________________
નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) હિંડિકયક્ષનું દૃષ્ટાંત-૬૫૧ બોલતો તે મરીને તે નિયાણાથી પટ્ટરાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે વેશ્યા ભવિતવ્યતાના સંબંધથી જન્મેલા રાજપુત્રની ક્રીડાધાત્રી(=રમાડનારી માતા) થઈ. તેણે વિચાર્યું કે ગર્ભનો અને ચંડપિંગલના મરણનો કાળ સમાન જ છે. તેથી સંભાવના કરી શકાય છે કે તે જ મરીને આ થયો છે. આ પ્રમાણે વિચારીને રડતા તે કુમારને તેણે કહ્યું: હે ચંડપિંગલ રડ નહિ. વારંવાર આ પ્રમાણે તે બોલતી રહી. આથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે જિનધર્મ સ્વીકાર્યો. કાળે કરીને પિતાનું મૃત્યુ થતાં તે રાજા થયો. રાજ્યનું પાલન કર્યા પછી તેણે વેશ્યાની સાથે જ દીક્ષા સ્વીકારી. ક્રમે કરીને બંને સિદ્ધ થયા. આ પ્રમાણે નવકાર સરળભાવની પ્રધાનતાવાળા જીવોને પરલોકમાં ભોગફલવાળો અને મોક્ષફલવાળો થાય છે.
આ પ્રમાણે ચંડપિંગલનું દષ્ટાંત પૂર્ણ થયું. હવે હુંડિકયક્ષનું દૃષ્ટાંત કહેવાય છે
હુંડિકયક્ષનું દૃષ્ટાંત. મથુરા નગરીમાં હુંડિક નામનો ચોર હતો. આખી નગરીને ચોરે છે. હવે એકવાર કોટવાળોએ તેને ચોરીના માલસહિત પકડ્યો. રાજાની આજ્ઞાથી તેને શૂળી ઉપર ચડાવ્યો. શૂળી ઉપર ચડાવેલા તેને ઘણી તૃષા લાગી. તેથી નજીકમાં જતા જિનદત્ત નામના શ્રાવકને જોઈને તેણે કહ્યું: હે મહાનુભાવ! તમારો ધર્મ દયામાં છે. તેથી તૃષાળુ અને દીન અને પાણી પીવડાવ. અપેક્ષાથી મુક્ત ધીર પુરુષો અન્યના કાર્ય માટે જ પ્રાણોને ધારણ કરે છે. તેથી શ્રાવકે કહ્યું: જો તું નવકાર શીખે અને નવકારને બોલતો રહે તો હું તને પાણી પીવડાવું. તેણે તેનો સ્વીકાર કર્યો. શ્રાવક પાણી લેવા માટે ગયો. આ તરફ તે નવકારને બોલતો બોલતો જ (શ્રાવક આવે તે પહેલા) મૃત્યુ પામ્યો. નવકારના પ્રભાવથી યક્ષ થયો. શ્રાવક પાણી લઈને જેટલામાં ત્યાં ગયો તેટલામાં કોટવાળોએ તેને પકડ્યો. કોટવાળોએ રાજાને કહ્યું કે આ ચોરોને ભોજન આપનારી છે. રાજાએ તેને પણ શૂળીએ ચડાવવા માટે કોટવાળોને આજ્ઞા કરી. હુંડિકય અવધિજ્ઞાનથી પૂર્વનો વૃત્તાંત જાણ્યો. તેથી એક મહાન પર્વતને લઈને નગરીની ઉપર રહ્યો. પછી તેણે કહ્યું: અરે! તમે આના માહાભ્યને જાણતા નથી. આથી તમે જલદી જ આને મૂકી દો. અન્યથા સઘળા નગરને ચૂરી નાખું છું. તેથી ભય પામેલો નગરલોક હુંડિકયક્ષની પૂજા કરે છે. રાજા તેની પ્રતિમાના નિર્માણપૂર્વક તેનું મંદિર કરાવે છે. જિનદત્તશ્રાવકને પૂજા કરવા પૂર્વક ખમાવીને રજા આપે છે. યક્ષે જિનદત્તને ભક્તિથી નમીને કહ્યું: સર્વપાપોનું ઘર પણ હું આટલી ઋદ્ધિને જે પામ્યો છું તે મહાન નમસ્કારમંત્રના દાનથી કરાયેલી તારી જ મહેરબાની છે. તેથી કૃપા કરીને વિષમ કાર્યમાં મને યાદ કરજે. તારા આ ઉપકારના પારને સ્વજીવનના