Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 329
________________ ૭૦ર-પરિજ્ઞાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આયુષ્યને જાણવાનો પ્રકારો રોગ થાય એમ નહિ, કિંતુ મરણ પણ થાય. આ પ્રમાણે સારી અવસ્થાવાળા (=નિરોગી)ને આશ્રયીને શુકનના સ્વરૂપનું કંઈક પ્રકાશન કર્યું. હવે વ્યાધિથી થયેલી વ્યાકુલતાને આશ્રયીને શુકનના સ્વરૂપને કહું છું, તે તમે સાંભળો. જો વ્યાધિવાળા મનુષ્યની પીઠ ઉપર કાગડો રહે તો તે નિયમા એક દિવસમાં મરે. જો કૂતરો છાતીમાં ચાટે તો બે દિવસ જીવે, અને પૂછડાને વાળે તો ત્રણ દિવસ જીવે, એમ શ્વાનશકુન શાસ્ત્રવડે નિવેદન કરાયું છે. જો કૂતરો નિમિત્ત કાળે સર્વઅંગોને સંકોચીને સુવે તો રોગીને તત્પણે પ્રાણ વગરનો થયેલો જાણો. જો કૂતરો બે કાનને હલાવીને પછી અગને હલાવી ધ્રુજે તો રોગી મૃત્યુ પામે. ઇન્દ્ર પણ રક્ષણ કરવા સમર્થ ન થાય. રડતો, લીલાથી સૂતેલો, ઝંપા લગાવીને અને આંખો મીંચીને અંગને મરડતો કૂતરો યમપુરીમાં લઈ જાય છે. કાગ વગેરે પક્ષીઓનો સમૂહ જો બિમારના ઘર ઉપર ત્રણ સંધ્યાઓમાં ભેગો મળેલો દેખાય તો જીવ મૃત્યુ પામે એમ તું જાણ. જેના સુવાના ઘરમાં અથવા રસોડામાં કાગડાઓ ચામડું, દોરી, વાળ કે હાડકાં મૂકે તે પણ જલદી મરશે. પરમ પવિત્ર થયેલો મનુષ્ય દેવ-ગુરુને પ્રણામ કરીને શુભદિવસે અટવી અને ઘર વગેરેમાં ઇત્યાદિ શકુનને જુએ. છાયા અથવા છાયાના જ્ઞાનથી આયુષ્યનું સ્વરૂપ જાણવું. તે આ પ્રમાણે- તડકો, અરીસો અને પાણી આદિમાં શરીરમાંથી આકૃતિ, પ્રમાણ અને વર્ણ આદિથી જે પડછાયો પડે તે પ્રતિછાયા છે. જેની પ્રતિચ્છાયા સહસા છેદાયેલી, ભેદાયેલી કે વ્યાકુળ હોય અથવા આકૃતિ, પ્રમાણ અને વર્ણથી ન્યૂન કે અધિક હોય, અથવા જેના કંઠમાં દોરડી જેવા આકારે પ્રતિષ્ઠિત થયેલી હોય તે જલદી યમના ઘરે જશે એમ જણાય છે. વધારે શું કહેવું? જે પાણી વગેરેમાં પ્રતિચ્છાયાને મસ્તક વિનાની કે ઘણા મસ્તકવાળી જુએ છે, અથવા સ્વાભાવિક છાયાથી વિલક્ષણ છાયાને જુએ છે, તે અલ્પ આયુષ્યવાળો છે એમ જણાય છે. જેની છાયા ન દેખાય તે દશ દિવસ સુધી જીવે. જો બે છાયા દેખાય તો બે જ દિવસ સુધી જીવે. અથવા ઉપયોગવાળો, અત્યંત પવિત્ર થયેલો, સ્થિર મનોવિજ્ઞાનને ધારણ કરનાર અને સ્થિરચિત્તવાળો એવો નિમિત્ત શાસ્ત્રનો જાણકાર પુરુષ પ્રસ્તુત શુભઅશુભને જાણવા માટે સૂર્યોદય પછી અંતર્મુહૂર્ત જેટલો દિવસ થયો હોય ત્યારે સૂર્યબિંબને પાછળ રાખીને છાયા પુરુષને (=પડછાયાને) જુએ. તેમાં જો છાયાપુરુષને અક્ષત અને અંગો વિકૃત ન થયા હોય તેવો જુએ તો સદા કુશળ થાય. જો તેના પગો ન દેખાય તો વિદેશમાં જવાનું થાય. બે સાથળ ન જુએ તો રોગ થાય. ગુહ્ય ભાગને જુએ તો ચોક્કસ પત્ની મરણ પામે. ઉદર ન દેખાય તો ધનનો નાશ થાય. છાતી ન દેખાય તો મૃત્યુ થાય. જમણો-ડાબો હાથ ન દેખાય, બાહુઓમાં માંસ ન દેખાય, મસ્તક ન દેખાય

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354