Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 294
________________ સત્સંગ વિષે]. ઉપદેશમલા (પુષ્પમાલા) [સોમા-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૬૭ તેજસ્વી અને ઉત્તમ બ્રાહ્મણ હતો. તે હોમ કરનારાઓને અગ્નિની જેમ સદાય પૂજનીય હતો. તેની સૂરા નામની પત્ની હતી. તેણે કોઇવાર એકીસાથે ગુણસંપન્ન પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપ્યો. તેમણે નામ પાડવાના અવસરે પુત્રનું ચિત્રભાનુ અને પુત્રીનું સોમા એવું યથાર્થ નામ રાખ્યું. ધાવમાતાઓથી લાલન કરાતા તે બંને સુખેથી મોટા થાય છે. તેમને ઉચિત કલાવિજ્ઞાન વગેરે ભણાવવામાં આવે છે. તેથી બંનેય કળાઓમાં કુશળ અને ગુણોથી વિભૂષિત થયા. પરસ્પર સ્નેહવાળા બંને સ્વેચ્છાથી ક્રીડા કરે છે. તેમના યૌવનનો પ્રારંભ થયો ત્યારે રોગ-આતંકોથી પીડાયેલા તેમના પિતાએ તે બંનેને બોલાવીને હિતશિક્ષા આપી. આ મારો અંતસમય વર્તે છે. તેથી તમારે પરિવારસહિત માતા પ્રત્યે ભક્તિવાળા થવું. સકલગુણોના અલંકાર એવા વિનયમાં જ પ્રયત્ન કરવો. સદા સત્પરુષોએ સેવેલા માર્ગને અનુસરવું. બાહુઓમાં વળગીને આ વિશેષથી તમને કહું છું કે સ્વપ્નમાં પણ અકલ્યાણ મિત્રની સાથે સંબંધ ન કરવો. કારણ કે વેતાલ, અગ્નિ, શસ્ત્ર, મહાવિષ અને સર્પ તે નથી કરતા કે જે આ ભવપરભવમાં વિરુદ્ધ કુસંગ કરે છે. અકલ્યાણમિત્રો અકાર્યોમાં પ્રવૃત્તિ કરાવે છે, કાર્યોમાં અટકાવે છે. અકલ્યાણમિત્રોને પરમાર્થથી વૈરીઓ જાણ. સંગ કોઇનો ય ન કરવો. જો સંગ કરવો પડે તો સપુરુષોની સાથે સંગ કરવો. તુચ્છ પુરુષોની સાથે કરેલો વાર્તાલાપ પણ સંતાપને ઉત્પન્ન કરે છે. સુંઘાતો પણ સાપ, વાર્તાલાપ કરાતો પણ દુર્જન, સ્પર્શ કરાતો પણ હાથી અને હસાતો પણ રાજા મારે છે. સંગનો પ્રભાવ જો, કે જેથી કોઈપણ રીતે એમ જ દુર્જનોની મધ્યમાં મળેલ પુરુષ જલદી કુસંભાવનાને પામે છે, અર્થાત્ આ “ખરાબ માણસ છે' એવો લોકાપવાદ થાય છે. સજ્જનોની મધ્યમાં ગયેલો બીજો પુરુષ લોકમાં મહાન તરીકેની સંભાવનાને પામે છે. અહીં (=સંગની અસરમાં) બીજું કહેવાથી શું? ઇત્યાદિ પિતૃશિક્ષાને તે બે સારી રીતે સ્વીકારે છે. પછી ક્રમે કરીને વલનસિંહ મૃત્યુ પામ્યો. સમય જતાં સોમા તે જ નગરમાં પરણી. પિતાએ આપેલી શિખામણને સદા ચિત્તમાં ધારતી રહે છે. તેણીના ઘરની નજીક જ શીલરતિ નામની એક ઉત્તમ શ્રાવિકા રહે છે. તેનું શરીર જિનવચનથી અતિશય ભાવિત હતું. અષ્ટપ્રકારી પૂજાથી ભક્તિપૂર્વક જિનપ્રતિમાઓની પૂજા કરે છે. સદા પચ્ચકખાણ વિના એક ક્ષણ પણ રહેતી નથી. ૧. આતંક એટલે દુઃસાધ્ય કે જલદી પ્રાણઘાત કરે તેવો રોગ. ૨. “તેનું શરીર જિનવચનથી ભાવિત હતું” એ કથનનો તાત્પર્યાર્થિ એ છે કે શીલરતિ માત્ર મનથી જિનવચન ઉપર શ્રદ્ધા ધારણ કરનારી ન હતી, કિંતુ શરીરથી જિનવચનની આરાધના કરનારી પણ હતી.

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354