________________
૬૬૦-અનાયતન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચૈત્યદ્રવ્ય વિનાશમાં દોષ શાશ્વતચૈત્ય, ભક્તિચૈત્ય, `નિશ્રાકૃતચૈત્ય અને અનિશ્રાકૃતચૈત્ય. વારત્તક સાધુ આદિનું ચૈત્ય સાધર્મિકચૈત્ય છે. ઘરના દરવાજાના (ઉપરના)સ્થાન આદિમાં કોતરેલી પ્રતિમા મંગલચૈત્ય છે. નંદીશ્વરદ્વીપ આદિમાં રહેલાં ચૈત્યો શાશ્વત ચૈત્ય છે. ભક્તિથી કરાતું જિનમંદિર ભક્તિચૈત્ય છે. ભક્તિચૈત્યના નિશ્રાકૃત અને અનિશ્રાકૃત એમ બે પ્રકાર છે. સાધુની નિશ્રાથી કરાતું જિનમંદિર નિશ્રાકૃતચૈત્ય છે. સાધુની નિશ્રાથી રહિત કરાતું જિનમંદિર અનિશ્રાકૃતચૈત્ય છે. અહીં તો સામાન્યથી જિનમંદિર ચૈત્યરૂપે અભિપ્રેત છે. ચૈત્યસંબંધી દ્રવ્ય તે ચૈત્યદ્રવ્ય.
ચૈત્યદ્રવ્યનો વિનાશ કર્યો છતે, મહાવ્રતધારી સાધુનો વિનાશ કર્યો છતે, ન કરવા જેવું કોઇક મહાનઅકાર્ય કરવાથી પ્રવચનને ઉપદ્રવ (=પ્રવચનની મલિનતા) કર્યે છતે અને સાધ્વીના ચોથાવ્રતનો ભંગ કર્યે છતે બોધિના મૂળમાં અગ્નિ આપેલો (=મૂકેલો) થાય છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- બીજાપણ કરેલા તેવા પ્રકારના પાપસ્થાનકથી જીવો અનંતભવ સુધી ભમે જ છે. કેવળ સાધ્વીના ચોથાવ્રત ભંગ આદિમાં આ વિશેષતા છે કે- ભયંકર દુઃખથી યુક્ત અને અધિક અનંતભવ સુધી ભમે છે. (અર્થાત્ અન્ય પાપથી આવતા દુ:ખ કરતાં સાધ્વીના ચોથાવ્રતનો ભંગ આદિમાં અધિક ભયંકર દુઃખ આવે છે, અને અન્ય પાપથી જેટલા અનંતભવ થાય છે તેના કરતાં સાધ્વીના ચોથાવ્રતનો ભંગ આદિમાં અધિક અનંતભવ થાય.) તથા બોધિલાભ સર્વથા પામતો નથી. કદાચ પામે તો પણ ઘણા કષ્ટથી પામે. [૪૪૫]
સાધ્વીના ચોથાવ્રતનો ભંગ વગેરે પોતાથી જ (=સ્વરૂપથી જ) વિરુદ્ધ જણાય છે. પણ ચૈત્યદ્રવ્યના વિનાશમાં શો દોષ છે? તથા દેવને પણ દ્રવ્યનું કોઇપણ પ્રયોજન નથી, અર્થાત્ દેવને દ્રવ્યની જરૂર નથી, આવી આશંકા કરીને દેવદ્રવ્ય ઘણું ઉપયોગી હોવાથી ગ્રંથકાર પ્રાસંગિક આ પ્રમાણે કહે છે—
चेइयदव्वं साहारणं च जो मुसइ सयं व भक्खे | सइ सामत्थि उवेक्खड़, जाणंतो सो महापावो ॥ ४४६ ॥
જે જીવ જાણતો હોવા છતાં ચૈત્યદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને ચોરે છે, તે દ્રવ્યનું સ્વયં ભક્ષણ કરે છે (=પોતાના ઉપયોગમાં લે છે), બીજાઓ દ્વારા ભક્ષણ કરાવે છે, ભક્ષણ કરતાં અન્યને અનુમતિ આપે છે, શક્તિ હોવા છતાં તેના નાશની ઉપેક્ષા કરે છે, તે મહાપાપી છે.
વિશેષાર્થ આવા પ્રકારનો તે જીવ આ જ ચેષ્ટાથી જણાય છે કે સર્વજ્ઞે કહેલા ધર્મને પણ જાણતો નથી. સ્થાને સ્થાને ચૈત્ય આદિનું દ્રવ્ય તીર્થપ્રવૃત્તિનું કારણ છે
૧. સાધર્મિકચૈત્ય, મંગલચૈત્ય, શાશ્વતચૈત્ય, નિશ્રાકૃતચૈત્ય અને અનિશ્રાકૃતચૈત્ય એમ પાંચ ભેદો સમજવા. કારણ કે ભક્તિચૈત્યના જ નિશ્રાકૃતચૈત્ય અને અનિશ્રાકૃતચૈત્ય એ બે ભેદો છે.