________________
૬૪૬-નવકારથી થતા લાભમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [ત્રિદંડી-શિવકુમારુનું દેણંત ' વિશેષાર્થ- મરણાદિના સમયે દ્વાદશાંગીનું ચિંતન અશક્ય હોવાથી અને નમસ્કાર દ્વાદશાંગીથી સાધ્ય અર્થનો સાધક હોવાથી મરણાદિના સમયે નમસ્કારનું જ સ્મરણ કરવું જોઇએ. [૪૨૯]
હવે નમસ્કારના જ માહાભ્યને કહેવા માટે ગ્રંથકાર કહે છેनामाइमंगलाणं, पढम चिय मंगलं नमोकारो । अवणेइ वाहितक्करजलणाइभयाइं सव्वाइं ॥ ४३०॥
નમસ્કાર નામ આદિ મંગલોમાં મુખ્ય જ મંગલ છે. નમસ્કાર વ્યાધિ, ચોર અને અગ્નિ આદિ સર્વભયોને દૂર કરે છે.
વિશેષાર્થ– “નામ આદિ મંગલોમાં એ સ્થળે આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ વગેરેનું ગ્રહણ કરવું. [૪૩૦].
हरइ दुहं कुणइ सुहं , जणइ जसं सोसए भवसमुदं । इहलोयपारलोइयसुहाण मूलं नमोक्कारो ॥ ४३१॥
નમસ્કાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને સુકવી નાખે છે, આ લોક અને પરલોકનાં સુખોનું મૂળ છે. [૪૩૧]
હવે આ લોકમાં અને પરલોકમાં નમસ્કારથી થતા લાભો વિષે દૃષ્ટાંતોને કહે છેइहलोयम्मि तिदंडी, सादेव्वं माउलिंगवणमेव । परलोय चंडपिंगल, हुंडियजक्खो य दिटुंता ॥ ४३२॥
આ લોકમાં (=આ જ જન્મમાં) મળતા ફળની અપેક્ષાએ ત્રિદંડી (શ્રાવકપુત્ર શિવકુમાર) દેવતાનું સાંનિધ્ય (શ્રાવકપુત્રી શ્રીમતી) અને બીજોરાનું વન (જિનદાસ શ્રાવક) આ ત્રણ દૃષ્ટાંતો છે. પરલોકમાં મળતા ફળની અપેક્ષાએ ચંડપિંગલ અને હુંડિકયક્ષ એ બે દૃષ્ટાંતો છે.
વિશેષાર્થ- આ લોક સંબંધી નમસ્કારના માહાત્મ વિષે ત્રિદંડીનું ઉદાહરણ કહેવું યોગ્ય છે. તે આ પ્રમાણે–
ત્રિદંડી(શિવકુમાર)નું દૃષ્ટાંત સર્વજ્ઞધર્મમાં કુશલમતિવાળો જિનદાસ નામનો શ્રાવક છે. વ્યસનથી દૂષિત થયેલો તેનો પુત્ર ધર્મને સ્વીકારતો નથી. પિતા તેને સાધુની પાસે લઈ ગયો, અને સ્વયં પણ