________________
ગૃહસ્થયાવચ્ચ વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) સુભદ્રા સાધ્વીનું દૃષ્ટાંત-૬૩૯ હવે એકવાર આ ભરતક્ષેત્રોમાં જ ઘણા બાળકોને વિમુર્તીને સર્વઋદ્ધિપૂર્વક શ્રીવીરજિનને વંદન કરવા માટે આવી. ભક્તિથી નાટક બતાવે છે. પછી પ્રણામ કરીને જતી રહી. હવે વિસ્મય પામેલા શ્રીગૌતમસ્વામીએ જિનેન્દ્ર ભગવંતને પૂછ્યું: હે નાથ! આ કોણ છે? તેણે બાળકોના રૂપથી સંયુક્ત નાટક કેમ બતાવ્યું? ભગવાને કહ્યું: હે ગૌતમ! આ બહુપુત્રિકા દેવી છે. પૂર્વભવનાં કર્મોના કારણે આ શકની પણ સભામાં અને અહીં આ પ્રમાણે ઘણા બાળકોના રૂપોને વિક છે. આથી જ આ બહુપુત્રિકા એવા નામથી પ્રસિદ્ધ છે. આણે પૂર્વભવમાં શું કર્યું? એમ પૂછાયેલા સ્વામીએ શ્રી ગૌતમસ્વામી આદિને તેનો પૂર્વભવ વિસ્તારથી કહ્યો. જો ત્યારે તે સારા બાળકોના કારણે સાધુપણાની વિરાધના ન કરત તો સિદ્ધિને પામત. તેણે અતિદુર્લભ સાધુપણાની તે રીતે વિરાધના કરી કે જેથી આ અવસ્થાને પામી. આ સાંભળીને ભય પામેલા ઘણા સાધુઓએ અને ઘણી સાધ્વીઓએ પણ અનર્થફળવાળી ગૃહસ્થની વેયાવચ્ચનું પચ્ચખાણ કર્યું.
પછી શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે નાથ! અહીંથી પણ આગળ તે ક્યાં જશે? સ્વામીએ કહ્યું: સાંભળ. અહીં પોતાનું ચાપલ્યોપમ આયુષ્ય પૂર્ણ કરીને આ જ ભરતક્ષેત્રમાં વિંધ્યાચલની નીચેના બેભેલ નામના સન્નિવેશમાં રૂપાદિગુણનો ભંડાર અને સર્વલોકને સુખ આપનારી સોમા નામની બ્રાહ્મણપુત્રી થશે. રાષ્ટ્રકૂટ નામનો બ્રાહ્મણ તેને આડંબરથી પરણશે. રાષ્ટ્રકૂટની પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય પત્ની થશે. હવે તેની સાથે ભોગોમાં આસક્ત સોમાને વર્ષના અંતે પુત્રયુગલ થશે. એ પ્રમાણે બીજા વર્ષે પણ પુત્રયુગલ થશે. એ પ્રમાણે સોળવર્ષે તેને પૂર્વકૃતકર્મથી પુત્રો અને પુત્રીઓ મળીને બરોબર બત્રીસ સંતાનો થશે.
કોઇક બાળકો બળાત્કારથી પણ સ્તનને ધાવે છે. કોઈક બળાત્કારથી ભોજન લે છે. કોઈ મસ્તક ઉપર ચડે છે. કોઈ મસ્તકના વાળ તોડે છે. (૫૦) કોઈ તેનાં વસ્ત્રોને ખેંચીને ફાડે છે. કોઇ તેણે પીરસેલું ભોજન છીનવી લઇને ખાય છે. કોઈ રમકડાંઓને માગે છે. કોઈ ખાવા યોગ્ય, પીવાયોગ્ય અને ભોજન કરવા યોગ્ય વસ્તુ માગે છે. તે બહાર જતી હોય ત્યારે પણ તેની કેડ અને ખભા વગેરે ઉપર ચડે છે. કોઈક કરુણ આકંદન કરે છે. કોઈ ગુસ્સે થઈને આક્રોશ કરે છે. કોઈ પ્રહારોથી મારે છે. કોઈ રીસાઇને જતા રહે છે. કોઈ તેના ખોળા વગેરેમાં બેઠેલા ઝાડો-પેશાબ કરે છે. કોઇને ઝાડા છૂટી જાય છે. કોઈ ગોળ ગોળ ભમે છે. કોઇ ઊલટી કરે છે. કોઈ રોગોથી પકડાય છે. કોઈ ઊંચે કૂદે છે. કોઈ સ્વેચ્છાથી પલાયન થઈ જાય છે. કોઈ બૂમો પાડે ૧. નાદવિધિ=શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- વિધિ એટલે ક્રિયા અર્થાતુ અનુ ષ્ઠાન. નાટકરૂપ ક્રિયા (અનુષ્ઠાન)ને
બતાવે છે.