________________
૬૯૦-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનમિત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે જ પૃથ્વી ઉપર ભમતો તે ક્યારેક હસ્તિનાપુર નગરમાં આવે છે. જેના પાપો શમી ગયા છે એવો તે ત્યાં સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં ગુણસાગર નામના કેવળજ્ઞાની આચાર્યને જુએ છે. તે આચાર્ય રાજા વગેરે પર્ષદાને વિસ્તારથી ધર્મ કહી રહ્યા છે. પછી ધનમિત્ર આચાર્યને પ્રણામ કરીને ત્યાં જ બેઠો. ધર્મને સાંભળતો તે પ્રત્યેક સમયે ધર્મથી ભાવિત થતો જાય છે. પછી પર્ષદા જતી રહી એટલે સંવેગના કારણે જેની આંખોમાંથી અશ્રુજળનો સમૂહ ટપકી રહ્યો છે એવો તે આચાર્યની પાસે જઈને પૂછે છે કે, હે મુનિવર! અહીં મને બાળપણથી જ સર્વધનનો વિયોગ થઈ ગયો. તેથી ધનનું ઉપાર્જન કરવા માટે મેં જે દુઃખો સહન કર્યા તેને હે મુનીન્દ્ર! તમે જ જાતે જ સ્વજ્ઞાનથી જાણો છો. તેથી આપની પાસે પુનરુક્તિ કરવાનો કોઈ અર્થ નથી. તેથી આમાં શો હેતુ છે તે કહો. હવે આચાર્યશ્રીએ કહ્યું: હે ભદ્ર! સાવધાન થઈને સાંભળ.
આ જ ભરતક્ષેત્રમાં વિજયપુર નામનું ઉત્તમ નગર હતું. ત્યાં ગંગદત્ત નામનો રાજપુત્ર હતો. તેની મગધા નામની ગુણોથી પૂર્ણ પત્ની હતી. તે ધર્મનું નામ પણ જાણતો નથી, પોતાનાથી અન્ય નામ પણ જાણતો નથી. ધર્મ કરવામાં પ્રવર્તેલા બીજાઓને પણ વિન કરે છે. વળી– તે સ્વભાવથી ઈર્ષ્યા-મત્સર-અષથી યુક્ત છે. કોઇના એક કોડિ જેટલા પણ લાભને જોવા માટે સમર્થ થતો નથી. વળી જો કોઇ તેના જોતાં જ ક્યાંય પણ ઘણા લાભ મેળવે તો દાહવર વગેરે સતત તેને પકડી લે છે. ઘણા લોકોની લઘુતા મેળવવા માટે (=લઘુતા થાય એ માટે) વિવિધ ઉપાયોને કરે છે. મત્સરના કારણે નિષ્કારણ પણ ઈર્ષારૂપ અગ્નિથી બળે છે. પોતાની બુદ્ધિથી ઉત્પન્ન કરેલા ક્રોડ કુવિકલ્પોથી વ્યાકુળ તે સદાય દુઃખી રહે છે. પિતાના મૃત્યુ પછી તે ઘરનો માલિક થયો.
પછી સુંદર નામનો શ્રાવક તેને ક્યાંક મુનિઓની પાસે લઈ ગયો. મુનિઓએ તેમને ધર્મ કહ્યો. પછી કંઈક શ્રાવકના દબાણથી અને કંઈક પોતાના ભાવથી પણ પ્રાણાતિપાત વિરમણ વગેરે કેટલાંક વ્રતોનો (૫૦) અને નિત્ય ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ લઈને અને (અભિગ્રહના પાઠનો) સમ્યક ઉચ્ચારણ કરીને ( ગુરુની પાસે ઉચ્ચરીને) તે ગંગદત્ત ગૃહસ્થ પોતાના ઘરે ગયો. પછી પ્રમાદમાં તત્પર તે કેટલાંક વ્રતોને અતિચારોથી મલિન કરે છે, કેટલાંક વ્રતોને મૂળથી જ ભાંગી નાખે છે. ચૈત્યવંદન કરવાના એક અભિગ્રહને ઘણા પ્રયત્નથી નિત્ય જ દ્રવ્યથી અને ભાવથી પણ પાળે છે. ઇર્ષ્યા અને દ્વેષથી વ્યાકુળ બનેલો તે મત્સરના કારણે પૂર્વના ક્રમ મુજબ જ બીજાઓને લાભમાં ઘણાં વિઘ્નો કરે છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામીને તે ધનમિત્ર તરીકે ઉત્પન્ન થયો, અને તે તું જ છે. વ્રતભંગ વગેરેથી થયેલા પાપકર્મથી તું બાળપણમાં પણ સ્વપિતા, સ્વજન અને વૈભવ વગેરેથી મૂકાયો. પોતાનાથી કરાયેલાં તીવ્ર દુઃખોથી તું ગ્રહણ કરાયો. પણ તેં જે એક ચૈત્યવંદનનો અભિગ્રહ પાળ્યો તેનાથી તને આ કેવલિદર્શન વગેરે કલ્યાણ સંપદા પ્રાપ્ત થઈ.