________________
પરિજ્ઞાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અનશનનો વિધિ-૭૦૧ પ્રશ્ન- એક નિર્યાપક કરવામાં શો દોષ છે?
ઉત્તર- તે એકલો અનશનીની પાસે અગીતાર્થ એવા નૂતન દીક્ષિત વગેરેને મૂકીને જ્યારે પાણી વગેરે લેવા માટે જાય ત્યારે જો તે અનશની તે અગીતાર્થોની પાસે આહાર વગેરે માગે, તો જેનું પચ્ચકખાણ કર્યું હોય તે ફરી પણ ખાવું ન કલ્પે એમ વિચારીને તેને તે ન આપે. આહાર વગેરે ન આપવાથી પૂર્વે કહેલા જ આર્તધ્યાન વગેરે દોષો થાય, હવે જો કોઈપણ રીતે આહાર વગેરે આપે તો પણ તેઓ વિપરિણામ પામે. તે આ પ્રમાણેઅહો! આ પચ્ચકખાણ માત્ર છુપાવવા રૂપ છે, અર્થાત્ આ પચ્ચકખાણ સાચું નથી. કેમકે પચ્ચકખાણ કરવા છતાં ફરી પણ ખવાય છે. એમનાં હિંસા વગેરેનાં પચ્ચકખાણો પણ આવાં જ છે. ઇત્યાદિ દોષો કહેવા. એક દ્વાર પૂર્ણ થયું.
૮. આભોગન- આભોગન એટલે આભોગ. આભોગ એટલે વિશિષ્ટજ્ઞાન આદિમાં ઉપયોગ મૂકવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- સાધુ વગેરે અનશન કરવા માટે તૈયાર થાય ત્યારે આચાર્ય સ્વયં અતીન્દ્રિયજ્ઞાનમાં ઉપયોગ મૂકવો જોઇએ. તે આ પ્રમાણે આ ઇચ્છિત કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ નગર વગેરે સ્થાનમાં અશિવ અને પરચક્ર વગેરે ઉપદ્રવ થશે કે નહિ? અનશન કરનાર આ પોતાની પ્રતિજ્ઞાના પારને પામશે કે નહિ? આના આયુષ્યની સમાપ્તિ અમુક દિવસે થશે ઇત્યાદિ. હવે જો આચાર્યને પોતાને એ જ્ઞાન ન હોય તો અન્ય જાણનારાઓને પુછે. તેના અભાવમાં મંત્રનું સામર્થ્ય વગેરેથી અંગૂઠો, તલવાર, આરીસો અને ભીંત વગેરેમાં ઉતારેલા દેવતાઓને પૂછવું. તેના અભાવમાં શુકનનો ( શુભાશુભ સૂચક નિમિત્તનો) અભિપ્રાય લેવો. તે આ પ્રમાણે
શુકન'
સર્પ, ઉંદર, કૃમિ, કીડો, કીડી, ગિરોળી, વીંછી, ઘી, ઊધઇ, બિલાડીનો ટોપ, માંકડ, જૂ, પોપટ, કક્કડિયા (= જીવવિશેષ), કરોળિયો, ભ્રમરી, ઘરમાં રહેલા ધાન્યના કીડા, આ બધા જીવો કારણ વિના ખૂબ વધી જાય, મીઠું, લેપ, ફોડલા અને વિશિષ્ટ વ્રણ (ચાંદા) કારણ વિના વધી જાય, તો ઉદ્વેગ, કલહ, વ્યાકુળતા, ધનનાશ, વ્યાધિ, મરણ, સંકટ, ઉચ્ચાટન, વિદેશગમન, ઘરમાં શૂન્યતા ( મનુષ્યોનો અભાવ) વગેરે જલદી થાય. હવે જો કોઈપણ રીતે જ્યારે પણ ક્યાંય પણ સુખે સૂતેલાના વાળસમૂહને કાગડો ચાંચથી ચૂંટે (ખેંચ) તો મરણ પ્રાપ્ત થયું સમજવું. કાગડો જેનાં વાહન, શસ્ત્ર, પગરખાં, છત્ર અને (શરીરની) છાયા ઉપર નિઃશંકપણે વિષ્ઠા કરે તો તે પણ મરણને પામે. આંસુથી પૂર્ણ આંખવાળા બળદો જો પગોથી પૃથ્વીને ખૂબ ખોદે તો તેના સ્વામીનું કેવળ
૧. અહીં શુકન વગેરેના અર્થો માત્ર શબ્દાર્થને વિચારીને લખ્યા છે. પરમાર્થથી તો એની સમજ એ વિષયના નિષ્ણાત પાસેથી જાણી શકાય.