________________
૬૩૬-વૈયાવૃજ્યાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગૃહસ્થવેયાવચ્ચના દોષો દીક્ષા છોડી દેનારનું અથવા મૃત્યુ પામેલાનું ચારિત્ર અને પરાવર્તન ન કરવાથી શ્રુત નાશ પામે છે. વેયાવચ્ચથી કરાયેલું શુભોદયવાળું કર્મ નાશ પામતું જ નથી.
વિશેષાર્થ– પ્રશ્ન- જો દીક્ષા છોડી દેવાના કારણે અથવા મૃત્યુ પામવાના કારણે અવિરતિને પામેલાનું ચારિત્ર નાશ પામે છે, અને પરાવર્તન ન કરવાથી શ્રુત નાશ પામે છે, આથી આ બધું પ્રતિપાતી છે, તો વેયાવચ્ચમાં પણ આ સમાન છે. કારણ કે દીક્ષાત્યાગ આદિ અવસ્થામાં વેયાવચ્ચ પણ નાશ પામે છે=વેયાવચ્ચ થતી નથી.
ઉત્તર- તમોએ સાચું કહ્યું છે. પણ અહીં ચારિત્ર અને શ્રુત શબ્દથી ચારિત્ર અને શ્રતના પ્રભાવથી ઉત્પન્ન કરાયેલું શુભ કર્મ ગ્રહણ કરવામાં આવે છે. તેથી આપ્તપુરુષો આ પ્રમાણે પ્રતિપાદન કરે છે– ચારિત્ર અને શ્રુત હમણાં જ જીવમાં વિદ્યમાન છે તે જીવે (ચારિત્ર અને શ્રુતના કારણે) જે શુભ કર્મનું ઉપાર્જન કર્યું, તે કર્મ જીવ જ્યારે દીક્ષાત્યાગ આદિ અવસ્થામાં અવિરતિવાળો અને સૂત્રને ભૂલી જનારો થાય છે ત્યારે કંઈક પ્રદેશોદયથી જ ભોગવાય છે અને પોતાના વિપાકને (°ફળને) આપ્યા વિના એમ જ નાશ પામે છે. પણ વેયાવચ્ચમાં આમ નથી. માટે જ અહીં કહે છે કે વેયાવચ્ચથી કરાયેલું સાતવેદનીય, દેવગતિ, યશ-કીર્તિનામકર્મ, તીર્થંકર નામકર્મ, ઉચ્ચગોત્ર વગેરે શુભવિપાકવાળું કર્મ નાશ પામતું નથી, એટલે કે પ્રદેશોદય માત્રથી જ ભોગવાઈને પોતાના ફળને આપ્યા વિના જ એમ જ નાશ પામતું નથી. આ કારણથી વેયાવચ્ચથી કરાયેલું શુભવિપાકવાળું કર્મ પ્રબલસામર્થ્યથી યુક્ત હોવાના કારણે દીક્ષાત્યાગ આદિ અવસ્થામાં પણ પ્રાય: સ્વવિપાકથી જ ભોગવાય છે, બીજી રીતે નહિ.
- આ જ વિવક્ષાથી પૂર્વ ગાથામાં ચારિત્ર-શ્રત વગેરે પ્રતિપાતી છે અને વૈયાવચ્ચ અપ્રતિપાતી છે એમ કહ્યું છે. આથી આમાં દોષ નથી એમ અમે સમજીએ છીએ. તત્ત્વ તો બહુશ્રુતો જ જાણે. [૪૧૮]
જો વૈયાવચ્ચમાં આટલો લાભ છે તો અમે ગૃહસ્થ વગેરેની પણ વેયાવચ્ચ કરીએ એ વિષે કહે છે
गिहिणो वेयावडिए, साहूणं वन्निया बहू दोसा । जह साहुणी सुभद्दाए तेण विसए तयं कुज्जा ॥४१९॥
ગૃહસ્થની વેયાવચ્ચ કરનારા સાધુઓને સાધ્વી સુભદ્રાની જેમ આગમમાં ઘણા દોષો કહ્યા છે. માટે વેયાવચ્ચ યથાયોગ્ય જ કરવી, પોતાની ઇચ્છા પ્રમાણે નહિ.
આ સુભદ્રા કોણ હતી એ પ્રશ્નનો ઉત્તર કહેવાય છે–