________________
૬૫૦-નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંડપિંગલ ચોરનું દૃષ્ટાંત
ત્યાં વાણવ્યંતર દેવ થયો હતો તે નિશીહિ અને નમસ્કારમંત્રને સાંભળીને પ્રતિબોધ પામ્યો. હર્ષ પામેલા તેણે નમીને તે શ્રાવકને કહ્યું: હે મહાયશસ્વી! તમે સારું કર્યું કે જેથી નવકાર બોલીને મારો સંસારથી ઉદ્ધાર કર્યો. તેથી તમને જે પ્રિય હોય તે કહો. પછી શ્રાવકે કહ્યું: મારે બીજા કશાનું પ્રયોજન નથી. તું તે પ્રમાણે કર કે જેથી નગરલોક ન મરે. તેથી તુષ્ટ થયેલા દેવે કહ્યું. ત્યાં જ રહેલા તારા ઓશીકા આગળ દરરોજ એક બીજોરું મૂકીશ. તે તમે રાજાને આપજો. આમ કરવાથી રાજા તારા ઉપર તુષ્ટ થશે અને નગરલોક મરશે નહિ. આ પ્રમાણે વરદાન મળતાં તે પોતાના ઘરે આવ્યો. તેથી અતિશય વિસ્મય પામેલા રાજાએ અને લોકે તેને પૂછ્યું. તેણે જિને કહેલા નવકારનો પૂર્વોક્ત સઘળો ય પ્રભાવ કહ્યો. તેથી ઘણા લોકોએ જિનધર્મનો સ્વીકાર કર્યો. રાજાએ પણ તેને ઘણું ધન આપીને ધનવાન કર્યો. આ પ્રમાણે નમસ્કારમંત્ર આ લોકમાં પણ વિશુદ્ધ હૃદયવાળા જીવોને અવશ્ય જીવન અને ધનને લાવનારો થાય છે.
આ પ્રમાણે બીજોરાના વનનું (જિનદાસશ્રાવકનું) દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે ચંડપિંગલનું દૃષ્ટાંત કહેવાય છે
ચંડપિંગલનું દૃષ્ટાંત વસંતપુર નગરમાં ચંડપિંગલ નામનો ચોર હતો. તે વેશ્યા શ્રાવિકા ઉપર અનુરાગી થઈને તેના ઘરે રહેતો હતો. હવે એકવાર તેણે રાજાના મહેલમાં ચોરી કરી. ત્યાં તેને અતિમૂલ્યવાન મોતીનો હાર મળ્યો. તેને લઇને વેશ્યાના ઘરમાં અતિઘણા પ્રયત્નથી છુપાવી દીધો. હવે એકવાર મહોત્સવના દિવસે સઘળો વેશ્યાલોક સ્વસમૃદ્ધિના સમૂહથી (=પોતપોતાની સમૃદ્ધિ પ્રમાણે) વિભૂષાથી અલંકૃત થઈને બહાર જાય છે. બધી સ્ત્રીઓમાં હું જ અતિશય શોભાવાળી થાઉં એમ વિચારીને ચોરની વેશ્યા તે જ હારને કંઠમાં પહેરીને ઉદ્યાનમાં આવી. રાણીની દાસીએ તેને જોઇ. હારને ઓળખીને દાસીએ રાણીને કહ્યું. રાણીએ રાજાને કહ્યું. રાજાએ શોધ કરીને ચોરને પકડ્યો. પછી રાજાથી આદેશ કરાયેલા માણસોએ તેને શૂળી ઉપર ચડાવ્યો. તે સાંભળીને વેશ્યા પોતાની ઘણી નિંદા કરે છે. જો, પાપિણી મેં તે હારને પ્રગટ કરીને સદાય ઘણા સદ્ભાવને પામેલા તેને નિરર્થક મરાવ્યો. આ પ્રમાણે દુઃખી થયેલી તે તેની પાસે જઈને તેને નવકાર શિખવાડે છે, તથા નિયાણું કરાવે છે કે હું અહીં રાજપુત્ર થાઉં. પછી ત્યાં પણ નવકારને ૧. પૂર્વે અજ્ઞાનતાના કારણે કોઈ સ્ત્રી વેશ્યા બની. પાછળથી જૈન ધર્મનું જ્ઞાન થતાં તે શ્રાવિકા બની. આથી તે લોકમાં વેશ્યાશ્રાવિકા તરીકે પ્રસિદ્ધ બની.