________________
ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનમિત્રનું દૃષ્ટાંત-૬૯૧
આ પ્રમાણે સાંભળીને સંવેગને પામેલો તે મુનીશ્વરને નમીને વારંવાર પોતાની નિંદા કરતાં કરતાં આ પ્રમાણે કહે છે– હે સ્વામી! જો એમ છે તો પ્રસન્ન થઇને મને તે દુષ્કૃતોથી છોડાવો, અને તેવી રીતે કરો કે જેથી સુકૃતોમાં પ્રવૃત્તિ કરું. હવે કેવળીએ કહ્યું: હે દેવાનુપ્રિય! અહીં આત્મા જ આત્માને પોતે કરેલાં કર્મોથી છોડાવી શકે છે. જે પરોપદેશ છે તેનો તો અહીં માત્ર નિમિત્ત જ જાણવો. તેથી આ પ્રમાણે ભવસ્વરૂપ જણાયે છતે તારી જે ઇચ્છા છે તે પ્રમાણે કર. ધર્મરહિત જીવોના મનોરથો પૂર્ણ થતાં નથી, તેથી અહીં સુખના અર્થીઓએ ધર્મમાં જ યત્ન કરવો જોઇએ. પછી તેણે ગુરુના, દેવના અને ધર્મના પરમાર્થનો નિશ્ચય કરીને સમ્યક્ત્વથી સહિત બારવ્રતોનો સ્વીકાર કર્યો. વળી બીજું-અનાભોગ અને સહસાત્કારને છોડીને ઇર્ષ્યા-દ્વેષ-મત્સરના ભાવોમાં મારે સદાય નિયમ હો! જીવનપર્યંત દિવસના અને રાત્રિના પહેલા પહોરમાં ધર્મને છોડીને બીજી પ્રવૃત્તિ નહિ કરું. ઇત્યાદિ અભિગ્રહો લઇને મુનીન્દ્રને પ્રણામ કર્યા. ત્યારથી જ પોતાને અમૃતથી સિંચાયેલો અને પુણ્યશાળી માનતો તથા અતિશય તુષ્ટ થયેલો તે હસ્તિનાપુર નગરમાં ગયો.
ધનમિત્ર સૂર્યોદયના સમયે બગીચામાં જાય છે. ત્યાં પૂજા માટે વૃક્ષોમાંથી વિભાગથી ચૂંટીને સુગંધી પુષ્પો મેળવ્યા. પછી તે પુષ્પોને લાવીને ભક્તિથી જિનપ્રતિમાઓની પૂજા કરે છે. પછી સ્થિરતાથી એકાગ્રચિત્તે ભક્તિથી ચૈત્યવંદન કરે છે. પછી સાધુઓની પાસે પ્રયત્નથી ધર્મ સાંભળે છે. પછી બે પ્રહર પૂરા થાય ત્યાં સુધી નીતિથી તેલ-મીઠું વગેરે વેચે છે. જેટલાથી ભોજન થાય તેટલું ધન મેળવે છે. પછી જેમ જેમ ધર્મમાં સ્થિર થાય છે અને શુભપરિણામ વધે છે તેમ તેમ તે અધિક અધિક ધન મેળવે છે. પૂજા વગેરેમાં ઘણા ધનનો વ્યય કરે છે. હવે તે એક ઘર લે છે. એક શ્રીમંત શ્રાવકે તેને પોતાની કન્યા આપી. તેને પરણીને સદા રાતદિવસ પૂજા-સ્વાધ્યાય વગેરે ધર્મમાં ઉપયોગવાળો તે ત્યાં રહે છે.
હવે એક દિવસ તે પોતાની ગોળ અને તેલ વગેરે વસ્તુઓને વેચવા માટે કોઇપણ રીતે એક ગોકુળમાં ગયો. તે જ વખતે તે ગોકુળ બીજા સ્થળે જવા માટે ચાલ્યું. પછી ગોકુળનો અધિપતિ ટોપલીઓ ભરી ભરીને અંગારાઓનો ત્યાગ કરાવે છે. (૭૫) ધનમિત્ર સઘળા અંગારાઓને કેવળ સુવર્ણરૂપે જુએ છે. તેથી વિસ્મય પામેલા તેણે ગોકુળના અધિપતિને પૂછ્યું: હે ગોકુળાધિપતિ! આનો ત્યાગ કેમ કરાવે છે? તેથી તેણે કહ્યું: હે શેઠ! શું કહીએ? આ સોનું છે એમ કહીને માતા-પિતાએ અમને છેતર્યા. તેથી આ અંગારાઓનો ત્યાગ કરાવીએ છીએ. હવે ધનમિત્રે વિચાર્યું કે આ મારી પૂર્વઅવસ્થાની સમાન છે. જેથી તે સુવર્ણને પણ અંગારારૂપે જુએ છે. પછી ધનમિત્રે કહ્યું: ઉચિત મૂલ્ય લઇને આ અંગારા મને આપ. તેથી ગોકુળાધિપતિએ પૂછ્યું: તું શું કરીશ? તેણે કહ્યુંઃ મારે અંગારાઓનું કોઇ
૧. ક્ષળ= અવસર. ધર્મના અવસરને એમ શબ્દાર્થ થાય.