________________
૬૫૪-અનાયતન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્ત્રી સંગનો ત્યાગ
સિદ્ધાંતરૂપ સમુદ્રનો પારગામી પણ, જિતેન્દ્રિય પણ, પરાક્રમી પણ અને સ્થિરચિત્તવાળો પણ મનુષ્ય તુચ્છ સ્ત્રીરૂપી પિશાચણીથી છેતરાય છે. [૪૩૫] ફરી પણ દૃષ્ટાન્તદ્વારા સ્ત્રીસંગના અતિદુષ્ટપણાને કહે છે– मयणनवणीयविलओ, जह जायइ जलणसन्निहाणम्मि । तह रमणिसन्निहाणे, विद्दवइ मणो मुणीणंपि ॥ ४३६ ॥
જેવી રીતે અગ્નિના સાંનિધ્યમાં મીણ અને માખણ ઓગળી જાય છે તેવી રીતે સ્ત્રીના સાંનિધ્યમાં મુનિઓનું પણ મન પીગળી જાય છે=ઢીલું થઇ જાય છે. [૪૩૬]
વળી
नीयंगमाहिं सुपओहराहिं ओप्पिच्छमंथरगईहिं ।
महिलाहिं निन्नयाहि व, गिरिवरगरुयावि भिजंति ॥ ४३७ ॥
જેવી રીતે ઉત્તમપર્વતોમાં મહાન એવા વિંધ્યાચલ વગેરે પર્વતો પણ નદીઓથી ભેદાય છે, તેવી રીતે નીચગામિની અને મનોહર ધીમી ગતિવાળી સ્ત્રીઓથી ઉત્તમપર્વતના જેવા મહાન–સ્થિરતાદિ ગુણોથી યુક્ત પણ પુરુષો ભેદાય છે=હલકા કરાય છે.
વિશેષાર્થ અહીં નીચગામિની અને મનોહર ધીમી ગતિવાળી એ બે વિશેષણો સ્ત્રી અને નદી એ બંનેમાં ઘટે છે. તે આ પ્રમાણે સ્ત્રીપક્ષમાં નીચગામિની એટલે જાતિ આદિથી હીન એવા વ્યભિચારી પુરુષોનો સંગ કરે છે. નદીપક્ષમાં નીચગામિની એટલે નીચાણવાળા પ્રદેશમાં વહે છે. મનોહર ધીમી ગતિવાળી એ વિશેષણનો બંને પક્ષમાં અર્થ સમાન છે. અર્થાત્ સ્ત્રી અને નદી એ બંનેની ગતિ મનોહર અને ધીમી હોય છે. સ્ત્રીઓના સંગથી સ્થિરતાદિ ગુણોથી યુક્ત પણ પુરુષો ભેદાય છે. આથી સ્ત્રીઓનો દૂરથી ત્યાગ જ કરવો જોઇએ. [૪૩૭]
વળી—
घणमालाउव दूरुन्नमंतसुपओहराओ व ंति ।
मोहविसं महिलाओ, दुनिरुद्धविसं व पुरिसस्स ॥ ४३८ ॥
જેવી રીતે બરોબર નહિ ઉતારેલા વિષને મેઘશ્રેણિઓ વધારે છે, તેવી રીતે પુરુષના મોહરૂપ વિષને સ્ત્રીઓ વધારે છે
૧. અહીં સુવોહરાહિઁ એ પદનો અર્થ સમજપૂર્વક લખ્યો નથી.
૨. અહીં તૂત્રમંતસુવોહરો એ પદનો અર્થ સમજપૂર્વક લખ્યો નથી.