________________
સત્સંગ વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમ-ચિત્રભાનુનું દૃષ્ટાંત-૬૭૩ તે કહે. પછી ભય પામેલા દાસે સઘળું ય જેવી રીતે બન્યું હતું તેવી રીતે કહ્યું. પછી ગંભીરતાથી અને સજજનતાથી ખુશ થયેલો રાજા બ્રાહ્મણને સન્માન આપીને રજા આપે છે. પછી દાસના ઘણા દુર્જનભાવને તથા તુચ્છતાને જાણીને ગુસ્સે થયેલો રાજા દુષ્ટ તેને જીવતો પકડીને અને વૈભવ લઈને દંડ કરે છે. હવે તેને જોઇને બ્રાહ્મણ અને નગરના લોકે કુસંગનો દોષ જાણ્યો. લોકે દાસને ધિક્કાર્યો અને બ્રાહ્મણની પ્રશંસા કરી. (૧૫)
હવે પિતાના વચનમાં વિશ્વાસ થવાના કારણે ઉત્તમ બ્રાહ્મણે વિચાર્યું: સોમા ધન્ય છે કે જેને યોગ્ય સારો સંગ થયો. આજે હું પણ ધન્ય છું. કારણ કે આ કુસંગદોષ વડે કોઈક ભવિતવ્યતાના કારણે હું મૃત્યુ ન પમાડાયો. અથવા મારું મરણ કેમ ન થયું? અથવા અભક્ષ્ય-અપેયનું સેવન કરનાર અને અનંત દુઃખને પ્રાપ્ત કરનાર મારું મરણથી પણ અધિક કેમ ન થયું? તેથી આટલું થઈ જવા છતાં મારા માટે કલ્યાણ મિત્રનો સંયોગ યોગ્ય છે. કલ્યાણમિત્રનો સંયોગ કુમતિ અને કુસંગથી ઉપાર્જન કરેલા કર્મરૂપ કાષ્ઠ માટે અગ્નિસમાન છે. આ પ્રમાણે વિચારીને તેણે અતિશયગુણી સાધુઓની પાસે જવાનું શરૂ કર્યું, અને અતિશય નિશ્ચલ (=અન્ય ચલિત ન કરી શકે તેવો) ધર્મ તેને પરિણમ્યો. સકલલોકને પ્રશંસનીય તે કેટલાક દિવસો સુધી ઘરે રહીને પછી નિર્મલ મહાવ્રતોને સ્વીકારીને અને પાળીને મુક્તિપદને પામ્યો. આ પ્રમાણે જાણીને સુખને આપનાર કલ્યાણમિત્રનો સંગ નિત્ય કરો અને અશુભ અકલ્યાણ મિત્રના સંગનો ત્યાગ કરો. [૪૫૨]
આ પ્રમાણે સોમા અને ઉત્તમ બ્રાહ્મણ(ચિત્રભાનુ)નું દૃષ્ટાંત પૂર્ણ થયું.
અહીં દાવાનલ, સર્પ, હિંસકપશુ અને વેતાલ વગેરેની સાથે પણ સંગ સારો છે, પણ અકલ્યાણમિત્રોની સાથે સંગ સારો નથી. કારણ કે અગ્નિ આદિથી થતું દુઃખ ક્ષણમાત્રમાં નાશ પામનારું છે. અકલ્યાણમિત્રોના સંગથી થતું દુઃખ અનંત લાખો જન્મોથી પણ નાશ પામતું નથી. આ પ્રમાણે શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા પ્રકરણમાં ભાવનાદ્વારમાં
અનાયતનત્યાગરૂપ પ્રતિકાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાતારમાં અનાયતનત્યાગરૂપ પ્રતિકારનો
રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અહીં માત ના સ્થાને માત્ર હોવું જોઇએ. માત્ર સમજીને અર્થ કર્યો છે.
%%%%