________________
૬૮૬-સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મનિષ્ફળ
જો એમ છે, તેથી શું કરવું? તે કહે છેतो अवगयपरमत्थो, दुविहे धम्मम्मि होज दढचित्तो । समयम्मि जओ भणिया, दुलहा मणुयाइसामग्गी ॥ ४६५॥
તેથી તારે પરમાર્થને જાણીને સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મમાં દઢ ચિત્તવાળા બનવું. કારણ કે સિદ્ધાંતમાં પુસ્તક પાસ ધ ઇત્યાદિથી મનુષ્યભવ આદિ સામગ્રી દુર્લભ કહી છે. [૪૫]
તે અતિદુર્લભ મનુષ્યભવને કોઈપણ રીતે પ્રાપ્ત કરીને જે ધર્મમાં પ્રમાદ કરે છે તે મરણકાળે શોક કરે છે એમ બતાવે છે–
अइदुल्लहपि लद्धं, कहमवि मणुयत्तणं पमायपरो । जो न कुणइ जिणधम्मं, सो झूरइ मरणकालम्मि ॥ ४६६॥
અતિદુર્લભ મનુષ્યભવને કોઇપણ રીતે પ્રાપ્ત કરીને પ્રમાદમાં તત્પર બનેલો જે જીવ જિનધર્મ કરતો નથી તે મરણકાળે શોક કરે છે. [૪૬૬].
કેવી રીતે શોક કરે છે તે દર્ણત બતાવવા પૂર્વક કહે છેजह वारिमज्झछूढो, गयवरो मच्छउ व्व गलगहिओ ।
ગુરપવિશ્વ મો, સંવકુમો રદ = પવળી ૪૬૭
વારિમાં મૂકેલો ( નાખેલો) હાથી, ગલથી ગ્રહણ કરાયેલ માછલું, જાળમાં પડેલો મૃગ અને પાંજરામાં મૂકેલો પક્ષી શોક કરે છે, તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે શોક=પશ્ચાત્તાપ કરે છે.
વિશેષાર્થ– વિંધ્ય અટવી વગેરેમાં હાથીને બાંધવાના (=પકડવાના) ઉપાય રૂપે જે કૃત્રિમ ખાડો કરવામાં આવે તેને વારિ કહેવામાં આવે છે. તેની મધ્યમાં નાખેલ હાથી શોક= પશ્ચાત્તાપ કરે છે. ગલ એટલે વાંસના અગ્રભાગે બાંધેલા દોરાના અંતે રહેલી, પરોવેલા માંસના ટુકડાવાળી લોઢાની વક્ર ખીલી (હુકો. હુકથી ગ્રહણ કરાયેલું માછલું શોક કરે છે.
૧. જુન ઇત્યાદિ ગાથાનો ભાવ એ છે કે મનુષ્યભવ ભોજન વગેરે દશ દષ્ટાંતોથી દુર્લભ છે. આ દશ દેસંતો
આ ગ્રંથમાં ત્રીજી ગાથામાં જણાવ્યાં છે. ૨. વૃત્તિ શબ્દનો દોરો અર્થ શબ્દકોષમાં જોવામાં આવ્યો નથી. આમ છતાં અહીં પ્રકરણાનુસારે વૃત્તિ શબ્દનો દોરો
અર્થ કર્યો છે.