Book Title: Updeshmala Ppart 02
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 302
________________ પરંપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પરતીર્થિકોનું કથન-૬૭૫ ચિંતા કર. કારણ કે આત્મા હજીપણ ભવદુઃખોને વશ બનેલો છે. તેથી આ ભવદુઃખોથી મારો આત્મા કેવી રીતે છૂટશે એની જ ચિંતા કર. પરની ચિંતાથી શું? [૪૫૪] પરદોષને ગ્રહણ કરવામાં ધનની પ્રાપ્તિનો અભાવ અને અનર્થનો લાભ એ બે દોષોને જ બતાવતા ગ્રંથકાર કહે છે परदोसे जंपतो, न लहइ अत्थं जसं न पावेइ । सुयणंपि कुणइ सत्तुं, बंधइ कम्मं महाघोरं ॥ ४५५॥ પરદોષોને બોલતો જીવ ધનને અને યશને પ્રાપ્ત કરતો નથી, સજ્જનને પણ શત્રુ કરે છે, મહાભયંકર કર્મ બાંધે છે. [૪૫૫] ગુણસંપન્નના જ દોષોને ગ્રહણ ન કરવા, પણ ગુણરહિતના દોષો ગ્રહણ કરવામાં શો દોષ છે? કારણ કે તેમાં સાચે જ દોષો રહેલા છે. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે समयम्मि निग्गुणेसुवि भणिया मज्झत्थभावया चेव । परदोसग्गहणं पुण, भणियं अन्नेहिवि विरुद्धं ॥ ४५६॥ શાસ્ત્રમાં ગુણરહિત જીવોમાં પણ મધ્યસ્થભાવના જ કહી છે. પરદોષોના ગ્રહણને (=પરદોષોને જોવા-સાંભળવા-બોલવા વગેરેને) પરતીર્થિકોએ પણ વિરુદ્ધ કહ્યું છે. વિશેષાર્થ– શાસ્ત્રમાં ગુણરહિત જીવોમાં પણ મધ્યસ્થભાવના જ કહી છે. કારણ કે-“સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યચ્ય (=ઉપેક્ષા)ભાવ રાખવો જોઇએ.” (તત્ત્વાર્થ. ૭-૬) આવું વચન છે. પરદોષોના ગ્રહણને તો કેવળ શાસ્ત્રમાં જ નહિ, કિંતુ પરતીર્થિકોએ પણ વિરુદ્ધ જ કહ્યું છે. [૪૫૬] પરતીર્થિકોએ જે કહ્યું છે તેને જ કહે છે लोओ परस्स दोसे, हत्थाहत्थिं गुणे य गिण्हंतो । अप्पाणमप्पणच्चिय, कुणइ सदोसं च सगुणं च ॥ ४५७॥ પોતાની મેળે જ પરના દોષોને અને પરના ગુણોને ગ્રહણ કરતો લોક પોતાને પોતાનાથી જ દોષયુક્ત અને ગુણયુક્ત કરે છે.

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354