________________
૬૭૬-પરપરિવાદનિવૃત્તિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પરતીર્થિકોનું કથન વિશેષાર્થ– જે જીવ જેને ગ્રહણ કરે તે જીવ તેનાથી જ યુક્ત થાય છે. તેથી જે જીવ બીજાના દોષોને ગ્રહણ કરે છે તે જીવ વડે સામર્થ્યથી જાતે જ આત્મા દોષયુક્ત કરાયેલો થાય છે. ગુણોને ગ્રહણ કરતા જીવ વડે આત્મા ગુણયુક્ત કરાયેલો થાય છે. તેથી આત્માના ગુણોની અભિલાષા કરનારા જીવે બીજાના ગુણો જ ગ્રહણ કરવા જોઇએ. [૪૫૭]
આ માધ્યચ્ય ઘણા દોષવાળા હોય તેવા ગુણરહિત જીવોમાં જાણવું. (૧) જે જીવો ઘણા ગુણવાળા છે, (૨) અને જેમનામાં કેટલાક ગુણો છે, (૩) અથવા જેમનામાં કેવળ સર્વથા દોષાભાવ છે, (૪) અથવા દોષો થોડા છે, તે બધાય જીવો પ્રશંસા કરવા યોગ્ય જ છે, એમ અન્યદર્શનમાં જે કહેલું છે તેને જ ગ્રંથકાર જણાવે છે
भूरिगुणो विरलो च्चिय, एक्कगुणोऽवि हु जणो न सव्वत्थ । निद्दोसाणवि भदं, पसंसिमो चेव दोसेऽवि ॥ ४५८॥
(૧) ઘણા ગુણોવાળા જીવો વિરલા જ હોય છે. (૨) એકગુણવાળો પણ લોક સર્વત્ર નથી હોતો. (૩) નિર્દોષ જીવોનું પણ કલ્યાણ થાય. (૪) અલ્પદોષવાળા જીવોની પણ પ્રશંસા કરીએ છીએ.
વિશેષાર્થ- (૧) ઘણા ગુણોવાળા કોઈક મહાત્માઓ પ્રાપ્ત થાય છે. આથી તેઓ કોઈ વિકલ્પ વિના જ પ્રશંસનીય જ છે. (૨) જેમાં જ્ઞાન વગેરે કોઈ એક ગુણ પુષ્ટ હોય તેવો લોક બધા સ્થળે પ્રાપ્ત થતો નથી. આથી તે પણ પ્રશંસા કરાય જ છે. (૩) દોષરહિત જીવોનું પણ કલ્યાણ થાય. જે જીવો જેવી રીતે ગુણોથી રહિત છે તેમ દોષોથી પણ રહિત જ છે, તેમનું પણ કલ્યાણ જ થાય, અર્થાત્ તે જીવો કાળના કારણે દોષોથી મલિન બનેલા આ લોકમાં બધી ય રીતે પ્રશંસનીય જ છે. (૪) જેમના ગુણોનો અભાવ હોવા છતાં અને દોષો પણ હોવા છતાં અલ્પ જ દોષો છે તે અલ્પદોષવાળા જીવોની દોષની અધિકતાવાળા લોકમાં અમે પ્રશંસા કરીએ છીએ. [૪૫૮]
માત્રવચનરૂપ પરદોષ કથનમાં દોષ કેવી રીતે સંભવે? તે કહે છેपरदोसकहा न भवइ, विणा पओसेण सो य भवहेऊ । खमओ कुंतलदेवी, सूरी य इहं उदाहरणा ॥ ४५९॥
પરદોષનું કથન દ્વેષ વિના ન થાય. દ્વેષ સંસારનું કારણ છે. આ વિષે તપસ્વી, કુંતલદેવી અને આચાર્ય એ ત્રણ દષ્ટાંતો છે.
૧. અહીં ઘણા ગુણો, અલ્પગુણો, દોષાભાવ અને અલ્પદોષ એમ ચાર મુદા છે.