________________
નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [જિનદાસ શ્રાવકનું દૃષ્ટાંત-૬૪૯ વાતનો સ્વીકાર કર્યો. પતિએ તેને સંપૂર્ણ ઘરની સ્વામિની બનાવી. પછી ઘણા ભાગોને ભોગવીને ઘણા દિવસો પછી બંનેએ દીક્ષા લીધી. બંને ય દીક્ષાને સારી રીતે પાળીને દેવલોકમાં ગયા, અને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે નમસ્કારમંત્ર આ લોકમાં પણ ભક્તિયુક્ત જીવોના જીવનરક્ષણને અને વિષયેલાભને સાધે છે.
આ પ્રમાણે શ્રીમતીનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
બીજોરાના વનનું (જિનદાસશ્રાવકનું) દષ્ટાંત. નદીના એક કાંઠા ઉપર નગર હતું. ત્યાં નદીના કાંઠે બેઠેલા એક કોટવાળે ક્યારેક નદીમાં વહેતા=તણાતા બીજોરાના ફલને જોયું. તે બીજોરું તેણે લઈ લીધું. આ બિજોરું મોટું સુગંધ અને વર્ણથી યુક્ત અને અતિશય અદ્ભુત છે એમ જાણીને તેણે એ બિજોરું રાજાને અર્પણ કર્યું. રાજાએ તેને પૂછ્યું: તે આ ક્યાંથી મેળવ્યું? તેણે કહ્યું: નદીના પ્રવાહમાંથી મેં આ મેળવ્યું છે. રાજાએ તેને તુષ્ટિદાન આપીને રજા આપી. પછી રાજાએ તે ખાધું અને તેમાં રહેલા અતિશ્રેષ્ઠ રસનો સ્વાદ અનુભવ્યો. પછી રાજાએ બીજોરાની શોધ માટે પોતાના પુરુષોને મોકલ્યા. તેઓ નદીના કાંઠે કાંઠે (દૂર સુધી) જઈને સારી રીતે જુએ છે તો એક સ્થળે ધનખંડ જોવામાં આવ્યો. ત્યાં વિવિધ પ્રકારના બિજોરાંઓને જુએ છે. પણ તેમણે ક્યાંકથી સાંભળ્યું કે જે આ બિજોરાઓને લે છે તે મૃત્યુ પામે છે. પછી તેમણે પાછા ફરીને આ વિગત રાજાને કહી. તો પણ રસાશક્તિના કારણે રાજાની બીજોરું ખાવાની ઇચ્છા દૂર થતી નથી. તેથી ભોજપત્રની ચિટ્ટીઓ કરાવીને નગરલોકને કહ્યું: ચિટ્ટીના વારા પ્રમાણે તમે એક એક બિજોરું લાવીને મને આપો. તેથી પરાધીન લોક તેનો સ્વીકાર કરે છે. હવે ચિટ્ટીથી જેના વારાનો દિવસ આવે તે ત્યાં જઈને વનમાં પ્રવેશ કરીને બિજો તોડીને વનની બહાર ફેંકે છે. વનની અંદર પ્રવેશ કરે છે. બહાર રહેલો અન્ય પુરુષ તેને લઈને રાજાને આપે છે. બિજોરું તોડનાર પુરુષ ત્યાં જ મરણ પામે છે. આ પ્રમાણે ઘણા દિવસો સુધી ચાલ્યું. હવે એક શ્રાવકનો વારો આવ્યો. તે ત્યાં જિનેશ્વરોનું એકાગ્રચિત્તે ધ્યાન કરીને નમસ્કાર મંત્ર બોલીનેઅને નિસીહિ કહીને વનની અંદર પ્રવેશ કરે છે. પૂર્વે ચારિત્ર વિરાધના કરીને જે
૧. જંગલમાં અનેક પ્રકારના વૃક્ષોની ઘટાવાળા વિભાગને વનખંડ કહેવામાં આવે છે. ૨. પૂર્વે ભુર્જવૃક્ષના છાલમાંથી પત્રો=કાગળો બનતા હતા અને લોકભાષામાં ભોજપત્ર તરીકે ઓળખાતા હતા. ૩. અહીં ટીકામાં માનવ શબ્દ છે. તેનો ગોળો વગેરે અર્થ થાય છે. પણ અનુવાદ વાંચનાર સ્પષ્ટ સમજી શકે
એ માટે ચિઠ્ઠી અર્થ લખ્યો છે.