________________
ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનમિત્રનું દૃષ્ટાંત-૬૯૫ નાખ્યા. તેથી રાજાએ શેઠના મુખ તરફ જોયું એટલે શેઠે કહ્યું: હા. પણ તેમના મરણનું કારણ હમણાં જણાયું. હવે મુનિએ કહ્યું: આ રત્નાવલીનું પણ તે જ વ્યંતરે હરણ કર્યું હતું. સ્વપત્ની સંતોષિકાના ઘરના માણસોને ખોટું આળ આપતી હતી ત્યારે વિચારશૂન્ય ધનમિત્રે પણ તેમાં સહસા નિરર્થક સંમતિ આપી હતી. તે કર્મના દોષથી અહીં તેને આળ પ્રાપ્ત થયું. તે જ વ્યંતરે ધનમિત્રનું બીજું પણ ઘણું (અશુભ) ચિંતવ્યું હતું. (૧૫૦) પણ તેણે હમણાં શુભભાવથી નિર્મલ જિનધર્મ કર્યો, એથી તે કર્મો અલ્પ થઈ ગયાં. તેથી તે દેવ કંઇપણ અશુભ કરવા સમર્થ ન થયો. હમણાં પણ જિનપ્રવચનના ભક્ત દેવોએ તે વ્યંતર પાસેથી અહીં રત્નાવલિ મૂકાવી અને જિનશાસનની ઉન્નતિ કરી.
પછી વિસ્મય પામેલા રાજાએ કેવળીને પૂછ્યું: હે મુનીન્દ્રા! તે વ્યંતર હજીપણ શેઠનું શું કરશે? પછી મુનિવરે કહ્યું: હે રાજ! તે દેવ શેઠના આ પ્રમાણે વિસ્તારવાળા પણ સઘળાય ધનનું આ રત્નાવલિની સાથે ક્રમશઃ અપહરણ કરશે. આર્તધ્યાન અને પરાધીનતાના કારણે દુઃખને પામેલો શેઠ પણ મરીને ઘણા ભવો સુધી સંસારમાં ભમશે. વ્યંતર જીવ પણ ઘણી રીતે વૈરને કરશે. કેવળીએ આ પ્રમાણે કહ્યું એટલે સંવેગને પામેલા રાજાએ રત્નાવલિ સુમિત્રને અપાવી, પછી દાન આપીને અને જિનમંદિરોમાં વિધિથી પૂજા કરાવીને કેટલાક સામંતો, મંત્રીઓ અને પત્નીઓની સાથે દીક્ષા લીધી. ધનમિત્રે પણ મોટા પુત્રને સ્વકુટુંબમાં (વડિલ તરીકે) સ્થાપીને પત્નીની સાથે વિધિથી દીક્ષા લીધી. ધનમિત્ર અને રાજા ઉગ્રતપ કરીને, દીર્ધકાળ સુધી દીક્ષા પર્યાય પાળીને, રજ અને મલને દૂર કરીને સિદ્ધ થયા. આ પ્રમાણે જેમના મનોરથો પણ ન કર્યા હોય તેવાં પણ સઘળાં સુખો ધર્મથી જ થાય છે. તેથી (સંસારથી) ભય પામેલા જ તમે ધર્મને કરો. [૪૭૨]
આ પ્રમાણે ધનમિત્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (પુણ્ય વિના) નિપુણમતિવાળા પણ પુરુષના ઘરમાં સંપત્તિઓ સ્થિરતાને પામતી નથી, ગુણી પુરુષમાં પણ સ્ત્રીઓ પણ વિશ્વાસ કરતી નથી. માટે તે લોકો! અહીં બધી જ રીતે આત્મહિતકર અને સ્વર્ગ-મોક્ષનાં સુખોનું કારણ એવા એક ધર્મને જ કરો. આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં
ધર્મસ્થિરતા રૂપ પ્રતિકાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં ધર્મસ્થિરતારૂપ પ્રતિદ્વારનો
રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. રજ=બંધાતા કર્મો. મલ=બંધાયેલાં કર્મો. ઉ. ૨૧ ભા.૨