________________
ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ઠત-૬૯૩ વિસ્મયને પામેલા રાજાએ કહ્યું: હે શેઠ! તેથી અહીં શું કરવા યોગ્ય છે? શેઠે કહ્યું છે રાજન! આપ પણ આવાં વચનો ઉપર વિશ્વાસ રાખો છો? જેના હાથમાં કાતર છે એવો અને દેવોનો પણ ગુરુ એવો આ પ્રત્યક્ષ ચોર છે. પછી ધનમિત્રે કહ્યું હે રાજન! નહિ લીધી હોવા છતાં રત્નાવલિ હું તેને આપું છું. પણ “ચોર' એવો શબ્દ પણ જિનેન્દ્રના ધર્મને મલિન કરનારો છે. તેથી અહીં જે દિવ્યથી કહો તે દિવ્યથી હું વિશ્વાસ (=ખાતરી) કરાવું. તેથી રાજાએ શેઠને કહ્યું: આણે સારું કહ્યું. તેથી તું સ્થિર થા. આ કોશને ગ્રહણ કરે છે. શેઠે તે માન્ય કર્યું. રાજાએ દિવસ નક્કી કર્યો. પછી બંને ઊઠીને પોતપોતાના ઘરમાં ગયા. વિશેષથી સધર્મના કાર્યોમાં તત્પર ધનમિત્રનો તે દિવસ આવી ગયો કે જે દિવસે દિવ્ય ગ્રહણ કરવાનું છે. તેથી ધનમિત્રે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેર્યા, પછી જિનપ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી ઉછળતા ઘણા સંવેગથી રોમાંચિત બનેલા તેણે ગંભીર, ઉદાર અને સારભૂત સ્તુતિ-સ્તોત્રોથી ચૈત્યવંદન કર્યું. પછી નજીકમાં રહેલા દેવોને ઉદેશીને કાર્યોત્સર્ગ કયો. પછી અતિશય પ્રણિધાન કરીને ઉપયોગમાં તત્પર તેણે આ પ્રમાણે કહ્યું: જો મેં કોઈપણ રીતે મનથી પણ રત્નાવલિ ઈચ્છી હોય તો મારી દિવ્યમાં શુદ્ધિ ન થાઓ. હવે જો મેં મનથી પણ રત્નાવલિ ન ઇચ્છી હોય તો દેવો કોઈપણ રીતે તેવું કરે કે જેથી જિનશાસનની ઉન્નતિ થાય. તથા ક્યારે પણ રાજાનું અને શેઠનું પણ પ્રતિકૂલ ન કરે.
રાજા આવી ગયો. નગર લોક ભેગો થઈ ગયો. લોઢાની કોશ તપાવાઈ રહી છે. આ સમયે ધનમિત્ર અને શેઠ એ બંને ત્યાં આવી ગયા. તે બંનેને દેવમંદિરની સન્મુખ ઊભા રાખ્યા. પછી કોશને ગ્રહણ કરવા માટે ધનદત્તને ઇચ્છાનુસાર સોગંદ લેવડાવ્યા. તેટલામાં સહસા કોઇપણ રીતે તે જ રત્નાવલિ સુમિત્ર શેઠના ઘડામાંથી પડી. તે રત્નાવલિ સ્વકિરણ સમૂહથી સઘળા ય દિશાચક્રને પ્રકાશિત કરી રહી હતી. તેથી રાજાએ કહ્યું: હે શેઠ! આ શું? આ આશ્ચર્યના કારણે મુગ્ધ શેઠ કોઇપણ ઉત્તર આપી શકતો નથી. પછી રાજાએ ધનમિત્રને પૂછ્યું: અહો! આ શું? ધનમિત્રે કહ્યું: દેવ જાણે. પછી રાજાએ કહ્યું: જે રત્નાવલિ માટે તમારો વિવાદ છે આ તે જ રત્નાવલિ છે કે નહિ? તે કહે. તેણે કહ્યું : આ તે જ રત્નાવલિ જણાય છે. કાર્યોના નિયમબદ્ધ પરમાર્થને સર્વજ્ઞો જાણે છે. શુદ્ર શેઠ તે જ પ્રમાણે પ્રત્યુત્તર આપતો નથી. પછી રાજા તે રત્નાવલિ પોતાના ભંડારીના હાથમાં આપે છે. પછી શુદ્ધ હોવાના કારણે સન્માન કરીને ધનમિત્રને છોડી દે છે. શેઠને અન્ય સ્થાનમાં પોતાના સેવકોને સોંપે છે. પછી રાજા ઘરે ગયો. ધનમિત્ર પણ વાગી રહેલી મોટી દુંદુભિના નાદથી તીર્થની પ્રભાવના કરતો પોતાના ઘરે ગયો.
૧. કોશને ગ્રહણ કરવી એટલે પોતે નિર્દોષ છે એવી પ્રતીતિ કરાવવા માટે તપાવેલી લોઢાની કોશને મુખમાં નાખવી.