________________
ધર્મસ્થિરતા દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [જિનપૂજાના આઠ પ્રકાર-૬૮૧
ધર્મસ્થરતાહાર હવે ધર્મસ્થિરતારૂપ પ્રતિકારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર સંબંધવાળી ગાથાને કહે છે
पुव्वुत्तगुणसमग्गं, धरिलं जइ तरसि नेय चारित्तं । सावयधम्मम्मि दढो, हविज जिणपूयणुज्जुत्तो ॥ ४६०॥
જો તું પૂર્વોક્ત ગુણોથી પૂર્ણ ચારિત્રને ધારણ કરવા સમર્થ નથી તો તારે જિનપૂજામાં પ્રયત્નશીલ થઈને શ્રાવકધર્મમાં દઢ બનવું.
વિશેષાર્થ- જો કષાયજય અને ઇંદ્રિયજય વગેરે પૂર્વે કહેલા ગુણોથી પરિપૂર્ણ ચારિત્રનું પાલન કરવા સમર્થ નથી તો તારે જિનપૂજાના ઉદ્યમમાં તત્પર બનીને સમ્યકત્વ અને અણુવ્રત આદિના પાલનરૂપ શ્રાવકધર્મમાં સ્થિરચિત્તવાળા બનવું.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- સર્વગુણોથી પરિપૂર્ણ સાધુધર્મમાં દઢચિત્તવાળા બનવું જોઈએ. જો યતિધર્મને રોકનારાં કર્મોના ઉદયથી યતિધર્મનું સામર્થ્ય ન હોય તો જિનપૂજામાં પ્રયત્નશીલ બનીને શાસ્ત્રોક્ત વિધિથી શ્રાવકધર્મમાં દઢ બનવું. આ પ્રમાણે પર પરિવાદથી વિરામ પામેલાએ પણ જિનધર્મમાં દઢ બનવું જોઈએ. આથી પરપરિવાદનિવૃત્તિ દ્વાર પછી ધર્મસ્થિરતા દ્વારનો ઉલ્લેખ કર્યો છે. [૪૬૦]
જિનપૂજા કેટલા પ્રકારની છે એવી આશંકા કરીને તથા બહુ ઉપયોગી હોવાથી પ્રસંગથી પણ જિનપૂજાનું સ્વરૂપ વગેરેનો નિર્ણય કરવા માટે ગ્રંથકાર કહે છે
वरगंधपुप्फअक्खयपईवफलधूवनीरपत्तेहिं । नेवजविहाणेहि य, जिणपूया अट्टहा होइ ॥ ४६१॥
શ્રેષ્ઠ ગંધ, પુષ્પ, અક્ષત, દીપક, ફલ, ધૂપ, પાણીથી ભરેલાં પાત્રો અને નૈવેદ્યના પ્રકારોથી (=વિવિધ નૈવેદ્યોથી) જિનપૂજા આઠ પ્રકારે થાય છે.
વિશેષાર્થ- અહીં ગંધશબ્દના ઉલ્લેખથી ચંદનથી વિલેપન કરવું વગેરે લેવું (=સમજવું). ધૂપના ઉલ્લેખથી કપૂર અને અગરુ વગેરે લેવું. એ પ્રમાણે પુષ્પ વગેરેને પણ યથાસંભવ વસ્ત્ર આદિના ઉપલક્ષણ તરીકે કહેવા, અર્થાત્ પુષ્પ વગેરેના ઉપલક્ષણથી વસ્ત્ર વગેરે પણ પૂજાના પ્રકારો સમજવા. [૪૬૧]
સંક્ષેપથી જિનપૂજાનું ફલ બતાવતા ગ્રંથકાર કહે છેउवसमइ दुरियवग्गं, हरइ दुहं जणइ सयलसोक्खाइं । चिंताईयंपि फलं, साहइ पूया जिणिंदाणं ॥ ४६२॥