________________
૬૪૮-નવકારથી થતા લાભમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શ્રીમતીનું દૃષ્ટાંત શ્રીમતીનું દૃષ્ટાંત શ્રીમતી નામની એક પરમ શ્રાવિકા હતી. તે ધનવાનની પુત્રી હતી. પણ કોઇપણ રીતે તેને કોઇ મિથ્યાદષ્ટિ પુરુષ પરણ્યો. શ્રીમતીએ વિનયગુણથી સઘળા શ્વસુરવર્ગને આકર્ષી લીધો. પતિના રોકવા છતાં શ્રીમતી યત્નથી પોતાનો ધર્મ કરે છે. હવે એકવાર પતિ તેનાથી વિરક્ત બન્યો. એથી અન્ય સ્ત્રીને પરણવાને ઇચ્છે છે. પણ ગુણવંતી શ્રીમતી પત્નીની ઉપર કોઈ તેને પોતાની પુત્રી આપતું નથી. તેથી નિર્દય તે શ્રીમતીને મારી નાખવા માટે પોતાના મનમાં વિવિધ ઉપાયોને વિચારે છે. હવે નિર્દય તેણે કોઈ દિવસ કાળા સર્પને લાવીને ઘડામાં રાખ્યો. તે ઘડાને અંધારામાં રાખ્યો. પછી સાંજના સમયે ભોજન કરીને પત્નીને કહ્યું. ઘડામાં પુષ્પમાળા રાખેલી છે. તે લાવીને મને આપ. આમ કહ્યું એટલે તરત જ તે અંધકારવાળા સ્થાનમાં ગઈ. ત્યાં તેણે ઘડાને જોયો. પછી જિને કહેલા નવકારને વિધિપૂર્વક બોલીને જેટલામાં ઘડામાં હાથ નાખે છે તેટલામાં નજીકમાં રહેલ દેવતાએ સર્પને દૂર કરીને પુષ્પમાળા મૂકી. તેણે પુષ્પમાળા લઈને પતિને આપી. તેથી અતિવિસ્મય પામેલા તેણે વિચાર્યું અહો! આ શું? પછી જઈને જેટલામાં જુએ છે તેટલામાં ઘડામાં સુગંધી પુષ્પો પડેલા જુએ છે, પણ સર્પને જોતો નથી. તેથી પત્નીના ગુણોના કારણે તે અતિશય હર્ષ પામ્યો. પછી પત્નીના માહાભ્યને વિચારીને ભય પામેલો તે તેના ચરણોમાં પડ્યો. પછી તેને પોતાની સઘળી ય દુષ્ટતા કહી. પોતાના તે સઘળા ય અપરાધને વારંવાર ખમાવે છે. નમસ્કારના ફલને જોઇને એ જિન ધર્મનો સ્વીકાર કરે છે.
તે (હકીકત) સાંભળીને અતિશય સંવેગને પામેલી શ્રીમતીએ પોતાના પતિને કહ્યું: તમે મને દીક્ષાની રજા આપો. મારે દીક્ષા લેવી છે. જે ઘરમાં વિના કારણે જીવો વિરુદ્ધ ચિંતવે છે, તથા પતિ કેવો છે તે જણાયું છે, તે ઘરમાં મારે રાગ શો કરવો? વળી તમે મારા પ્રત્યે વિરક્ત છો અને જિનધર્મમાં મને અનુકૂલતા છે. તેથી તમારા સ્નેહરૂપ બેડીથી મુક્ત થયેલી હું જેમાં સારું ઘર છે, તે મુક્તિનગરમાં જાઉં છું. હમણાં તમોએ રચેલા કપટ ભરેલા ઉપાયથી સ્વકાર્યને સાધ્યા વિના જ અવિરતિમાં પણ મારું મરણ થઈ ગયું હોત. તેથી વધારે શું કહેવું? મને દીક્ષાની રજા આપો. જેથી હું આટલું થયે છતે સ્વકાર્યને સાધું. તમે પણ શાંત થાઓ. શ્રીમતીએ આ પ્રમાણે કહ્યું એટલે ચરણોમાં પડીને અતિશય રડતા તેણે કહ્યું: હે પ્રિયે! આ પ્રમાણે ક્ષતમાં ક્ષાર ન નાખ. જો તું મને છોડી દે તો ચોક્કસ પાપથી સ્વીકારાયેલો અને ધર્મથી મૂકાયેલો હું સ્વયં જીવનને મૂકી દઉં. તેથી કેટલાક દિવસ સુધી તું રહે. પછી બંને ય સાથે જ જિનદીક્ષાને લઇને સ્વકાર્યોને સાધીશું. શ્રીમતીએ પતિની