________________
ચૈત્યદ્રવ્યના ભક્ષણમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંકાશશ્રાવકનું દૃષ્ટાંત-૬૬૩ છે કે પછી હિસાબમાં નાખી દઇશ. પણ પછી ભૂલી જાય છે. આ પ્રમાણે પ્રમાદથી તે ચૈત્યદ્રવ્યને ભૂલી જાય છે. સમય જતાં તેનો વૈભવ ઘટી જતાં વૈભવ અલ્પ થઈ ગયો. હવે તે દ્રવ્ય પછી હું આપી દઈશ એવી બુદ્ધિથી ઇરાદાપૂર્વક દેવદ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કરે છે. પણ પછી ધન ન મળતાં દેવદ્રવ્યને આપતો નથી. આ પ્રમાણે પ્રસંગ વધતાં ક્રમે કરીને તેના ઘરનો સઘળો વૈભવ જતો રહ્યો. હવે નિર્ધ્વસ પરિણામવાળો તે સઘળા ય દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે.
તેના કારણે તેણે અતિશય ગાઢ અને અતિશય સંક્લિષ્ટ ઘણાં કર્મોનો બંધ કર્યો. નિત્ય શંકાવાળો, ભય પામેલો, ઘણો પ્રમાદી અને સંક્લિષ્ટ મનવાળો તે સમય જતાં આ દોષસંબંધી આલોચના-પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ કર્યા વિના મરીને ચતુર્ગતિના અતિભયંકર ભવાવર્તમાં પડ્યો. પછી નરકાવાસમાં પરમાધામીએ યોજેલા કરવત અને ભાલો આદિ શસ્ત્રોથી છેદાતો, ભેદાતો અને પકાવાતો તે વિચિત્ર પ્રકારનાં ભયંકર લાખો દુઃખોને સહન કરે છે. તિર્યંચોમાં પણ શીત-ઉષ્ણ, ક્ષુધા-તૃષા વગેરેથી થયેલાં તીવ્ર દુઃખોને સહન કરે છે. મનુષ્યભવમાં પણ રોગ-શોકથી દુઃખી થયેલો તે હાથ- કાન-નાસિકાનું છેદન, બંધન અને તાડનથી થયેલાં, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા, દૌર્ભાગ્ય, વિપત્તિ, પરંપરિભવ આદિ દુઃખોને સહન કરે છે. દેવોમાં પણ અલ્પઋદ્ધિ, હીનરૂપ આદિથી થયેલાં અને ઈર્ષ્યા, વિષાદ, મદ, મોહ, લોભ અને ક્રોધ આદિથી થયેલાં વિવિધ પ્રકારનાં દુખોને ભોગવે છે. આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરતા તેણે પ્રાયઃ કરીને બધાય સ્થળે ચિત્તની અસ્વસ્થતા અને દરિદ્રતાથી યુક્ત તીક્ષ્ણ દુઃખોને વારંવાર સહન કર્યા.
હવે ઘણા ભવો પછી કોઇપણ રીતે તગરાનગરીમાં ઇભ્યશેઠના પુત્રપણે ઉત્પન્ન થયો. એનો જન્મ થતાં પિતા પણ દરિદ્ર બની ગયો. તેના પ્રભાવથી થોડા જ દિવસોમાં તેનો જેટલો વૈભવ હતો તેટલો બધો ય નાશ પામ્યો. આ દુષ્કૃત્ર છે, નિર્ભાગ્યશેખર છે એમ સર્વલોકમાં નિંદાત અને દુઃખી થયેલો તે કોઈપણ રીતે વૃદ્ધિ પામ્યો. (રપ) માતા-પિતાનું મૃત્યુ થતાં તે જે જે વ્યવસાયને કરે છે તે તે નિષ્ફળ થાય છે, અથવા અનર્થફળવાળો જ થાય છે. અતિદીન અને સદા દુર્દશાને પામેલા તેનો કોઈપણ રીતે નિર્વાહ થતો નથી. ઘરવાસથી કંટાળેલો તે એમ જ ભમે છે કે શૂન્ય રહે છે.
હવે ત્યાં એકવાર વિહાર કરતા કેવલી પધાર્યા. સઘળો ય નગરલોક તેમને વંદન કરવા માટે ગયો. આ જાણીને ઇભ્યપુત્ર પણ ત્યાં આવ્યો. અવસર મેળવીને તેણે કેવળીને પૂછ્યું: હે ભગવન્! પૂર્વે મેં કયું કર્મ કર્યું કે જેથી આવા દુઃખનો ભાજન થયો. પિતાનો વૈભવ પણ ગુમાવી દીધો. માત્ર પેટનો પણ નિર્વાહ થતો નથી. તેથી કેવળીએ કહ્યુંઃ હમણાં આ દુઃખ કેટલું માત્ર છે? પૂર્વે તે અનુભવેલા દુઃખનો આ અંશ જ છે. તેથી વિસ્મય પામેલા ઉ. ૧૯ ભા.૨