________________
અનાયતન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ સાધ્વી સંગત્યાગ-૬૫૯ હમણાં તો દીક્ષિત થયેલા તારું મરણ પણ સુગતિનું કારણ અને ડાહ્યા પુરુષોને પ્રશંસા કરવા યોગ્ય થાય. પૂર્વે નરકભવમાં અનંતદુઃખો સહન કરીને હમણાં તેના અંશમાત્ર દુઃખને સહન કરવામાં ઉગ ધારણ ન કર. (૫૦) આ પ્રમાણે ભાવનાથી વિશુદ્ધ બનેલા અને વિશેષપણે અતિશય સુકુમાર એવા તેનું શરીર માખણના પિંડની જેમ વિનાશ પામ્યું. અશુભકર્મોનો લગભગ નાશ થઇ જતાં તે દેવલોકમાં દેદીપ્યમાન શરીરને ધારણ કરનાર વૈમાનિકદેવ થયો. આ પ્રમાણે સ્ત્રીઓ સંગમાત્રથી પણ અનર્થફલવાળી થાય છે એમ જાણીને સદા ય તેના સંગનો દૂરથી ત્યાગ કરો. [૪૪૩]
આ પ્રમાણે અહંન્નકનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે સામાન્યથી સ્ત્રીસંગ અનાયતન છે એમ કહીને હવે સાધ્વીઓનો સંગ અનાયતન છે એમ વિશેષથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
इयरित्थीणवि संगो, अग्गी सप्पं विसं विसेसेइ ।
जो संजईहिं संगो, सो पुण अइदारुणो भणिओ ॥ ४४४॥ - આ પ્રમાણે અન્ય સ્ત્રીઓનો સંગ અગ્નિ, સર્પ અને વિષથી પણ ચઢિયાતો છે. વળી જે સાધ્વીઓનો સંગ છે તેને અતિભયંકર કહ્યો છે.
વિશેષાર્થ– ઉક્ત રીતે ગૃહસ્થોની સ્ત્રીઓનો અને કુલિંગિણી (=પરિવ્રાજિકા વગેરે) સ્ત્રીઓનો સંગ (સંબંધ) અગ્નિ, શસ્ત્ર અને વિષથી પણ ચઢિયાતો છે. કારણ કે અગ્નિ વગેરે પદાર્થો એકભવમાં કંઈક માત્ર દુઃખ આપનારા છે. સ્ત્રી સંગ તો અનંતભવોમાં અનંત ભયંકર દુઃખ આપનાર છે. તેમાં પણ જે સાધ્વીઓનો સંગ છે તેને તો આગમમાં અતિભયંકર=અનંત અનંત ભયંકર દુઃખ આપનાર કહ્યો છે. આથી વિશેષથી યત્નપૂર્વક સાધ્વીસંગનો ત્યાગ કરવો. [૪૪૪]
આગમમાં જે કહ્યું છે તેને જ કહે છેचेइयदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥ ४४५॥
ચૈત્યદ્રવ્યનો વિનાશ કરવામાં, ઋષિનો ઘાત કરવામાં, પ્રવચનનું માલિન્ય કરવામાં અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવામાં બોધિલાભના (=ધર્મ પ્રાપ્તિના) મૂળમાં અગ્નિ આપેલો ( મૂકેલો) થાય છે.
વિશેષાર્થ– ચૈત્ય પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે- સાધર્મિકચૈત્ય, મંગલચત્ય,