________________
૬૫૨-નવકારથી થતા લાભમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[હુંડિકયક્ષનું દૃષ્ટાંત
દાનથી પણ પામી શકાય તેમ નથી. આ પ્રમાણે કહીને યક્ષ પોતાના સ્થાને ગયો. આ પ્રમાણે દ્રવ્યથી પણ ગ્રહણ કરાયેલ નમસ્કાર દિવ્યઋદ્ધિનું કારણ બને છે. [૪૩૨]
આ પ્રમાણે હુંડિકયક્ષનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
હે લોકો! જે સ્વાધ્યાય ચિત્તરૂપ ચંચળ અશ્વને રોકવાના કાર્યમાં મજબૂત અને લાંબી લગામ સમાન છે, વાણીરૂપ વાઘણને કાબૂમાં રાખવા માટે વજ્રના પાંજરા સમાન છે, શરીરરૂપ હાથીને કાબૂમાં રાખવા માટે અંકુશ છે, પરદોષની નિંદાની પ્રવૃત્તિને છોડીને, શ્રી જિનોએ કહેલા અને મોક્ષને આપનારા તે સ્વાધ્યાયને આદરથી કરો. (૧) આ પ્રમાણે શ્રીહેમચન્દ્રસૂરિવિરચિત ઉપદેશમાલા પ્રકરણમાં ભાવનાદ્વારમાં સ્વાધ્યાયરતિરૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં સ્વાધ્યાયરતિરૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.