ છે તે કહેવો જોઈએ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જો એક સમયે બે સાધુ અનશન માટે ઉપસ્થિત થાય ત્યારે એક સંખનાને કરે અને બીજો અનશન કરાવાય. હવે જો ત્રીજો વગેરે પણ જો ઉપસ્થિત થાય તો તેને યોગ્ય નિર્ધામક વગેરે સામગ્રી હોય તો સ્વીકાર કરે, અન્યથા આર્તધ્યાન આદિનો સંભવ હોવાથી નિષેધ કરે.
સ્વીકાર કરાયેલ જે અનશની રહેલો છે તે જો કોઈપણ રીતે પ્રત્યાખ્યાનથી ભગ્ન થાય અને તે લોકમાં અનશનનો સ્વીકાર કર્યો છે એમ જણાયેલો અને જોવાયેલો હોય તો જે સંખના કરી રહ્યો છે તેને જ તેના સ્થાનમાં જલદી બેસાડવો, અને અંદર પડદો બાંધવો. જેમણે પૂર્વે તેને જાણ્યો અને જોયો હોય તેઓ વંદન કરવા માટે આવે તો તેમને તે (=અનશન ભાંગનાર) ન બતાવવો, અને કહેવું કે બારણા આગળ રહીને જ વંદન કરો. ઈત્યાદિ વ્યવસ્થા આગમમાં કહેલી છે. અન્યદ્વાર પૂર્ણ થયું.
૧૦. અનાપૃચ્છા- જે સ્વગણને પૂછ્યા વિના સહસા જ અનશન માટે ઉદ્યત થયો હોય તેનો આચાર્ય સ્વીકાર ન કરવો. કારણ કે ગચ્છને અને તેને ઘણી અસમાધિ થવાનો પ્રસંગ આવે. આ (=અસમાધિ થાય એ) પ્રસિદ્ધ જ છે.
૧૧. પરીક્ષા- આચાર્યું અને ગચ્છના સાધુઓએ અનશન માટે આવેલાની